19-July-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
દીપિકાનું પત્તું કપાઇ ગયું, આલિયા ઝળકશે

મિર્ચ મસાલા-તાપસી પટેલ



બૉલીવૂડના દિગ્ગજ ફિલ્મસર્જક સંજય લીલા ભણસાલી તેમના આગામી પ્રોજેક્ટને લઇને બહુ ચર્ચામાં છે. ભણસાલીની પાછલી ફિલ્મ ‘પદ્માવત’ને લઇને જે વિવાદ થયેલો, ફિલ્મને એટલી જ વધારે સફળતા મળી. બૉલીવૂડની ભાગ્યે જ કોઇ એવી હિરોઇન હશે જે ભણસાલી સાથે કામ કરવા નહીં માગતી હોય. હવે એવી ખબર છે કે ભણસાલી બૉલીવૂડના બે સુપરસ્ટાર સલમાન ખાન અને શાહરુખ ખાનને લઇને ફિલ્મ બનાવવાના છે. તેમાં લીડ એકટ્રેસ કોણ હશે તે જાણીને તમે ચોંકી જશો. ભણસાલી તેમની ફેવરિટ હિરોઇન દીપિકાને તેમાં નથી લેવાના પણ આલિયા ભટ્ટને લેવાના છે! આમ, આલિયા ભટ્ટના નસીબ હવે વધારે ખૂલશે. દીપિકાને સફળ હિરોઇન બનાવવામાં ભણસાલીનો મોટો ફાળો છે. આથી દીપિકાએ પણ ભણસાલી સાથે ચોથી ફિલ્મમાં કામ કરવા માટે રસ દાખવ્યો હતો, પણ હવે તેની સ્પર્ધામાં આલિયા આવી ગઇ છે, કારણ કે ભણસાલી દીપિકાને છોડીને હવે આલિયાને તેમની ફિલ્મમાં લેવા માગે છે.

હવે ભણસાલી દીપિકાને છોડીને બીજી નવી હિરોઇન સાથે કામ કરવા માગે છે. આથી તેઓ આલિયા ભટ્ટને પોતાની ફિલ્મમાં લેવા ઉત્સુક છે. તે અત્યારે બૉલીવૂડ પર રાજ કરી રહી છે અને ‘રાઝી’માં તેને બહુ સારી પ્રશંસા અને સફળતા મળી હોવાથી તેને લેવાનું તે વિચારી રહ્યા છે.

બીજી બાજુ દીપિકાએ લગ્ન પછી ‘છપાક’ ફિલ્મ સાઇન કરી છે, જેનું દિગ્દર્શન મેઘના ગુલઝાર કરવાની છે. તો આલિયા પાસે ‘કલંક’ અને ‘બ્રહ્માસ્ત્ર’ ફિલ્મો છે. તે રણવીર સાથે ‘ગલી બૉય’માં પણ જોવા મળશે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

648p0d
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com