17-February-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
૧૦૦ કરોડના ફિલ્મસર્જકો

સાઈડ ઍન્ગલ-શચી કપૂર



બૉલીવૂડના પાંચ એવા દિગ્દર્શકો છે, જેમની ફિલ્મોએ રૂ. ૧૦૦ કરોડ અને તેનાથી વધારે વકરો કર્યો છે. છેલ્લા એક દાયકાથી આ સર્જકો તેમની ફિલ્મોથી દર્શકોને આકર્ષી રહ્યા છે. તેમાં લોકપ્રિય કલાકારો હોય કે ના હોય, પણ તેમની ફિલ્મો સુપરડુપર હિટ રહે છે. લોકોને તેમની આ મનોરંજક ફિલ્મો, તેના સંવાદો, કલાકારોના અભિનય, વિષય બધું જ આકર્ષે છે. એ પાંચ ફિલ્મસર્જકો કયા છે, જેઓ બૉક્સ ઑફિસ પર વિજયી બન્યા છે તે જોઇએ.

-----------------------------

રાજકુમાર હિરાણી - ૩ ફિલ્મો

સંજુઽ- રૂ. ૩૪૨ કરોડ

પીકે - રૂ. ૩૪૦ કરોડ

થ્રી ઇડિયટ્સ - રૂ. ૨૦૨ કરોડ

દેશના સફળ અને સારી ફિલ્મોના સર્જકોમાંના એક રાજકુમાર હિરાણી ૩થી ૪ વર્ષે એક ફિલ્મ બનાવે છે પણ તે ધાંસુ હોય છે. બ્લૉકબસ્ટર તો થાય જ પણ દર્શકોના દિલમાં વસી જાય તેવી તે ફિલ્મો હોય છે. તેમાં સંવેદનશીલતા તો હોય જ સાથે સામાજીક સંદેશ પણ હોય, છતાંય તે ફિલ્મ મનોરંજક હોય એટલે દર્શકોને ન ગમે તેનો કોઇ સવાલ જ નથી. હિરાણીની ફિલ્મો ૧૨ વર્ષથી લઇને ૭૦ વર્ષના વૃદ્ધો સુધીના દર્શકોને સ્પર્શે છે. તે તેમની ખાસિયત છે. હિરાણીની ફિલ્મો જોવા માટે દર્શકોને ઇંતજાર રહે છે.

---------------------------

સંજય લીલા ભણસાલી - ૩ ફિલ્મો

પદ્માવત - રૂ. ૩૦૨કરોડ

બાજીરાવ મસ્તાની - રૂ. ૧૮૮ કરોડ

ગોલિયોં કી રાસલીલા: રામલીલા - રૂ. ૧૧૫ કરોડ

ફિલ્મો પ્રત્યે અગાધ ચાહત ધરાવનાર ફિલ્મસર્જક સંજય લીલા ભણસાલીએ હંમેશાં લાર્જર ધેન લાઇફ ફિલ્મો આપી છે. ‘દેવદાસ’, ‘હમ દિલ દે ચૂકે સનમ’, ‘બાજીરાવ મસ્તાની’, ‘રામલીલા’, ‘પદ્માવત’, ‘બ્લેક’ જેવી ફિલ્મોએ દર્શકોને મોહિત કરી દીધા હતા. આ બધી ફિલ્મોએ બૉક્સ ઑફિસ રેકોર્ડ તોડ્યા હતા. તેમાંથી ત્રણ ફિલ્મોમાં રણવીર સિંહ અને દીપિકાની હિટ જોડી હતી.

----------------------------

એસએસરાજામૌલી - ૨ ફિલ્મો

બાહુબલી: ધ ક્ધક્લુશન - રૂ. ૫૧૧ કરોડ

બાહુબલી: ધ બીગનિંગ - રૂ. ૧૨૦ કરોડ

આ તેલુગુ ફિલ્મસર્જકે ભારતીય સિનેમામાં સૌથી મોટી ફિલ્મ બનાવીને ફિલ્મી ઇતિહાસમાં પોતાનું નામ યાદગાર બનાવીદીધું છે. એક જ ફિલ્મના આ બંને ભાગ બનાવીને તેમણે દર્શકોને અદ્ભુત રીતે આકર્ષિત કર્યા હતા. બંને ફિલ્મો જબરજસ્ત સફળતાને વરી હતી. રાજામૌલી દક્ષિણ ભારતીય ફિલ્મ ઉદ્યોગના મહારથી છે અને હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં નવા નવા આવ્યા હોવા છતાંય તેમની ફિલ્મો જબરજસ્ત રંગ લાવી ગઇ. આમ પણ, હવે હિન્દી ફિલ્મો કરતા સાઉથની ફિલ્મો વધારે લોકપ્રિય થાય છે અને બોક્સ ઓફિસ પર વધારે વકરો કરે છે. તેમની બાહુબલી જેવી ફિલ્મ હિન્દી ફિલ્મના સર્જકો બનાવવાની હિંમત નથી કરતા. આથી તેમના માટે અહીં પણ તક વધારે છે.

--------------------------

રોહિતશેટ્ટી - ૮ ફિલ્મો

ચેન્નઇ એક્સપ્રેસ - રૂ. ૨૨૬.૭૦ કરોડ

ગોલમાલ અગેઇન - રૂ. ૨૦૮ કરોડ

સિમ્બા - રૂ. ૧૯૬.૮૦ કરોડ

દિલવાલે - રૂ. ૧૪૮ કરોડ

સિંઘમ રીટર્ન્સ - રૂ. ૧૩૨ કરોડ

ગોલમાલ થ્રી - રૂ. ૧૦૬ કરોડ

બોલ બચ્ચન - રૂ. ૧૦૩ કરોડ

સિંઘમ - રૂ. ૧૦૦ કરોડ

તે એકમાત્ર એવા ફિલ્મસર્જક છે જેમણે રૂ. ૧૦૦ કે તેનાથી વધારે કરોડનો વકરો કર્યો હોય તેવી સૌથી વધારે આઠ ફ્લ્મિો આપી છે. મનોરંજકકૌટુંબિક ફિલ્મો બનાવવા માટે જાણીતા રોહિત શેટ્ટી જાણે છે કે દર્શકોને કેવી ફિલ્મો જોઇએ છે.

--------------------------

કબીરખાન - ૩ ફિલ્મો

બજરંગી ભાઇજાન - રૂ. ૩૨૦.૩૪ કરોડ

એક થા ટાઇગર - રૂ. ૧૯૮ કરોડ

ટ્યૂબલાઇટ - રૂ. ૧૨૦ કરોડ

દસ્તાવેજી ફિલ્મોથી શરૂઆત કરનાર કબીર ખાન એકદમ સંવેદનશીલ ફિલ્મો બનાવવા માટે જાણીતા છે. ‘કાબુલ એક્સપ્રેસ’ અને ‘ન્યૂ યૉક’ જેવી તેમની ફિલ્મો કમર્શિયલ મનોરંજક હતી. તેમણે સલમાન ખાન સાથે ત્રણ ફિલ્મો કરી તેનો ઇતિહાસ તો બધાને ખબર છે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

0Hd0e8b
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com