14-October-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
કેટરિના જેવી ભૂલ નહીં કરું

ગપસપ-ઈશાની પટેલ



રણબીર કપૂર સાથેના સંબંધમાં આગળ વધેલી આલિયા ભટ્ટના હાથમાં આગામી વર્ષ દરમ્યાન ઢગલાબંધ ફિલ્મો છે. જોકે, તેના વ્યસ્ત શિડ્યુલમાંથી સમય કાઢીને રણબીર સાથે તે ક્વોલિટી ટાઇમ ગાળવા ઉત્સુક હોય છે, પરંતુ સાથે સાથે કેટરિનાએ રણબીર સાથેના સંબંધ સમયે જે ભૂલ કરી હતી એ દોહરાવવા નથી માગતી.

કેટરિનાએ રણબીર સાથેના પ્રેમસંબંધ દરમ્યાન પોતાની ફિલ્મી કારકિર્દીને પણ અભરાઇ પર ચઢાવી દીધી હતી તેના માઠા ફ્ળ આજે પણ તે ભોગવી રહી છે. આલિયા આમાંથી પાઠ શીખીને કેટરિનાની ભૂલનું પુનરાવર્તન ન થાય તેનું ધ્યાન રાખી રહી છે. આથી જ તે રણબીર સાથે તો સમય વીતાવે જ છે, પણ સાથે એક પછી એક ફિલ્મો કરતી રહે છે.

તાજેતરમાં આલિયા ભટ્ટના પિતા અને મશહૂર ફિલ્મ દિગ્દર્શક મહેશ ભટ્ટે પણ આ બેઉના સંબંધ પર મહોર મારતા જણાવ્યું હતું કે રણબીર કપૂર અને આલિયા બેઉ જણ એક બીજા માટે જ સર્જાયા છે.

આલિયા પોતાની કારકિર્દી સંભાળીને જ રણબીર સાથે સમય ગાળવા માગે છે. ૨૦૧૯માં આલિયા ઘણી વ્યસ્ત હશે. તેના હાથમાં કેટલાક મોટા પ્રોજેક્ટ છે. કરણ જોહરની ફિલ્મો ‘કલંક’ અને ‘તખ્ત’માં તે કામ કરી રહી છે. ઉપરાંત અયાન મુકરજીની ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’માં તો એ તેના રિયલ લાઇફ પ્રેમી રણબીર કપૂર સાથે જ કામ કરી રહી છે. આ ત્રણ ફિલ્મો ઉપરાંત તે ઝોયા અખ્તરની ફિલ્મ ‘ગલી બૉય’માં તાજેતરમાં જ પરણેલા રણવીરસિંહ સાથે મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

આલિયા તેના અંગત જીવન અને કારકિર્દી વચ્ચે સમતુલા જાળવીને કામ કરે એવી આ નવા વર્ષની તેને શુભેચ્છા.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

4557C0
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com