14-October-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
‘ખાન’ યુગનો અંત થઈ રહ્યો છે

સ્પેશ્યલ-કલ્પના શાહબૉલીવૂડમાં વર્ષોથી ‘ખાન’ઍક્ટરના નામના સિક્કા પડી રહ્યા છે, પણ હવે એવું લાગી રહ્યું છે કે જાણે હવે આ ખાન યુગનો અંત થઈ રહ્યો છે. એક સમય હતો કે ખાન ત્રિપુટીએ રાજ કપૂર, દિલીપ કુમાર અને દેવ આનંદની ત્રિપુટીએ હાંસિલ કરી હતી એટલી જ સફળતા હાંસિલ કરી હતી. જોકે આ ખાન ત્રિપુટી જૂના કલાકારો જેવી મહાન ફિલ્મ તો નહીં આપી શકી, હિટ ફિલ્મો આપીને ઈન્ડસ્ટ્રીમાં પોતાનો દબદબો જાળવી રાખ્યો હતો.

અત્યારનો માહોલ જોઈને લાગી રહ્યું છે કે જાણે ખાન યુગના હવે વળતાં પાણી થઈ રહ્યા છે, પણ આવું કહેવું જરા વહેલું ગણાશે. પણ એક વાત તો ચોક્કસ જ કહી શકાય કે ખાનના મજબૂત કિલ્લામાં તિરાડો પડવા લાગી છે. થોડાક વર્ષ પહેલાં સલમાન, આમિર અને શાહરુખનું ફિલ્મમાં હોવું જ ફિલ્મને હિટ બનાવવા માટે પૂરતું ગણાતું હતું. પણ હવે એવું નથી રહ્યું અને આ ખાન ત્રિપુટીને સારી સ્ટોરી, નિર્દેશક અને સૅટઅપની જરૂર પડવા લાગી છે. માત્ર પોતાના સ્ટારડમના આધારે ખરાબ ફિલ્મને સુપરહિટ બનાવવાનું હવે તેમનું ગજું રહ્યું નથી.

હા, જોકે એક વાત તો માનવી પડે કે હજી પણ આ ત્રણેય ખાનના નામે ફિલ્મની ઓપનિંગ જબરજસ્ત રહે છે, પણ જો દર્શકોને ફિલ્મ પસંદ ના હવે તો પણ એને સફળ પુરવાર કરવાની ક્ષમતા હવે તેમનામાં રહી નથી. ત્રણેય ખાનની છેલ્લી પાંચ ફિલ્મોની વાત કરીએ તો એક વાત સ્પષ્ટ થઈ રહી છે કે હવે ખાનબંધુઓની પહેલાં જેવી બોલબાલા રહી નથી.

----------------------------

આમિર ખાન

ૄ ઠગ્સ ઓફ હિન્દોસ્તાં (૨૦૧૮) ફ્લૉપ

ૄ દંગલ (૨૦૧૬) બ્લૉકબસ્ટર

ૄ પીકે (૨૦૧૪) બ્લૉકબસ્ટર

ૄ ધૂમ થ્રી (૨૦૧૩) બ્લૉકબસ્ટર

ૄ તલાશ (૨૦૧૨) ફ્લૉપ

આમિર ખાનને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં મિસ્ટર પરફૅક્શનિસ્ટના નામે ઓળખવામાં આવે છે. બાકીના બે ખાનની સરખામણીએ આમિરનો ટ્રેક રેકૉર્ડ જરા સારો છે. આમિર હંમેશા જ સમજી વિચારીને ફિલ્મો કરે છે, એવો તેના ચાહકોને વિશ્ર્વાસ હતો, પણ તેણે ‘ઠગ્સ ઓફ હિન્દોસ્તાન’ જેવી સાવ વાહિયાત કહી શકાય એવી ફિલ્મ કેમ સાઈન કરી એ સવાલ હજી પણ દર્શકોને મૂંઝવી રહ્યો છે. આટલું ઓછું હોય તેમ હવે ત્રણેય ખાન માટે નવા નવા આવેલા નવોદિતો એક પડકાર બની રહ્યા છે. રણબીર કપૂરથી લઈને રણવીર સિંહ પણ ૩૦૦ કરોડની ફિલ્મ આપી ચૂક્યા છે. વરુણ ધવન પણ હવે ધીરે ધીરે ઈન્ડસ્ટ્રીમાં પોતાની જગ્યા બનાવી રહ્યો છે. જો આ નવોદિતોને પણ સારો ડિરેક્ટર અને સ્ક્રીપ્ટ મળી જાય તો બૉક્સઓફિસ પર તેઓ પણ ધમાલ મચાવી શકે છે. હિરાની સાથે આમિરે જો ૩૦૦ કરોડનો વકરો કરનારી ફિલ્મ આપી છે તો રણબીરે પણ આપી જ છે. પડકારો છતાં ત્રણેય ખાન હાલમાં બધા સ્ટાર કરતાં આગળ ઊભા તો છે પણ તેમની સામે હવે ઊંચાઈ નહીં પણ ઢાળ જ છે.

---------------------------

શાહરુખ ખાન

ૄ ઝીરો (૨૦૧૮): ફ્લૉપ

ૄ જબ હેરી મેટ સેજલ (૨૦૧૭): ફ્લૉપ

ૄ રઈસ (૨૦૧૭): એવરેજ

ૄ ફૅન (૨૦૧૬): ફ્લૉપ

ૄ દિલવાલે (૨૦૧૫): એવરેજ

ત્રણેય ખાનમાં શાહરુખ ખાનનું પર્ફોર્મન્સ ખૂબ જ નબળું રહ્યું છે અને ત્રિપુટીમાં સૌથી નબળો કલાકાર પુરવાર થયો છે. તેની છેલ્લી પાંચ ફિલ્મમાંથી ત્રણ ફિલ્મ તો ફ્લૉપ રહી જ્યારે બે ફિલ્મ એવરેજ રહી હતી. ‘ઝીરો’, ‘ફૅન’ અને ‘જબ હૅરી મેટ સેજલ’ તો એટલી ખરાબ રીતે ફ્લૉપ રહી કે ૧૦૦ કરોડના ક્લબમાં એન્ટર થવા પહેલાં જ થિયેટરમાંથી ઊતરી ગઈ હતી.

-----------------------------

સલમાન ખાન

ૄ રેસ થ્રી (૨૦૧૮): ફ્લૉપ

ૄ ટાઈગર ઝિંદા હૈ (૨૦૧૭) બ્લૉકબસ્ટર

ૄ ટ્યૂબલાઈટ (૨૦૧૭) ફ્લૉપ

ૄ સુલ્તાન (૨૦૧૬) બ્લૉકબસ્ટર

ૄ પ્રેમ રતન ધન પાયો (૨૦૧૫) હિટ

----------------------------

એક સમય એવો હતો કે સલમાન ખાન જો કોઈ ફિલ્મમાં અઢી કલાક માત્ર ઊભો પણ રહે તો પણ ફિલ્મ બ્લૉક બસ્ટર પુરવાર થશે. પણ હવે સમય બદલાયો છે. ઈદ અને સલમાન ખાનની ફિલ્મની સફળતાનું સમીકરણ પણ હવે તૂટી રહ્યું છે. સલમાનની પાંચ ફિલ્મોમાંથી બે ફિલ્મ ફ્લૉપ રહી હતી. જોકે સલમાનની નિષ્ફળતાએ સલમાનને જેટલો હચમચાવી મૂક્યો હશે કરતાં વધુ હલચલ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં જોવા મળી રહી છે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

Y4Y5m8v
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com