18-April-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
મંગા રાની છે શિક્ષકો માટે મિસાલ

બાળકોતેમની સમજ અને ઉંમર પ્રમાણે બધું શીખતા હોય છે. કેટલાક બાળકોને દરેક વસ્તુ જલદી સમજમાં આવી જાય છે તો કેટલાકને તે જ બાબત સમજવામાં બહુ મુશ્કેલી પણ પડે છે. આવી બાબતોને ધ્યાનમાં રાખીને આંધ્ર પ્રદેશમાં એક શિક્ષિકા ઑડિયો વિઝ્યુઅલ માધ્યમના સહારે બાળકોને રમૂજી અંદાજમાં શીખવવાની અને સમજાવવાની કોશિશ કરે છે. તે બધા જ વિડિયો સ્માર્ટફોન પર શૂટ કરીને પોતે બનાવે છે અને પોતે જ એડિટ કરે છે. તેના વિડિયો દેશભરના લોકો જુએ છે. એટલું જ નહીં, પણ દેશના કેટલાયે ભાગમાંથી શિક્ષકોએ તેનો સંપર્ક કરીને તે કામ માટે તેને અભિનંદન પણ આપે છે. દરેક બાળકની પોતાની ક્ષમતા અને પ્રતિભા હોય છે, પણ આપણી શિક્ષણ પદ્ધતિ કંઇક એવી છે કે અહીં બધા જ બાળકોને એક જ રીતે ભણાવવાની કોશિશ થાય છે, જેના પરિણામે સકારાત્મક કામ નથી થતું અને બાળકોને જોઇએ તેવું શિક્ષણ નથી મળતું. આશિક્ષિકા છે રાજમંદી નજીક આવેલા મુરારી ગામમાં રહેતી એમ. મંગા રાની. મંગા રાનીના યુટ્યૂબ ચેનલ પર ૪૪,૦૦૦ સબસ્ક્રાઇબર છે. તેણે કમ્પ્યુટર સાયન્સમાં ગ્રેજ્યુએશન કર્યું છે. જેના પછી તેણે શિક્ષણ જગતમાં પ્રવેશ કર્યો. તેણે સૌથી પહેલા પોતાની જ સ્કૂલના બાળકોને સમજાવવા માટે વિડિયોનો સહારો લીધો. તે કહે છે, ‘નવા બાળકોને તેલુગુ શીખવામાં બહુ મુશ્કેલી પડતી હતી. તે મુશ્કેલીને સરળ બનાવવા માટે મેં આ માધ્યમનો સહારો લીધો.’

આગળ વાત કરતા તે જણાવે છે, વિદ્યાર્થીઓને ભણાવવાની રીત એવી હોવી જોઇએ જેનાથી બાળકો બધી વસ્તુ સરળતાથી સમજી શકે અને તેમનું મન ભણવામાં લાગે. મેં જે પ્રકારના વિડિયો બનાવ્યા છે તેમાં દરેક વાતને કવિતાની જેમ સમજાવવાનો પ્રયાસ કર્યો છે. તેનાથી બાળકોનું મન ભણવામાં લાગેલું રહે છે. તેણે ૨૦૧૨માં આ યુટ્યૂબ ચેનલની શરૂઆત કરી હતી જેને હવે સાત વર્ષ પૂરાં થઇ ગયા છે. મંગા રાની જેવી શિક્ષક આજના સમયમાં અસલી હીરો છે, જે પોતાના કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળીને નિર્ધન બાળકોને ભણાવવા માટે પ્રેરિત કરે છે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

302Q7a3
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com