18-February-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
પ્રાચીન અને ઉપયોગી વૃક્ષ દેવદાર

આપણા કલ્યાણ મિત્રો-ડૉ. અશોક એસ. કોઠારીઆપણે બરફાચ્છાદિત પહાડોની ગોદમાં વસેલા સુંદર શહેર કાલ્પા વિષે અને ત્યાંના કેટલાંક સુંદર વૃક્ષો વિષે જાણ્યું. કાલ્પા ગામમાં અને આજુબાજુ હિમાલયમાં જાત જાતનાં વૃક્ષો જોવા મળે છે. આપણે બ્લુપાઈન, ચીરપાઈન, ચીલગોઝા પાઈન વગેરે વિષે જાણ્યું. આજે કેટલાંક બીજાં વૃક્ષો વિષે જાણીયે.

----------------------------

અખરોટનું વૃક્ષ

આ વૃક્ષનું અંગ્રેજી નામ વોલનટ ટ્રી છે. જગલાન્સ તરીકે પણ ઓળખાય છે. કાશ્મીરનું કલાકારીવાળું રાચરચીલું અને કાષ્ઠકામની કળાકૃતિઓ આ લાકડામાંથી બનાવવામાં આવે છે. વિશ્ર્વમાં સૌથી વધુ વૃક્ષો કેલિફોર્નિયામાં છે, તે સિવાય ઈરાન, ફ્રાંસ, ઈટાલી, ચીન, હિંદુસ્તાન, તૂર્કસ્તાન, રુમાનિયા, યુગોસ્લાવિયામાં અખરોટ પાકે છે, આપણે ત્યાં જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં અખરોટનાં વૃક્ષો છે. આ વૃક્ષ ૫૦’થી ૧૦૦’ ઊંચું થાય છે અને મોટા ઘેરાવાવાળું હોય છે. કાલ્પામાં હૉટેલની બારીમાંથી અખરોટનું મોટું વૃક્ષ દેખાતું હતું. પત્તાં સંયુક્ત અને લાંબા હોય છે. એક સળી ઉપર ૨૦થી ૨૩ પત્તાં લાગેલાં હોય છે. પત્તાં લીલાંછમ હોય છે. પાનખરમાં પીળો રંગ ધારણ કરે છે અને પછી ખરી જાય છે. ત્યાર પછી નવાં પર્ણો ફૂટે છે. ફળ લીલા રંગનાં હોય છે. તેનું બહારનું આવરણ ફાટી અખરોટનાં કથ્થાઈ રંગનાં ફળ બહાર પડે છે. બહારનું કડક કોચલું તોડી ખાઈ શકાય છે.

---------------------------

જરદાળુ (આશિભજ્ઞિ)ં

કાલ્પાની હૉટલમાં પ્રવેશ્યા ત્યારે જરદાળુનો આસવ આપવામાં આવ્યો હતો. કાલ્પામાં ફરતાં ફરતાં પણ મકાનોનાં છાપરાં ઉપર સૂકવેલાં જરદાળુ જોવા મળતાં હતાં. આ વૃક્ષ નાનકડું હોય છે. પત્તાં લાંબાં અને છેડેથી અણીદાર હોય છે. પીળાં કેસરી ફળોનું બહારનું નરમ આવરણ સ્વાદિષ્ટ હોય છે. અંદરના કડક કોચલાને ફોડી નાનકડી બદામ ખાઈ શકાય છે. તેનો બદામની જગ્યાએ પણ ઉપયોગ થાય છે.

---------------------------

દેવદાર

આ વૃક્ષનું સંસ્કૃત નામ દેવદારૂ છે. હિમાલયન સેડાર તરીકે પણ જાણીતું છે. શાસ્ત્રીય નામ ઈયમિુત મયજ્ઞમફફિ છે. પાઈન કુટુંબનું એક સભ્ય છે. પશ્ર્ચિમ હિમાલયા, પૂર્વીય અફઘાનિસ્તાન, ઉત્તરીય પાકિસ્તાન, જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, તિબેટ, નેપાળના પશ્ર્ચિમ ભાગમાં પથરાયેલાં છે. ૧૫૦૦થી ૩૨૦૦ મીટર (૪૯૨૧’ થી ૧૦૪૯૯’)ની ઊંચાઈના પ્રદેશોમાં રહેલાં છે. ચિરહરિત અને શંકુ આકારનાં વૃક્ષો છે. ૪૦થી ૫૦ મીટર (૧૩૪’થી ૧૬૪’)ની ઊંચાઈ સુધી વધે છે. ૬૦ મીટર ઊંચા અને પ્રાચીન વૃક્ષો બુદ્ધ મંદિર (મહાબોધિ મંદિર)ની પાછળ આવેલાં છે. પાંદડાં સળી કે સોય જેવાં હોય છે. ૨.૫ થી ૬ સે.મીટર લાંબાં હોય છે. ૧ મિ.મીટરની જાડાઈ હોય છે. ૨૦થી ૩૦ની થોકડીમાં જાણે કે બંધાયેલાં હોય છે. રંગે ચળકતાં લીલાં કે વાદળી પડતાં લીલાં હોય છે. વૃક્ષ ઉપર સ્ત્રી અને પુરુષ કોન હોય છે. સ્ત્રી કોન કે ફળ નાનકડાં ઢોલક કે દારૂનાં પીપડા આકારનાં હોય છે. ૭થી ૧૩ સે.મીટર લાંબા અને ૫થી ૯ સે.મીટર પહોળાં હોય છે. તેમાંથી પાંખિયાં બીજ બહાર પડે છે. પુરુષ કોન ૪થી ૬ સે.મીટર લાંબું હોય છે.

કાશ્મીરમાં શિકારા કે હાઉસબોટ બનાવવામાં દેવદારનું લાકડું વપરાય છે. થડના મધ્યના લાકડામાંથી તેલ કાઢવામાં આવે છે. તે જંતુનાશક હોવાથી ઘોડા અને ઢોરઢાંખરના પગમાં ચોપડવામાં આવે છે. દેવદારના લાકડામાં પણ કીટાણુનાશક ગુણ હોવાથી કુન્નુર, શિમલા અને કુલુમાં આ લાકડાનાં મકાનોમાં માંસ અને ધાનનો સંગ્રહ કરવામાં આવે છે. આ લાકડામાંથી અગરબત્તી પણ બને છે. પ્રાચીન ગ્રંથોમાં દેવદારનાં વનોનો ઉલ્લેખ થયો છે. શિવની ઉપાસના કરતા સંતપુરુષો દેવદારનાં જંગલોમાં રહેતા હતા. પુરાણોમાં દારૂવનનો ઉલ્લેખ છે જે દેવદારના વન હતાં. દેવદાર પાકિસ્તાનનું રાષ્ટ્રીય વૃક્ષ છે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

54fo4x
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com