25-April-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
‘ફનવર્લ્ડ’

વાચકોના રસ અને આગ્રહને કાયમ આદર આપતા આપના પ્રિય અખબાર ‘મુંબઇ સમાચાર’એ એક નવું નજરાણું ‘ફનવર્લ્ડ’ શરૂ કર્યું છે. ગમ્મત સાથે જ્ઞાન આપતા આ પાના પર વાચકોને મનોરંજન સાથે વિવિધ જાણકારી મળશે.

ભૂલભૂલૈયા સહિત પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.

વાચકોએ તેમના જવાબ ઇ-મેઇલથી

સોમવારે સાંજે ૬:૦૦ સુધી

મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ નીચે જણાવેલા મેઈલ પર મોકલવાના રહેશે.

-----------------------------

ફોટોક્વિઝ

ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ભૂતપૂર્વ કૅપ્ટન રહી ચૂકેલી આ મહિલા ખેલાડીનું નામ તમારે જણાવવાનું છે. ૧૯૯૫માં ન્યુ ઝીલેન્ડ સામે આ ખેલાડીએ પહેલી આંતરરાષ્ટ્રીય મૅચમાં ભાગ લીધો હતો અને ૧૨ ટેસ્ટ મેચ અને ૧૧૬ વન ડે મૅચ આ ખેલાડીએ રમી છે.

-------------------------

પેહચાન કૌન?

હાલમાં ભારતના વિદેશ ખાતાનો કારભાર મારા હસ્તક છે, ભૂતકાળમાં કેબિનેટમાં પણ મને સ્થાન આપવામાં આવ્યું હતું અને એટલું જ નહીં દિલ્હીની પહેલી મહિલા મુખ્ય પ્રધાન હોવાનું માન પણ મને મળ્યું છે. કહો હું કોણ?

-----------------------

ડાયલૉગબાજી

‘સકસેસ કે બારે મેં હંમેશાં વહી લોગ ક્યોં લેક્ચર દેતે હૈ જિન્હોને સક્સેસ કભી દેખી હી ના હો’ ૨૦૦૮માં આવેલી પ્રિયંકા ચોપ્રા, કંગના રણોટ સહિત અન્ય અભિનેત્રીઓએ કામ કર્યું હતું તમારે આ ફિલ્મનું નામ જણાવવાનું છે.

--------------------------

બધા કોયડાના સાચા જવાબ મોકલનારા વાચકોનાં નામ

ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોના નામ અહીં આપ્યા છે. અભિનંદન.

(૧) મંજુલા દુબલ (૨) જયેન્દ્ર શાહ (૩) નૂતન વિપીન (૪) નિખિલ બંગાળી (૫) ડૉ. પ્રકાશ કાટકિયા (૬) ભારતી કાટકિયા (૭) રસિકલાલ શાહ

(૮) જયશ્રી દુબલ (૯) પરેશ દુબલ (૧૦) અરુણકુમાર પરીખ (૧૧) નંદલાલ ગોઠી (૧૨) વૈભવ મહેતા (૧૩) શ્રદ્ધા આશર (૧૪) જ્યોતિ ખાંડવાલા (૧૫) ગીતેશ દુબલ (૧૬) જયશ્રી ગોરાડીયા (૧૭) ઝરણા ગાલા (૧૮) પુષ્પા પટેલ (૧૯) તહેર ઔરંગાબાદવાલા (૨૦) શીરીન ઔરંગાબાદવાલા

(૨૧) ભારતી ગાલા (૨૨) જ્યોતિ સંઘવી (૨૩) ઝૈની બાદશાહ (૨૪) અલકા વાણી (૨૫) જ્યોત્સના ગાંધી (૨૬) કિરીટ શાહ (૨૭) સુભાષ મોમાયા.

--------------------------

આપો જવાબ

૧) ૧૮૪૮માં પતિ સાથે મળીને પહેલી ક્ધયાશાળા કોણે શરૂ કરી હતી?

૨) ‘મૈં મેરી ઝાંસી કિસી કો નહીં દૂંગી’નો નારો કોણે આપ્યો હતો?

૩) શિવાજીની માતાનું નામ શું હતું?

૪) ભારતીય મહિલા રાજકારણી સોનિયા ગાંધીની દીકરીનું નામ શું છે?

૫) લિયો ટૉલ્સટોયની પત્ની કોણ હતાં?

------------------------

ગયા ગુરુવારના જવાબ

ૄ ફોટોક્વિઝ?: સાયના નેહવાલ

ૄ પેહચાન કૌન?: રઝિયા સુલ્તાન

ૄ ડાયલૉગબાજી: પિંક

ૄ આપો જવાબ: (૧) ઈંદિરા ગાંધી, (૨) ડૉ. આનંદીબાઈ જોષી,

(૩) કલ્પના ચાવલા, (૪) ચંદ્રમુખી બાસુ, (૫) મહારાણી દુર્ગાવતી.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

6738720
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com