19-February-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
રોહિતનો નવો ધમાકો=સિમ્બા+સિંઘમ

લાઈમલાઈટ-મૌસમી પટેલ



બૉક્સ ઓફિસ પર હાલમાં એક જ નામની બોલબાલા છે અને આ નામ એટલે ‘સિમ્બા’ અને આ બોલબાલાનો પૂરેપૂરો શ્રેય જાય છે ડિરેક્ટર રોહિત શેટ્ટીને. જોકે ‘સિમ્બા’એ ૧૦૦ કરોડની ક્લબમાં એન્ટ્રી લઈને એક અનોખો જ રૅકોર્ડ રોહિત શેટ્ટીના નામે કરી દીધો છે અને આ રૅકોર્ડ એટલે સિમ્બાએ રોહિત શેટ્ટીની ૧૦૦ કરોડની ક્લબમાં એન્ટર થનારી આઠમી ફિલ્મ છે અને આવો રૅકોર્ડ કરનારો રોહિત એ એકમાત્ર ડિરેક્ટર છે.

રોહિતના ખાતામાં અત્યાર સુધી એક પણ ફ્લૉપ ફિલ્મ બોલતી નથી અને તેનું સૌથી મોટું કારણ એ છે રોહિતને ખબર છે કે દર્શકોને ઍક્ઝેક્ટલી જોઈએ છે શું? આ એક જ બાબતના આધારે તે સતત બૉલીવૂડને હિટ પર હિટ ફિલ્મ આપી રહ્યો છે. ‘સિમ્બા’માં રોહિતે પહેલી વખત રણવીર સિંહ સાથે કામ કર્યું અને આ પૂરી જગન્નાથની તેલુગુ ફિલ્મ ‘ટૅમ્પર’ની હિંદી રિમૅક છે. જોકે રોહિતે આમાં અનેક પરિવર્તન કર્યા છે અને એક ધમાકેદાર ફિલ્મ બનાવી છે એમાં કોઈ જ બેમત નથી બૉસ!

‘સિમ્બા’માં રણવીરની સાથે અજય દેવગણે પણ કામ કર્યું અને રોહિતે અજયની એન્ટ્રી પણ એવા સમયે કરાવી છે કે દર્શકો આ નવો ધમાકો જોઈને થિયેટરમાં ખુરશીમાંથી ઉછળી જ પડ્યા હશે. ફિલ્મમાં એક મહેમાન કલાકારનો કઈ રીતે બેસ્ટ ઉપયોગ કરી શકાય છે તે રોહિતે આ ફિલ્મથી પુરવાર કરી આપ્યું છે. આ બધામાં પણ જ્યારે ‘સિમ્બા’ અને ‘સિંઘમ’ સાથે મળીને લડે છે એ તો પાછું દર્શકોને બૉનસ આપ્યું છે. પણ હવે આ બૉનસ દર્શકોને કદાચ આખી ફિલ્મમાં જોવા મળે એવી શક્યતા છે. એવું સંભળાઈ રહ્યું છે રોહિત એક એવી ફિલ્મ બનાવી રહ્યો છે જેમાં રણવીર અને અજય સાથે સ્ક્રીન શૅયર કરતા જોવા મળશે. ટૂંકમાં ‘સિમ્બા’ અને ‘સિંઘમ’ ભવિષ્યમાં સાથે મળીને ભ્રષ્ટાચાર સામે લડતા દેખાય એવી પૂરેપૂરી વકી છે. ‘ગોલમાલ’ની જેમ જ ‘સિમ્બા’ની સફળતા જોઈને હવે રોહિત આને પણ એક સિરીઝનું રૂપ આપવા માગે છે અને આ જ સિરીઝની આગામી ફિલ્મમાં અજય અને રણવીર સાથે કામ કરતા જોવા મળશે. અત્યાર સુધી રોહિત પાસે ‘ગોલમાલ’ અને ‘સિંઘમ’ એમ બે સિરીઝ હતી અને હવે આ યાદીમાં ત્રીજી એક સિરીઝનો ઉમેરો થયો છે નામે ‘સિમ્બા’. રોહિત હવે ઈચ્છે છે કે સિમ્બા અને સિંઘમ સ્ક્રીન પર સાથે દેખાય. જોકે આ ફિલ્મ બનવા માટે હજી સમય લાગશે, પણ રોહિત આ ફિલ્મ પર કામ કરવા માગે છે. રોહિતની આગામી ફિલ્મ ‘સૂર્યવંશી’ છે, જેમાં અક્ષય કુમાર એક પોલીસ ઓફિસરના રૉલમાં છે અને આ ફ્લ્મિ આ વર્ષના અંતમાં રિલીઝ થશે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

2563721
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com