19-July-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
જ્યારેમૃત્યુ દેખાયું...

સાંપ્રત-સુગત શ્રીવાસ્તવજીવન અને મરણ વચ્ચેનો ફેરો દરેક માનવી માટે લખાયેલો છે. માનવજીવન બહુ રહસ્યમય છે અને તે અંગે વિજ્ઞાનની દૃષ્ટિએ ઘણાં સંશોધનો પણ થાય છે. હિન્દુ ધર્મના ગ્રંથોમાં પણ તેના વિશે ઘણું લખાયું છે. મૃત્યુ પછી માનવી સ્વર્ગમાં જાય છે કે નર્કમાં તેના તર્ક પણ તેમાં કહેવાયા છે. વિજ્ઞાનીઓ તો હવે રોબોટ બનાવ્યા પછી નિર્જીવ પૂતળામાં માનવની જેમ જીવ નાંખીને તેનું જીવંત સર્જન કરીને ભગવાનનું કામ કરવાના પણ અભરખા સેવી રહ્યા છે. જોકે, તેમાં તેમને સફળતા મળશે કે નહીં તે તો કોને ખબર, પણ હવે તેઓ એ બાબતના સંશોધનમાં લાગી ગયા છે કે મૃત્યુ શું હોય છે? તે કેવી રીતે આવે છે અને તેની પહેલાં માણસને કેવો અનુભવ થાય છે? આ મુદ્દા પર તેઓ ઘણું સંશોધન કરી રહ્યા છે અને તેમાં તેમણે કરેલા સર્વેમાં ઘણી વાતો પણ જાણવા મળી છે. હજુ સુધી ચોક્કસપણે કોઇ તારણ પર તેઓ નથી આવ્યા, પણ એ રહસ્યનો તેઓ પર્દાફાશ કરવામાં લાગી ગયા છે.

માનવી મૃત્યુ પામતો હોય ત્યારે તેને શું અહેસાસ થાય છે? તેને કેવો અનુભવ થતો હોય છે? આ વિશે અનંત કથાઓ છે. તેમાં આધ્યાત્મિક, ધાર્મિક અને પારંપારિક વિચારો ઘણા બધા અને બહુ જુદા જુદા પ્રકારના છે, પણ વિજ્ઞાને પણ આ ક્ષેત્રમાં કંઇ ઓછું કામ નથી કર્યું. વિજ્ઞાન અનુસાર મૃત્યુ પૂર્વેનો અનુભવ એક મનોવૌજ્ઞાનિક ઘટના છે, જેના ખાસ વૈજ્ઞાનિક કારણો છે. લાંબા સમય સુધી કામ કર્યા પછી હવે વૈજ્ઞાનિકોએ એવો દાવો કર્યો છે કે તેઓ લગભગ તે રહસ્ય અંગે જાણી શકવાની બહુ નજીક છે. આખરે મૃત્યુ પહેલા થનારા અહેસાસની વૈજ્ઞાનિક સચ્ચાઇ શું છે?

તંત્ર વિજ્ઞાનીઓ કહે છે કે મૃત્યુ પહેલા મૂળ બે રીતના અનુભવ થાય છે. પહેલો એ હોય છે જે મગજની ડાબી બાજુના ભાગ સાથે સંબંધ ધરાવે છે. તે માનવીને એવો અનુભવ કરાવે છે કે જાણે તે ઉડતો હોય એવું લાગે છે અને સમયની ધારણાથી તે અહેસાસ થાય છે. લોકોને લાગે છે કે તે શરીરથી જુદો થઇ ગયો છે અને હવામાં ભળી ગયો છે. બીજી સ્થિતિ એ હોય છે જે મગજના જમણા હિસ્સા સાથે સંબંધિત હોય છે, તેમાં તેઓ મૃત લોકો સાથે મુલાકાત કરતા હોય કે તેમનેતેમના અવાજો સંભળાય છે તથા સંગીત વાગતું હોવાનો અહેસાસ થાય છે. આબધું કેવી રીતે થાય છે? તો તેમાં મગજના કેટલોક ભાગ બીજા ભાગની કાર્ય કુશળતા સાથે મળીને જુદા જુદા પ્રકારના અનુભવોને જન્મ આપે છે. મનુષ્યનું માથું પણ તેમાં ખાસ ભૂમિકા નિભાવે છે. આ ભાગ સ્મૃતિ અને સંવેદના નક્કી કરે છે અને તે અદ્ભુત અનુભૂતિને જન્મ આપે છે. અનોખી સંવેદનાઓ જગાવે છે અને બુઝાઇન જાય તેવી અનુભૂતિ જગાડે છે.

