19-July-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
તો આ કલાકારોના હસ્તમેળાપ થશે!

હાઈલાઈટ-કૃષ્ણા રાઠોડતમે વિચારતાં હશો કે દીપિકા-રણવીર અને પ્રિયંકા-નિક બાદ કયા કલાકારો આ વર્ષે લગ્નના બંધનમાં બંધાશે? તો અમે તમારી માટે એવી ખબરો લાવ્યા છીએ જેથી તમને જાણ થઇ જશે કે તમારા મનપસંદ કલાકારો ક્યારે અગ્નિની સાક્ષીએ ફેરા લેવાના છે.

----------------------

સલમાન ખાન-યુલિયા વંટૂર

આ વર્ષની શરૂઆત એક એવી ખબર સાથે થઇ છે જે સાંભળીને તમને ખુશી પણ થશે અને સાથે આશ્ર્ચર્ય પણ! જી હા, બૉલીવૂડના દબંગ ખાન સલમાન ખાને પોતાના લગ્નની ઘોષણા કરી હોવાની વાત સામે આવતાં તેના ચાહકોમાં બમણી ખુશીનું વાતાવરણ છે. લગ્નની વાતોને હંમેશાં ટાળી રહેલો આ સુપરસ્ટાર તેની રોમાનિયન પ્રેમિકા યુલિયા વંટૂર સાથે લગ્નના બંધને બંધાશે. એવું અમે નહીં પણ પોતે સલમાને એક કાર્યક્રમ દરમિયાન કહ્યું હતું. છેલ્લા કેટલાય વર્ષોથી સલમાનના લગ્નની રાહ જોઇ રહેલા તેના ચાહકો અને પરિવારજનોને હવે ખુશખબર મળી ગયાં છે. આ વર્ષે ભાઇજાને તેના પરિવાર અને યુલિયા સાથે નવા વર્ષની ઉજવણી ગોવામાં કરી હતી. તેમ જ સલમાનના જન્મદિનના દિવસે પણ યુલિયા કેક કાપતી વખતે તેના પડખે જ ઉભી હતી.

ઘણા સમય બાદ ખબર પડી હતી કે કેમ સલમાન આટલા વર્ષો સુધી લગ્નના નામે ભાગતો હતો. વર્ષો પહેલા કાળિયારનો શિકાર કર્યો હોવાથી ચાલી રહેલા કેસમાંથી જ્યારે છુટકારો મળશે ત્યારે તે લગ્ન વિશે વિચારશે એવા સોગંધ તેણે પોતાની જાતને આપ્યાં હતાં. યુલિયાને આ વાતની જાણ થઇ તો તે સલમાન માટે રાહ જોવા તૈયાર થઇ ગઇ હતી. અંતે ગયા વર્ષે તેને આ કેસમાંથી છુટકારો મળ્યો હતો અને નવા વર્ષની નવી શરૂઆતના અવસરે સલમાને તેના અને યુલિયાના પ્રેમસંબંધોને જાહેર કર્યા હતાં અને લગ્ન કરવાની વાત કહી હતી.

---------------------

વરુણ ધવન-નતાશા દલાલ

જો પ્રેમ સાચા દિલથી કરેલો હોય તો તે ગમે તે પરિસ્થિતિ હોય તમારો સાથ આપે જ છે. જ્યારે વરુણ ધવન બૉલીવૂડમાં આવ્યો નહોતો ત્યારથી નતાશા તેના પ્રેમમાં છે. પહેલા તો વરુણ પાસે ફક્ત પિતાએ કમાવેલી સંપત્તિ હતી, પણ હવે આટલી હિટ અને બ્લૉકબસ્ટર ફિલ્મો આપીને પૂરી દુનિયા સમક્ષ પોતાને સાબિત કરી બતાવ્યો છે. છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી લગ્નની સિઝનમાં વરુણનું નામ પણ જોડાઇ ગયું છે. જી હા, વરુણ અને નતાશા લાંબા સમયના પ્રણય સંબંધો બાદ સત્તાવાર રીતે જીવનભર સાથે રહેવા જઇ રહ્યા છે.

ફિલ્મી સૂત્રો દ્વારા મળેલી માહિતી અનુસાર નતાશા અને વરુણના પરિવારજનો તેમના લગ્નની તૈયારીઓ કરી રહ્યા છે. આ વર્ષના નવેમ્બર મહિનામાં વરુણ અને નતાશા પ્રભુતામાં પગલાં માંડવા જઇ રહ્યા છે. જોકે, વરુણ કે નતાશાએ આ અંગે કોઇ વાત કરી નથી, પણ તેમની કંકોત્રીનો તેમના ચાહકોને ઇંતેજાર રહેેશે.

-----------------------

ફરહાન અખ્તર-શિબાની દાંડેકર

બૉલીવૂડનો મલ્ટિટેલેન્ટેડ સિંગર-લેખક-દિગ્દર્શક અને અભિનેતા ફરહાન અખ્તર અને સિંગર-અભિનેતી-એન્કર અને મોડેલ એવી શિવાની દાંડેકર પણ છેલ્લા અમુક સમયથી એકબીજાના પ્રેમમાં છે એવું જાણવા મળ્યું હતું. ગયા વર્ષે ઘણી વાર બંનેને એક સાથે કેમેરામાં કેદ કરાયા હતાં. જોકે, ફરહાન આ વર્ષના માર્ચ અથવા એપ્રિલ મહિનામાં લગ્ન કરશે એવી ખબરો આવી રહી છે.

તમને જણાવી દઇએ કે ફરહાને આ પહેલા પણ વર્ષ ૨૦૦૦માં અધૂના ભાબાની સાથે લગ્ન કર્યા હતાં. આ બંને દંપતીને બે દીકરીઓ છે શાક્યા અને અકીરા. વર્ષ ૨૦૧૬માં અમુક કારણોસર ફરહાને અધૂના સાથે છુટાછેડા લઇ લીધા હતાં. જોકે, શીબાની ફરહાનની દીકરીઓના જીવનમાં રસ લેતી હોવાથી ફરહાને લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો. શીબાની પણ આ નિર્ણયથી ખુશ છે એવું તેણે કહ્યું હતું.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

m6p4e0
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com