21-August-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
ઢોસો ખાવ તો સમજી-વિચારીને ખાજા

આજકાલફક્ત મહિલાઓ જ નહીં, પણ પુરુષો પણ ડાયેટિંગ કરે છે. શરીરને ફીટ રાખવું કે મસલ્સ બનાવવા અને ડાએટ કરવું એ પુરુષો માટે પણ જરૂરી બની ગયું છે. ખાસ કરીને મહિલાઓ પોતાનું વજન સમતોલ રાખવા કે ફીગરને શેપ આપવા માટે ઘણાપ્રયત્ન કરતી હોય છે. એક્સરસાઇઝ, યોગા અને ડાએટ એમની લાઇફસ્ટાઇલ હોય છે. આમછતાંય લોકો જંક ફૂડ તો ખાય જ છે. રોજ ઘરમાં કે બહાર મનપસંદ વાનગીઓ ખાવી દરેક ભારતીયની ટેવ તો હોય જ છે, પણ જેટલું બહાર ખાવ એટલું પછી ડાએટ કરી લેવાનું એ પણ એક ચલણ છે. જંક ફૂડ ખાવું આજના સમયમાં લોકો માટે બહુ જરૂરી બની ગયું છે. વહેલા ઘરેથી નીકળી ગયા હોવ કે ઓફિસમાં ટિફિન નથી લઇ ગયા તો ચાલો ઢોંસા -ઇડલી ખાવા. બર્થ ડે પાટી હોય કે એનિવર્સરી, હોટેલમાં પાર્ટી. બહાર લટાર મારવા નીકળ્યા છીએ તો વડા પાંવ ખાઇ લઇએ. આમ, જંક ફૂડનો આજે જમાનો છે. આમ છતાંય શારીરિક તંદુરસ્તી જાળવવા જે લોકો ખાય છે પણ અને ડાએટ પણ કરે છે તેના માટે એક વાત જાણી લેવી જરૂરી છે. દરેક લોકો ખાસ કરીને સાઉથની ફેવરિટ ડિશ ઢોંસો તો ખાય જ છે. તે દરેક લોકોની ભારતમાં પ્રિય વાનગી છે. ઢોંસો ખાવ એટલે પેટ ભરાઇ જાય. પછી બીજી વખત કંઇ ખાવાની જરૂર ન પડે. પણ તમને એ ખબર છે કે આ ઢોંસામાં કેટલી કેલરી હોય છે અને તે ખાવો હિતાવહ છે કે નહીં? તો અમે તમને જણાવીએકે તમને આખા દિવસમાં જેટલી કેલરીની જરૂર હોય છે તેની અડધી કેલરી ફક્ત એક ઢોંસામાંથી મળી રહે છે. આથી તમે જો રોજ ઢોંસો ખાશો તો તે સ્વાસ્થ્ય માટે નુકશાનકારક છે એવું એક રીસર્ચમાં પુરવાર થયું છે. વધુ પડતી કેલરી શરીરને નુકશાન કરે છે. બેંગલુરુમાં વેચાતા એક ઢોંસા પર રીસર્ચ કરવામાં આવ્યું તો તેમાંથી ૧૦૨૩ કેલરી હોવાનું જણાયું. સામાન્ય રીતે માણસને ફક્ત ૨૨૦૦ કેલરીની જરૂરત હોય છે. એક પ્રોફેસરના જણાવ્યા પ્રમાણે આપણા એક વખતના ભોજનમાં ફક્ત ૬૦૦ કેલરી જ હોવી જરૂરી છે. આમ, હવે જો તમારે કેલરી વધારવી ન હોય તો સમજી વિચારીને ઢોંસા અને અન્ય વાનગીઓ ખાજો.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

X7T3Y2
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com