વાસ્તવમાં વિજ્ઞાનની એક નવી શાખા વિકસિત થઇ ચૂકી છે, જે મૃત્યુની નજીક પહોંચી ચૂકેલી વ્યક્તિઓનું અધ્યયન કરે છે. તેની સાથે જોડાયેલા વૈજ્ઞાનિકો એ જાણવાનો પ્રયાસ કરે છે કે મૃત્યુ આવવાને આરે હોય ત્યારે તેની જાણ થતાં તેને કેવી અનુભૂતિ થાય છે? મૃત્યુ સંબંધી આવા તથ્યોનું અધ્યયન કરીને વૈજ્ઞાનિકો તેની અંદર સુધી પહોંચીને તર્કનો વિકાસ કરે તેને વિજ્ઞાનની ભાષામાં ‘થેનેટોલોજી’ કહેવાય છે. આ શબ્દ ગ્રીક છે અને તે ભાષામાં ‘થેનેટૉસ’નો અર્થ થાય છે મૃત્યુ.

થેનેટોલોજીના કેટલાક સંશોધકો કહે છે કે સામાન્ય માણસને એ જાણીને આશ્ર્ચર્ય થઇ શકે છે કે મૃત્યુ પૂર્વે થનારા અનુભવોના સર્વેક્ષણમાં એજાણવા મળ્યું છે કે લગભગ દર ત્રીજી વ્યક્તિના મૃત્યુ પૂર્વેના અનુભવો લગભગ મળતા આવે છે. મોટા ભાગે એવો અનુભવ વધારે થાય છે કે તેઓ તેમના શરીરની બહાર નીકળી ગયા હોય તેવું લાગે છે. તેને ‘આઉટ ઑફ બૉડી એક્સપીરીયન્સ’ કહેવાય છે. કેટલાક લોકો એક ધૂંધળા વાતાવરણમાં જતા હોવાનો અનુભવ થયાનું કહે છે તો ઘણા બધા લોકો એક ચમકદાર શ્ર્વેત પ્રકાશ, જે એક લાંબી સુરંગમાં જતો હોય તેવું તેમને દેખાય છે એવું કહે છે તોકેટલાકને એમ લાગે છે કે તેઓ અંધારામાંથી પસાર થઇ રહ્યા છે. કેટલાકને તેમાં મૃત કુટુંબીજનો મળે છે તો કેટલાકને પાલતુ પ્રિય જાનવરો પણ. હિન્દુ લોકોની મુલાકાત યમરાજ સાથે થાય છે તો ઇસાઇ લોકો ઇસાને મળે છે. બૌદ્ધ લોકોને મહાત્મા બુદ્ધ દેખાય છે તો બાળકો તેમના પ્રિય મિત્રો અને શિક્ષકોને મળે છે.

વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર વ્યક્તિ જે વાતાવરણમાં મોટી થઇ હોય, તેનો ધર્મ અને ધાર્મિક માન્યતાઓ હોય તે મૃત્યુ નજીક આવી રહ્યું હોય ત્યારે તેના અનુભવો પર અસર કરે છે. એક મોટી ઉંમરની વ્યક્તિ જ્યારે મૃત્યુ પૂર્વેની અવસ્થાનો અનુભવ કરે છે તો તેમાં મૃત્યુનો ભય, સામાજિક અને ધાર્મિક માન્યતાઓ, આસ્થાઓ બહુ મહત્ત્વ ધરાવે છે. કોઇ બાળક કેકિશોર એવો અનુભવ નથી કરતા, જેના માટે મૃત્યુ અને પુનર્જન્મની ધારણા બહુ સ્પષ્ટ નથી હોતી. તેમને પણ કંઇક એવા જ અનુભવો થાય છે જે કોઇ વયસ્કને જ થઇ શકે છે. મનુષ્યને તેમના મૃત્યુની નજીક હોવાનો અહેસાસ થાય છે ત્યારે મોટા ભાગે તેનો અનુભવ સકારાત્મક હોય છે અને પરમ શાંતિની અવસ્થાતેનામાં જન્મે છે. ત્યારે મૃત્યુ સંબંધી કેટલીયે જાતની ઉલઝનો અને ચિંતાને દૂર કરતી શાંતિ તેમનામાં પ્રવેશે છે. વિશેષજ્ઞોનું કહેવું છે કે કેટલીક વખત આ વિવરણ નકારાત્મક પણ હોય છે, જેમ કે નરકની સ્થિતિનું ચિત્રણ વગેરે, તો મોટા ભાગે બહુ સામાન્ય ઘટના પણ દેખાય છે.

