18-April-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
સોનાક્ષી માટે ‘કલંક’ પણ શુકન બની

અભિનેત્રીસોનાક્ષી સિંહાએ મલ્ટી સ્ટારર ફિલ્મ ‘કલંક’નું શૂટિંગ પૂરું કરી લીધું છે અને તેને આ ફિલ્મ કરવાની બહુ મજા આવી તેમ તે કહે છે. સોનાક્ષી સિંહાએ ટ્વિટ કર્યું હતું કે આ તો વર્ષની શરૂઆત છે અને એક નવી ફિલ્મનું શૂટિંગ પૂરું થયું. આ ફિલ્મ તમને દેખાડવા બહુ ઉત્સુક છું. મારાથી રાહ નથી જોવાતી.

અભિષેક બર્મન દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘કલંક’ આ વર્ષે ૧૯ એપ્રિલે રિલીઝ થશે. તેમાં આલિયા ભટ્ટ, સંજય દત્ત, વરુણ ધવન, માધુરી દીક્ષિત નેને અને આદિત્ય રૉય કપૂર જેવા કલાકારો મુખ્ય ભૂમિકામાં છે. કરણ જોહર, સાજિદ નડિયાદવાલા, હીરુ યશ જોહર અને અપૂર્વ મહેતા દ્વારા આ ફિલ્મનું નિર્માણ થઇ રહ્યું છે.

ફોક્સ સ્ટાર સ્ટુડિયો પણ આ ફિલ્મ સાથે જોડાયેલો છે. તાજેતરમાં સોનાક્ષીએ આ ફિલ્મનું શૂટિંગ ભોપાલમાં પૂરું કર્યું હતું. તેણે ત્યાંની પોતાની તસવીરો પણ શેર કરી હતી. આમ, આ વર્ષની શરૂઆત સોનાક્ષી માટે સારી રહી છે. આગળ જોઇએ તેનું નસીબ કેટલું ચમકે છે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

071H4532
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com