29-May-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
ભારતીયો ટ્રેન છોડશે, વિમાન પકડશે

ફોકસ-વિજય કપૂર૨૦૧૯નુંવર્ષ દેશ માટે ઘણી બધી રીતે મહત્ત્વપૂર્ણ થવાનું છે, જેમાં એક મોટું કારણ એ છે કે દેશના હવાઇ ઉડ્ડયન ક્ષેત્રમાંબહુ મહત્ત્વપૂર્ણ બદલાવ આવવાના છે. હા, એક જમાનો હતો જ્યારેલોકો રેલવેમાં જ પ્રવાસ કરતાં, વિમાનમાં પ્રવાસ કરવો એ એક સપનાં જેવું હતું. અને એ જમાનો એટલે બહુ પહેલાની વાત નથી, પણ ૧૯૭૦-’૮૦ના દાયકા સુધી હવાઇ યાત્રા કરવી એક વાર્તા જેવું લાગતું. હવાઇ જહાજમાં બેસીએ ત્યારે કોઇ સપનું જોઇ રહ્યા હોય તેવો રોમાંચ થતો, પણ પછી નવી આર્થિક નીતિઓ આવ્યા બાદ હવાઇ ઉડ્ડયનમાં વધારો થયો, પણ એટલો નહીં કે તેને ખુલી આંખોથી ચારે તરફ મહેસૂસ કરી શકાય. પણ ૨૧મી સદીના પહેલા દાયકાની વચમાં પહોંચતા પહોંચતા હવાઇ ઉડ્ડયનને એવી પાંખો આવી ગઇ કે માની નથી શકાતું કે આ દેશમાં ૨૦ વર્ષ પહેલાં સુધી એક કરોડ હવાઇ યાત્રી પણ દર વર્ષે નહોતા થતાં ત્યાં આજે ૨૦ કરોડનીસંખ્યા પણ પાછળ રહી ગઇ છે.

અગાઉ વિમાન પ્રવાસના ભાવ ભારતીયોને નહોતા પોસાતા, પણ હવે તો મધ્યમ વર્ગના લોકો પણ વિમાનમાં પ્રવાસ કરતા થઇ ગયા છે અને તેમને પોસાય તેટલું વિમાન ભાડું પણ સસ્તું હોય છે. જેની સામે રેલવે પ્રશાસન પણ સાબદું બન્યું છે. રેલવે પાછળ ન રહી જાય તે માટે તે દર વર્ષે પ્રવાસીઓ માટે નવી નવી સુવિધાઓ લાવે છે. ભારતીય રેલવે એશિયામાં સૌથી મોટું રેલ નેટવર્ક ધરાવે છે અને વિશ્ર્વમાં સૌથી મોટું રેલ નેટવર્ક ધરાવનારમાંની એક છે. અત્યારે ભારતમાં ૧૨,૬૧૭ પ્રવાસી ટ્રેનો રોજની દોડે છે અને ૨.૩ કરોડ પ્રવાસીઓ રોજ રેલવે પ્રવાસ કરે છે. આ જોતાં અત્યારે ભારતમાં પ્રવાસન ઉદ્યોગ બહુ ફૂલ્યો-ફાલ્યો છે તેમ કહી શકાય. રેલવેના આ આંકડા જોઇએ તો આટલો મોટો હોવા સામે હવાઇ પ્રવાસ પણ એટલી જ ઝડપથી વધી રહ્યો છે. આથી તેની સામે રેલવેને ટકાવી રાખવા સરકાર આગામી પાંચ વર્ષમાં રેલવેમાં ૩,૩૦૦૦૦ કરોડનું રોકાણ કરવાની છે અને માળખાકીય સુવિધાઓ વધારવા યુરોપની ટ્રેન ક્ધટ્રોલ સિસ્ટમ (ઇટીસીએસ) લાવશેજેના કારણે ભારતીય રેલવે વિશ્ર્વમાં ત્રીજા નંબરનું સૌથી મોટું રેલ નેટવર્ક બને તેવી શક્યતા છે.

હાલની કેન્દ્ર સરકાર પર ભલે કેટલીયે જાતના આંકડાઓને રજૂ કરવામાં હોશિયારી મારતા હોવાનો આરોપ લાગતો હોય, પણ આ સરકારે હવાઇ ઉડ્ડયનના સંદર્ભમાં ખરેખર ચમત્કાર જેવું કરી દીધું છે. ગયા વર્ષે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સિક્કિમના હવાઇ મથકનું ઉદ્ઘાટન કર્યું જે સિક્કિમનું પહેલું અને દેશનું ૧૦૦મું હવાઇ મથક બન્યું.