વૈજ્ઞાનિકોકહે છે મોટા ભાગના લોકો કહે છે કે તેઓ એક સુરંગમાંથી પસાર થઇ રહ્યા છે એવું દેખાય છે. તે પુનર્જન્મ અને ગર્ભનાળની ધારણા સાથે સંબંધિત છે. મૃત્યુ સમયે સુખ કે આનંદ મહેસૂસ કરવાનું કારણ એન્ડોર્ફિનનો સ્ત્રાવ વધારે થવાનું પણ છે. તેનાથી મનુષ્ય રાહત મહેસૂસ કરે છે અને તેનું ગમનતેને આનંદદાયક અને પીડારહિત લાગે છે. કેટલીક નિશ્ર્ચેત વ્યક્તિ પણ મૃત્યુ પૂર્વેનાઅનુભવ આપી શકે છે. કેટલાકનું કહેવું છે કે વૃક્ષો પાસેથી પ્રાપ્ત થતું એક કેટામાઇન જેવું રસાયણ, જેનાથી સાઇકેડેલિક દવાઓ બનાવવામાં આવે છે તેનાથી પણ આઉટ ઑફ બૉડીનોઅનુભવ મળી શકે છે. જ્યારે મગજમાં ઑક્સિજન ઓછો પહોંચવા લાગે છે ત્યારે પણ એવી જ વિભ્રમની સ્થિતિ ઉત્પન્ન થાય છે અને તેના જેવો જ અનુભવ થાય છે. સૌથી ચર્ચિત સિદ્ધાંત છે કે મૃત્યુ પહેલા મસ્તિષ્ક મરવા લાગે છે અને તે દશામાં આ રીતના અનુભવ જન્મ લે છે.

ક્રિટિકલ કેર અને રીસર્ચના ડિરેક્ટર ડૉક્ટર સેમ પાર્નિયા તેમની ટીમ સાથે એ શોધવાના પ્રયત્નો કરી રહ્યા છે કે આખરે મગજ મરી કેવી રીતે જાય છે? કેટલીયે વાર જ્યારે મનુષ્ય અસહ્ય શારીરિક વેદનાથી પીડાતો હોય છે કે માનસિક રૂપે પરેશાન થાય છે ત્યારે પણ તેને એ રીતના અનુભવ થઇશકે છે. હૃદયરોગનો હુમલો આવે કે પછી મગજમાં ઘાતક ઇજા થાય તો પણ એવું જ થાય છે. શરીરમાં લોહી બહુ ઓછું હોય તો અથવા ગંભીર ધ્યાનાવસ્થામાં પણ આ સ્થિતિનો અનુભવ થઇ શકે છે. વૈજ્ઞાનિકોએ એ જાણવાનો પ્રયાસ કર્યો કે મૃત્યુ મગજ સુધી કેવી રીતે પહોંચી શકે છે? તો પાંચ વર્ષ પહેલા અમેરિકન વૈજ્ઞાનિકોએ એવી સ્થિતિ ઉંદરના મગજની અંદર વિદ્યુત દ્વારા સંકેતોને પકડવાનો પ્રયાસ કર્યો જેના પરીક્ષણમાં એ જાણવા મળ્યું કે મૃત્યુની કેટલીક ક્ષણ પહેલા ઉંદરના મગજમાં મોટા પ્રમાણમાં ઉથલ-પાથલ શરૂ થઇ જાય છે.

વૈજ્ઞાનિકોને એ પણ જાણવા મળ્યું કે મગજની અંદર એબનોર્મલ ઇલેક્ટ્રીકલ બિહેવિયરનું ખાસ કારણ હોય છે. અમેરિકા અને બ્રિટનની ૧૭ સંસ્થાનોના સહયોગીઓ સાથે મળીને ૨૦૦૦ લોકોને થયેલા આવાઅનુભવો પર અધ્યયન કરવામાં આવ્યું છે. થેનેટૉલોજી વિજ્ઞાનના આ પક્ષે હવે વૈજ્ઞાનિકો ગૂઢ રીતે સંશોધન કરવા લાગી ગાય છે. કેટલીયે ઘટનાઓના વિશ્ર્લેષણ કરીને વૈજ્ઞાનિકો એ નિષ્કર્ષ પર પહોંચી રહ્યા છે કે મૃત્યુ જીવનનો અંત નથી. આ રીતે એક નહીં અનેક વૈજ્ઞાનિક સિદ્ધાંતો છે. આ બધા સિદ્ધાંતો ધાર્મિક માન્યતાઓને ધ્વસ્ત કરે છે. ઘણા લોકો મૃત્યુ પૂર્વે આભાસોને કોરી કલ્પના માને છે, પણ વૈજ્ઞાનિક ધારણાઓ જ્યારે એકસાથે મળશે ત્યારે આ રહસ્ય પરથી પડદો ઉઠી જશે અને તે દિવસો હવે દૂર નથી.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

mW60W73
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com