14-October-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
ખિલાડીયોંકે ખિલાડી

ફિલ્મી બાતેં-આશકા શાહ૨૦૧૮માં બૉલીવૂડના સુપરસ્ટાર્સ ખાસ કશું ઊકાળી નથી શક્યા. સલમાનખાનની ‘રેસ-થ્રી’ હોય કે પછી આમિર ખાન-અમિતાભની ‘ઠગ્સ ઑફ હિન્દોસ્તાં’, શાહરૂખખાનની ‘ઝીરો’ હોય કે પછી અક્ષયકુમારની ‘પેડમેન’ કે ‘ગોલ્ડ’ હોય.

આ બધી ફિલ્મોએ બૉક્સ ઓફિસની દૃષ્ટિએ જોઇએ એટલું સારું પ્રદર્શન નથી કર્યું. જોકે, ૨૦૧૯માં કેટલીક નાવિન્યપૂર્ણ તથા રસપ્રદ ફિલ્મો આવી રહી છે એટલે સમગ્ર ફિલ્મ જગત હવે આ વર્ષ તરફ મીટ માંડીને બેઠું છે. આ વર્ષે પ્રેક્ષકોને કંઇક હટીને જોવા મળે તેવી ફિલ્મો આવી રહી છે તેમાં કોણ મેદાન મારશેતે જોવું રસપ્રદ એટલા માટે બની રહેશે કે આ વર્ષે અક્ષયકુમારની ચાર ફિલ્મો રિલીઝ થાય તેવી શક્યતા છે. આમેય હવે અક્કી બૉલીવૂડમાં સૌથી વધુ ફિલ્મો કરનારો અભિનેતા બની ગયો છે. આથી બધાથી વધારે સફળતા પણ તેને જ મળે તેમાં કોઇ શક નથી, કારણ વર્ષની ચાર ફિલ્મોમાંથી બે તો સફળ થાય જ, જ્યાતે તેની સામે ખાનબંધુઓ આમિર, સલમાન અને શાહુરખ બહુ ફિલ્મો કરતા નથી. સલમાન ખાનએકથી વધારે કરે છે પણ તેના પર પણ હમણાં પનોતી લાગી છે. ગયા વર્ષે ત્રણેય ખાનની ફિલ્મો નિષ્ફળ ગઇ હતી. આથી આ વર્ષે સૌથી વધારે અક્ષયની ફિલ્મો આવશે. તેની સામે સલમાન ખાનની ‘ભારત’ ફિલ્મ આવવાની છે. આ ફિલ્મ પૂરી થવા આવી છે એટલે સલમાન પણ તરત જ બીજી ફિલ્મ શરૂ કરી દેશે. ખાસ કરીને તેની ‘દબંગ’ સિરિઝની ફિલ્મ શરૂ કરે તેવી વકી છે. જ્યારે શાહરુખ ખાનના હાથમાં ‘ડૉન થ્રી’, ‘ધૂમ ફોર’, ‘ઓપરેશન ખુકરી’ અને કરણ જોહરની એક ફિલ્મ છે. ‘ઝીરો’ ફિલ્મના ધબડકાને ભૂલીને શાહરૂખ હવે અવકાશવીર રાકેશ શર્માના પેંગડામાં પગ નાખશે. આ અવકાશવીર પર આધારિત બાયોપિક ‘સેલ્યુટ’નું શૂટિંગ ફેબ્રુઆરી ૨૦૧૯માં શરૂ થશે અને આ વર્ષના અંતમાં રજૂ થશે એવી આશા સેવાઇ રહી છે. આમાંથી કેટલી ફિલ્મો આ વર્ષે રજૂ થશે તે નક્કી નથી. જ્યારે અક્ષયની જેમ અજય દેવગણ પણ વિચારીને પણ એક કરતા વધુ ફિલ્મો વર્ષ દરમિયાન કરે છે. અત્યારે તેની પાસે ‘ટોટલ ધમાલ’, ‘તાનાજી - ધ અનસંગ વૉરિયર’, ‘ચાણક્ય’ ‘સત્સંગ’, ‘દે દે પ્યાર દે’ અને ‘સાડે સાતી’ ફિલ્મો છે. જેમાંથી કહેવાય છે કે મોટા ભાગની ફિલ્મો આ વર્ષે જ રિલીઝ થવાની છે.

આથી આ વર્ષે અક્કીની સ્પર્ધા શાહરુખ કે સલમાન સાથે નહીં પણ અજય દેવગણ સાથે થશે. બંનેવચ્ચે સફળતા અને આવકની દૃષ્ટિએ જબ્બર ટક્કર થશે.

--------------------------------

કેસરી

૨૦૧૯માં આવી રહેલી અક્ષયકુમારની આ પહેલી ફિલ્મ સારાગ્રાહી યુદ્ધમાં શહીદ થયેલા શીખ સૈનિકો પર આધારિત હશે. દેશદાઝ અને દેશભકિેતથી ભરપૂર આ ફિલ્મને પ્રેક્ષકોનો કેવો પ્રતિસાદ મળશે એ જેવું ઘણું રસપ્રદ રહેશે.

મિશન મંગલ

મંગળ ગ્રહ પરના ભારતના પહેલા મિશન પર આધારિત અક્ષયકુમાર અભિનીત ફિલ્મ ‘મિશન મંગલ’ ૧૫ ઓગસ્ટ ૨૦૧૯એ રજૂ થાય એવી વકી છે. આ ફિલ્મમાં અક્ષયકુમાર ઉપરાંત સોનાક્ષી સિંહા, તાપસી પન્નુ, વિદ્યા બાલન અને શર્મન જોષી પણ કામ કરી રહ્યાં છે.

ગુડ ન્યૂઝ

જુલાઇ ૨૦૧૯માં પ્રદર્શિત થનારી આ ફિલ્મમાં અક્ષયકુમાર અને કરીના કપૂર જોવા મળશે. ફિલ્મની વાર્તા સંતાન પ્રાપ્તિ માટે સખત પ્રયત્ન કરતાં પરિણીત યુગલ પર આધારિત છે.

હાઉસ ફૂલ-ફોર

આ ફિલ્મ પણ હાઉસ ફૂલ - થ્રીની કોમેડી સિક્વલ હશે. આગળની હાઉસ ફૂલ ફિલ્મો જે રીતે સફળ થઇ છે એ જોતાં આ ફિલ્મ પણ ૧૦૦ કરોડની ક્લબમાં પ્રવેશ મેળવી લે એવી આશા સેવાઇ રહી છે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

76w5371D
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com