19-July-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
કેટને કારણે શ્રદ્ધાનું નસીબ ખૂલ્યું

ઈન્ટરવ્યૂ-ચિરાગ ગાંધી



વરુણ ધવન અભિનીત ફિલ્મ ‘સ્ટ્રીટ ડાન્સર’, જેને રેમો ડિસૌઝા નિર્દેશિત કરી રહ્યા છે તે ફિલ્મમાં કાસ્ટિંગ બાબતે ઘણા બદલાવ આવ્યા છે. પહેલા આ ફિલ્મમાં વરુણની સામે કેટરિના કૈફને કાસ્ટ કરવામાં આવી હતી, પણ પછી કેટરિના કૈફ ફિલ્મમાંથી નીકળી ગઇ. તે પછી શ્રદ્ધા કપૂરને સાઇન કરવામાં આવી. વરુણ અને શ્રદ્ધાની જોડી અગાઉ રેમોની ફિલ્મ ‘એબીસીડી ટુ’માં જોવા મળી હતી. તેમાં બંનેની જોડીને સારો પ્રતિસાદ મળ્યો હતો. આથી શ્રદ્ધા પણ આ ફિલ્મ મળતા રેમો, પ્રભુદેવા અને વરુણ સાથે ફરી કામ કરવા માટે ઉત્સુક છે. તે કહે છે, આ ફિલ્મમાં ઘણી મહેનત કરવી પડશે. હું તેના માટે બહુ ઉત્સુક છું કે આવી ડાન્સ આધારિત ફિલ્મ કરવા મને ફરી મળશે. ‘સ્ટ્રીટ ડાન્સર’ ફિલ્મના નિર્માતા ભૂષણ કુમાર કહે છે કે આ ફિલ્મ અમે બહુ મોટા પાયે બનાવવા માગીએ છીએ અને તે લગભગ થ્રીડીમાં બનાવાશે. આથી શ્રદ્ધા માટે તો પાંચેય આંગળા ઘીમાં છે કે તેને આટલી મોટી ફિલ્મ કરવા મળશે. રેમો આ ફિલ્મમાં ડાન્સના નવા વર્ઝનો રજૂ કરશે. શ્રદ્ધાએ હજુ બહુ ફિલ્મો નથી કરી, પણ તેને સારી પ્રસિદ્ધિ મળી ગઇ છે અને બૉલીવૂડમાં તેનું નામ થઇ ગયું છે. તેની કારકિર્દીની ગતિ ધીમી ચાલી રહી છે, પણ તે આગળ જતાં સફળતા મેળવશે જ તેમાં કોઇ શંકા નથી.

રેમોએ પણ કહ્યું હતું કે શ્રદ્ધા ફિલ્મમાં આવતા મને લાગી રહ્યું છે કે જાણે જૂના મિત્રો ફરી ભેગા થયા છીએ. પહેલા પણ અમે એક ટીમની જેમ કામ કર્યું હતું. આ વખતે પણ ફરી કામ કરવાની મજા આવશે. કેટરિનાએ તારીખોની સમસ્યાને કારણે ફિલ્મ છોડી હતી, કારણ કે તે અત્યારે ‘ભારત’ ફિલ્મમાં સલમાન સાથે કામ કરી રહી છે. પણ હવે શ્રદ્ધા આવતા ફરી અમને રાહત થઇ છે. હવે અમારી ફિલ્મ આગળ વધશે.

આ ફિલ્મમાં વરુણએક પંજાબી યુવાનની ભૂમિકા ભજવી રહ્યો છે, જે લંડનમાં ઉછરીને મોટો થયો છે. આ ફિલ્મમાં શક્તિ મોહન અનેવર્તિકા ઝા સાથે કેટલીક આંતરરાષ્ટ્રીય ડાન્સર પણ જોવા મળશે. તેના કેટલાક સીન્સ પંજાબમાં શૂટ કરાશે તો બાકી આખી ફિલ્મ યુકેમાં શૂટ કરવામાં આવશે. રેમો આ ફિલ્મમાં કો-પ્રોડ્યુસર પણ છે. ફિલ્મનું શૂટિંગ પંજાબમાં ૨૨ જાન્યુઆરીથી શરૂ થશે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

2o4828
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com