વડા પ્રધાન મોદીએ જોકે, આ તકનો લાભ લઇને કોંગ્રેસની ભૂતપૂર્વ સરકાર પર ટોણાં મારવાનું ચૂક્યા નહોતા. તેમણે કહ્યું હતું કે પાછલી સરકારે ૬૭ વર્ષમાં ૬૫ હવાઇ મથક બનાવ્યા હતા, જ્યારે અમે ફક્ત સવાચાર વર્ષમાં ૩૫ એરપોર્ટ બનાવી દીધા.

૨૦૧૯માં હવાઇ મથકોની સંખ્યામાં હવે ભલે વધારો ન થાય, પણ હવાઇ યાત્રીઓની સંખ્યામાં આ વર્ષ ઇતિહાસ રચશે. આમ પણ છેલ્લાં પાંચ વર્ષમાં સતત દેશની હવાઇ પ્રવાસીઓની સંખ્યામાં વર્ષે ૧૫થી ૧૭ ટકાનો વધારો થઇ રહ્યો છે અને એવો અંદાજો છે કે ૨૦૧૯માં આની સંખ્યા વધીને ૨૦થી ૨૫ ટકાની વચ્ચે આવશે, કેમ કે આ વર્ષે દેશના રાજનૈતિક લોકો જ મોટા પાયે હવાઇ યાત્રા કરશે એટલું જ નહીં, બલ્કે એવું અનુમાન પણ છે કે કેટલાયે વર્ષો પછી અર્થવ્યવસ્થામાં ચમક દેખાઇ રહી છે અને બજારમાં રોકડ વ્યવહારની વૃદ્ધિ પણ વધારે થઇ રહી છે. આથી જો આ વર્ષે હવાઇ યાત્રીઓની સંખ્યા ૨૧ કરોડના આંકડાને સ્પર્શે તો તેમાં કોઇ આશ્ર્ચર્ય નહીં થાય.

૨૦૧૫ના વર્ષમાં દેશની હવાઇ યાત્રીઓની સંખ્યા ૧૧ કરોડની હતી, તે હિસાબે જોઇએ તો આ સંખ્યા કોઇ ચમત્કારથી ઓછી નથી, જે ફક્ત પાંચ વર્ષમાં હવાઇ યાત્રીઓની સંખ્યા બેગણી વધારે થવાની શક્યતા વર્તાવી રહી છે. પણ આ ઉદ્યોગના મનસૂબા તો કંઇક બીજા જ છે. ઉડ્ડયન ઉદ્યોગનું માનવું છે કે આગામી ૨૦ વર્ષમાં હિન્દુસ્તાનમાં હવાઇ યાત્રીઓની સંખ્યા વધીને ૧૦૦ કરોડની થઇ જશે. પાછલા નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી જયંત સિંહાનું માનવું હતું કે આગામી દસ વર્ષમાં જ હવાઇ યાત્રીઓની સંખ્યા વધીને ૧૦૦ કરોડ સુધી પહોંચી જશે. પણ અત્યારે તો જે તેજ ગતિથી ભારતમાં હવાઇ યાત્રીઓની સંખ્યા વધી રહી છે તેનાથી ભલે રેલવે ઉદ્યોગ પર બોજ બહુ ઓછો ના થયો હોય, પણ એ તો ખબર પડે જ છે કે દેશમાં હાલના વર્ષોમાં લોકોની ખરીદશક્તિ તો વધી જ છે.

૨૦૧૯ના વર્ષે ફક્ત પોતાના વધી ગયેલા પ્રવાસીઓને કારણે જ ઉડ્ડયન ક્ષેત્ર મહત્ત્વપૂર્ણ ક્ષેત્રોમાંનું એક નહીં હોય, પણ એટલા માટે પણ મહત્ત્વપૂર્ણ બની રહેશે કે આ વર્ષે આ ક્ષેત્રમાં બે લાખથી વધારે નોકરીઓ પૂરી પડાશે. આમ, લાખો લોકોને રોજગારી મળશે. ખાસ વાત એ પણ છે કે ઉડ્ડયન ક્ષેત્ર દેશમાં સૌથી વધારે નોકરી આપનારું ક્ષેત્ર છે.

