| પોઝિટિવિટીમાં માનતી દીપિકા |
|  કવર સ્ટોરી-અગસ્ત્ય પુજારા
ચળકતી આકર્ષક આંખો અને ડિમ્પલ ધરાવતું સ્મિત. દીપિકા પાદુકોણની આ બે વસ્તુ જુઓ એટલે તમારા મનમાંઆનંદ પ્રસરી જાય. તેની સુંદરતા આંખે ઉડીને વળગે તેવી છે. દેશની અગ્રણી મહિલાઓમાં તેનું સ્થાન છે. બૉલીવૂડમાં પણ તે અગ્રણી અભિનેત્રીઓમાંની એક છે અને રણવીર સિંહ સાથે લગ્ન થયા પછી તો તે હવે આસમાનમાં ઉડવા લાગી છે. લગ્ન પછી તેનો પ્રથમ જન્મદિવસ પણ તાજેતરમાં ગયો. અને હવે તે જાણે વધારે મેચ્યોર થઇ હોય તેમ જીવન વિશેની ફિલસૂફી પણ કરે છે. તેના વ્યક્તિત્વ, સુંદરતા, ફેશન, જીવન અંગેના કેટલાક વિચારો અહીં પ્રસ્તુત છે.
--------------------------
ક્યારેય નાસીપાસ નથી થતી
જીવનમાં કશું છોડી દેવું એ મારા સ્વભાવમાં નથી. મને નથી લાગ્યું કે ક્યારેય મને એવી લાગણી થઇ હોય. હું એ વાત પણ નથી નકારતી કે મને એવી લાગણી થાય છે. જીવનમાં એવી ઘણી ક્ષણો આવી છે જ્યારે હું પાછી પડી ગઇ હોઉં પણ ક્યારે હું નાસીપાસ નથી થઇ કે મારામાં નકારાત્મક વિચારો નથી આવ્યા.
------------------------
દિલના સંબંધો
રોમેન્ટિક સંબંધો બહુ ઘનિષ્ટ હોવા જોઇએ. તેમાં તમારે નેચરલ રહેવું જોઇએ. તે સંબંધ માટે તમારે સમય આપવો પડે અને વિચારવા માટે પણ સમય જોઇએ. તેની સુરક્ષા પણ થવી જોઇએ. સફળતાની કોઇ ફોર્મ્યુલા નથી હોતી સફળતા એક એવી વસ્તુ છે જેમાં તમે જે બનવા કે કરવા માગો છ તેની વાત હોય છે. નહીં તો મને નથી લાગતું કે તમે કોઇ કામમાં પ્રામાણિક બની શકો.
પોતાનામાટે સમય આપવો જોઇએ એક મહિલા તરીકે તમારે ઘણી જુદી જુદી ભૂમિકા ભજવવાની હોય છે. આથી ઘણી બાબતમાં તમારી સામે મુશ્કેલીઓ કે ખુશીની પળો આવતી હોય છે, પણ તમારા દરેક કામમાં તમારે પરફેક્ટ રહેવું જોઇએ. હું માનું છું કે તે મહત્ત્વનું છે કે તમારા માટે તમે સમય ફાળવો.
-------------------------
લોકોની કમેન્ટની પરવા નથી કરતી
આપણે હંમેશાં એક ડર લઇને જીવતા હોઇએ છીએ કે લોકો મારા માટે શું કહેશે કે અન્ય લોકોની અપેક્ષા પ્રમાણે પણ ન જીવવું જોઇએ. તમને જીવનમાં શું કમ્ફર્ટેબલ લાગે છે અને તમે કયા સ્તરે છો તે પ્રમાણે તમારા નિર્ણયો લેવા જોઇએ.
તમારા વિચારો મુજબ ચાલો તમને તમારી જાત પર વિશ્ર્વાસ હોવો જોઇએ. તમે જે કામ કરો છો તેના માટે તમને સારી અનુભૂતિ થવી જોઇએ. હુંકદ વિશે વાત કરવા નથી માગતી, પણ તમે દેખાવમાં મોટા હોવ કે પાતળા હોવ કે ઊંચા હોવ પણ તમારામાં એટલી એનર્જી તો હોવી જ જોઇએ કે તમારા આત્મવિશ્ર્વાસ સાથે કામ કરી શકો.
--------------------------
જીવનને સકારાત્મક લો
જીવનને દરેક વખતે પોઝિટિવલી લેવું જોઇએ. તેનાથી કામમાં કે જીવનમાં તમને સફળતા મેળવતા કોઇ રોકી નહીં શકે.
સ્પર્ધકબનો, પણ કેટલીક શરતો પણ પાળો મારા કામ બાબતે હું મારી જાતને મોટી સ્પર્ધક માનું છું. આનો અર્થ એ નથી કે કોઇ કલાકારની સાથે મારી મિત્રતા ન હોય. હું મારી મહેનતથી અને પ્રયાસોથી સફળતા મેળવું છું. કોઇનું કામ ખૂંચવીને કે કોઇને પાડીને નહીં. તેનાથી કંઇ સફળતા ન મળે. મારી કારકિર્દીમાં ક્યારેય મિત્રો હોય કે ન હોય તેનાથી ફરક નથી પડતો.
--------------------------
ફેશન તમારા વ્યક્તિત્વને અનુરૂપ હોવી જોઇએ
ફેશન કરો તો તમને શું સારું લાગે છે તે વિચારીને કરવી જોઇએ. લોકો ફેશનના મેગેઝિનો જોઇને તેને અનુસરે છે. તેમાં લેટેસ્ટ ટ્રેન્ડ હોય છે અને આગામી ઋતુમાં કેવા પ્રકારની ફેશન કરવી જોઇએ તે પણ જાણવા મળે છે, પણ અંતે તો તમારે તમારા વ્યક્તિત્વને અનુરૂપ જ લૂક બનાવવો જોઇએ. તમે કેવા વસ્ત્રો કે મેક-અપમાં સારા લાગો છો તેને જ અનુસરવું જોઇએ. |
|