19-February-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
બૉલીવૂડના ગ્રહો છે ખરાબ

વિશેષ-રિદ્ધિ પટેલરાજ કપૂર, નર્ગીસ દત્ત, રાજેશ ખન્ના, વિનોદ ખન્ના, મુમતાઝ, આદર્શ શ્રીવાસ્તવ, મનિષા કોઇરાલા,અનુરાગ બાસુ જેવા ઘણા ફિલ્મી સિતારાઓના જીવનમાં કેન્સર જેવી જીવલેણ બીમારીએ પ્રવેશ કર્યો હતો, તેમાંથી અમુક લોકો આ જીવન અને મૃત્યુની લડાઇમાં જતી ગયાં અને કોઇ હારી ગયાં હતાં.

છેલ્લા અમુક સમયથી બૉલીવૂડમાં આ બીમારીએ કબજો જમાવી લીધો હોય એવું લાગી રહ્યું છે. ઇરફાન ખાન, નફીસા અલી અને સોનાલી બેન્દ્રે બાદ ઘણા અન્ય સિતારાઓને આ બીમારી થઇ હોવાનું જાણવામાં આવ્યું હતું.

બૉલીવૂડના એવગ્રીન ડિસ્કો ડાન્સર ગણાતા મિથુન ચક્રવર્તીને પણ કેન્સરની બીમારી થઇ હોવાથી લૉસ એન્જલેસમાં સારવાર કરાવી રહ્યા હોવાની વાત સામે આવતાં તેમના ચાહકોને આંચકો લાગ્યો હતો. તેમની બગડતી તબિયતને લીધે ઘણી ફિલ્મોની ઓફરને નકારી હતી. ગયા વર્ષે પણ તેઓ ટીવીમાં કે પછી ફિલ્મોમાં આવ્યા નહોતા અને દીકરાના લગ્નને પણ ખૂબ જ સાદાઇથી અને સાધારણ રીતે પતાવ્યા હતાં. હાલમાં મિથુનદા પોતાના પરિવાર સાથે અમેરિકામાં સમય વીતાવી રહ્યાં છે અને તબિયતમાં ધીરે ધીરે સુધારો થઇ રહ્યો હોવાની ખબર મળી હતી. ટૂંક સમયમાં તેઓ ઘરવાપસી કરશે એવા પણ સમાચાર મળ્યાં હતાં.

ઇમરાન ખાન અને શ્રુતિ હાસન સ્ટારર ‘લક’માં મિથુને એક એક્શન સીન કરતી વખતે ગંભીર ઇજા પહોંચી હતી. તે દરમિયાન સારવાર લેતા ઠીક તો થયું હતું પણ આ કેન્સરની બીમારી સાથે ફરી એક વાર એ ઇજા શરૂ થઇ રહી હોવાની ફરિયાદ મિથુને કરી હતી.

રિતિક રોશનના પિતા રાકેશ રોશનને પણ ગળાનું કેન્સર થયાની ખબર પોતે રિતિકે સોશિયલ મીડિયાના માધ્યમથી આપી હતી અને કહ્યું હતું કે મારા પિતા એક ફાઇટર છે. પરિવારમાં આવા લીડર હોય તો તમામ સભ્યોમાં હિમ્મત આવી જાય છે. સર્જરીના દિવસે પણ તેમણે જીમમાં આવવાનું છોડ્યું નહોતું. પહેલા સ્ટેજનું કેન્સર હોવાથી સમયસર તેનું નિદાન થઇ શક્યું એ વાતની ખુશી રિતીકને છે. અગાઉ રિતીકની બહેનને પણ ગર્ભાશયનું કેન્સર થયું હતું, પણ સમયસર સારવાર મળી હોવાથી તે હાલમાં એકદમ સ્વસ્થ છે.

આવા પ્રકારના કેન્સર જો વ્યક્તિ વધુ પડતા દારૂ અને સિગરેટનું સેવન કરે ત્યારે થાય છે. તેમ જ પૌષ્ટિક ખોરાક પર ઓછું ધ્યાન આપવાને લીધે આવી બીમારીઓને આમંત્રણ અપાય છે, જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે.

રિષી કપૂરના ભાઇ રણધીર કપૂરે પણ રિષીની બીમારી વિશે ખુલાસો કરતાં કહ્યું હતું કે રિષીને ત્રીજા સ્ટેજનું કેન્સર છે અને તે પોતાની બીમારીનું નિદાન કરવા માટે ન્યૂયોર્ક ગયો છે. જોકે, રિષીએ આ વાતની પુષ્ટિ કરી નથી. રણબીર કે નીતુ કપૂરે પણ આ અંગે મીડિયાને કોઇ જાણકારી આપી નથી.

કલાકારોમાં વધી રહેલી કેન્સરનીઘાતર બીમારીનું કારણ આ ગ્લેમરસ દુનિયા પણ હોઇ શકે છે. કલાકારો આ દુનિયામાં તરબોળ થઇને સ્વાસ્થ્ય સાથે બેદરકારી કરે છે. મદ્યપાન તેમ જ તંબાકુ અને સિગરેટવું વધુ પડતું સેવન કરવાથી આવી જીવલેણ બીમારી થાય છે. તેમાં અમુક લોકો લડી જાય છે અને અમુક લોકો હારી જાય છે. જીવનમાં અણધારી ઘટનાઓ તો બનતી જ રહે છે. તેથી આપણે સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને જીવનને જીવવું જરૂરી છે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

Ey8T168
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com