ઇન્ડસ્ટ્રીના આંકડા મુજબ પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે ઉડ્ડયન ઉદ્યોગદેશમાં ૭૫ લાખ લોકોને રોજગારી આપે છે. છેલ્લાં કેટલાક વર્ષોથી આ ક્ષેત્રમાં રોકાણ ઓછું થઇ રહ્યું હતું, પણ પ્રવાસીઓ વધી રહ્યા હતા. પણ ૨૦૧૯માં આ ક્ષેત્રમાં મોટા પાયે નોકરીઓ નીકળશે તેવી આશા છે કેમ કે એવો અંદાજો છે કે આ વર્ષે આ ક્ષેત્રમાં એક લાખ કરોડ રૂપિયાથી વધારેનું રોકાણ થવાનું છે, જેનાથી આ ક્ષેત્રમાં બે લાખથી વધારે પ્રત્યક્ષ અને નિર્ણાયક અધિકારીઓની નોકરી ઊભી થશે. જ્યારે ૩ લાખથી વધારે સહાયકો માટે નોકરીઓ નીકળશે. અપ્રત્યક્ષ નોકરીઓ આ કુલ નોકરીઓથી બે ગણી વધારે થઇ શકે છે.

૨૦૧૯નું વર્ષ હવાઇ ઉડ્ડયનની દૃષ્ટિએ એટલા માટે પણ બહુ મહત્ત્વપૂર્ણ વર્ષ છે, કેમ કે આ વર્ષે વિવિધ સરકારી અને બિનસરકારી ઉડ્ડયન કંપનીઓ ૩૦૦થી વધારે હવાઇ જહાજ પહેલા છ મહિનામાં જ ખરીદવાની યોજનાને અંતિમ રૂપ આપી ચૂકી છે. આ પણ આ ક્ષેત્રમાં આ વર્ષે થનારું બહુ મોટું રોકાણ છે, જે પાછલા કેટલાયે વર્ષોથી થવાનું બાકી હતું.

વાસ્તવમાં ભારતમાં હવાઇ યાત્રીઓની સંખ્યા ભલે જેટલી તેજીથી વધી રહી હોય, પણ હજુ પણ ભારતમાં હવાઇ પ્રવાસીઓ બહુ ઝડપી વધવાની શક્યતા છે, કેમ કે હિન્દુસ્તાનની આબાદી એક અબજ ૩૫ કરોડની આસપાસ છે અને અત્યારે આ પૂરી આબાદીનો એક ટકો પણ નિયમિત હવાઇ યાત્રા નથી કરતા, કેમ કે એવું માનવામાં આવી રહ્યું છે કે દેશમાં ફક્ત ૮૦ લાખથી એક કરોડ લોકો જ નિયમિત હવાઇ પ્રવાસ કરે છે અને તેમની આખા વર્ષમાં ૮થી ૧૦ યાત્રા કે ફેરા આપણા કુલ હવાઇ પ્રવાસીઓની સંખ્યામાં બહુ મોટો હિસ્સો છે.

ઇન્ડસ્ટ્રીનું અનુમાન છે કે આગામી ૨૦ વર્ષમાં ૫૦ કરોડ નિયમિત હવાઇ યાત્રી ઊભા થશે, જે સરેરાશ વર્ષમાં બે પ્રવાસ વિમાનમાં કરશે. આ રીતે દેશને ઓછામાં ઓછા ૧૦૦ કરોડ યાત્રી દર વર્ષે મળશે. આ રીતે ૨૦૧૯ના વર્ષે હવાઇ ઉડ્ડયનના ક્ષેત્રથી દેશને બહુ આશાઓ છે. જોકે, ફક્ત આશાઓથી હવાઇ જહાજોમાં ખાલી બેઠકો ભરાઇ નથી જતી, પણ આ ક્ષેત્રથી મોટા પાયે નોકરીઓ ઉપલબ્ધ થવાની આશા હવાઇ યાત્રાથી વધારે રોમાંચક છે. આથી હવામાં ઉડવાનો જે રેકોર્ડ તૂટશે તેનાથી નોકરીઓ ઉપલબ્ધ થવાનો નવો રેકોર્ડ પણ બનશે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

V6dg20
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com