25-April-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
પરફેક્ટ મૅકઅપ ટિપ્સ

પાર્ટી હોય કે લગ્ન, કોઈ પણ પ્રસંગે સેન્ટર ઓફ અટ્રેક્શન બનવાનું કોને ના ગમે રાઈટ? આજે આપણે વાત કરીશું એવી મૅકઅપ ટિપ્સની કે જેને અપનાવીને તમે બધાની નજરોની દાદ મેળવી શકો છો.

પસંદગી પરફેક્ટ ફાઉન્ડેશનની

મોટાભાગની મહિલાઓ ફાઉન્ડેશનની પસંદગી કરવામાં જ ભૂલ કરી બેસે છે અને આખા મૅકઅપની મજા મરી જાય છે. તમારા સ્કીન ટૉનને મૅચ કરતા ફાઉન્ડેશનની પસંદગી એ ખૂબ જ મહત્ત્વની છે. હાથનો સ્કીન ટૉન અને ચહેરાનો સ્કીન ટૉન અલગ હોય છે એટલે ફાઉન્ડેશન ચહેરા પર લગાવીને ટ્રાય કરી લો. સુંદર દેખાવવા માટે માત્ર ચહેરા પર જ ફોકસ કરવાનું એકદમ અયોગ્ય છે. ચહેરાની સાથે સાથે હાથ અને ગળા પર પણ ફાઉન્ડેશન લગાવો આને કારણે તમારો સ્કીન ટૉન એક જેવો લાગશે.

બ્લેન્ડ કરવામાં રાખો સાવચેતી

ઘણી વખત આપણે બ્લશ, ઘણું બધું ફાઉન્ડેશન અને હાઈલાઈટર તો લગાવી લઈએ છીએ, પણ તેને બરાબર ઍપ્લાઈ નથી કરતા, જેને કારણે ચહેરા પર ધબ્બા ધબ્બા લાગે છે. આવું ના થાય એ માટે સારી રીતે બ્લેન્ડ કરવું આવશ્યક છે. તમે શું પહેરવાના છો એ કપડાંને અનુરૂપ મૅકઅપ કરો. ડ્રેસને ધ્યાનમાં લઈને જ ચહેરાના કયા ભાગને હાઈલાઈટ કરવો જોઈએ તે નક્કી કરી લો.

આઈબ્રોને પરફૅક્ટ શૅપ આપો

મૅકઅપ પ્રોડક્ટ ચહેરાની સુંદરતા વધારવાનું કામ કરે જ છે, પણ તેની સાથે સાથે જ કેટલીક અન્ય બાબતોનું ધ્યાન આપવું પણ આવશ્યક છે. જેમાંથી મહત્ત્વનું છે આઈબ્રો. સમય સમય પર આઈબ્રો કરાવતા રહેવું જોઈએ અને હૅવી લૂક માટે પૅન્સિલનો ઉપયોગ પણ કરી શકો છો.

મોઈશ્ર્ચરાઈઝનો ઉપયોગ

મૅકઅપ હેવી હોય કે લાઈટ જો તમે મોઈશ્ર્ચરાઈઝરનો ઉપયોગ નથી કર્યો તો પરફૅક્ટ લૂક મળવો મુશ્કેલ છે. સૌથી પહેલી અને મોટી સાઈડ ઈફેક્ટ તો એ છે કે આને કારણે મૅકઅપ લાંબો સમય સુધી નહીં ટકે. જો મૅકઅપને લાંબો સમય સુધી ટકાવવો હોય તો ચોક્કસ જ મોઈશ્ર્ચરાઈઝરનો

ઉપયોગ કરો.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

24W22EW
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com