31-May-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
ભારતમાંસૌથી વધુ ઇ-કચરો મુંબઈમાં

નયનતારાકાળા માથાના માનવીએ પોતાના પ્રયાસો અને મહેનતથી ઘણું બધું હાંસલ કર્યું છે અને મેળવ્યું છે એમાં શંકાને કોઈ જ સ્થાન નથી, પણ આમાં ઘણી વખત એવો ભ્રમ થઈ જાય છે કે તેણે ઈશ્ર્વરને મ્હાત આપી દીધી છે. પણ આ બધા વચ્ચે એક સચ્ચાઈ એ છે કે માણસે ભલે તેના પ્રયાસો અને ઉત્સુકતા, કલ્પના શક્તિને કારણે જેટલું મેળવ્યું છે એનાથી અનેક ગણું તે ગુમાવી રહ્યો છે.

સાવ સીધી અને સરળ ભાષામાં કહેવાનું થાય તો આપણે કુદરતના તમામ જોખમોને જેટલા ઘટાડ્યા છે, એના કરતાં અનેક ગણા જોખમો વહોરી લીધા છે. એક રીતે ઈલેક્ટ્રોનિક ઉપકરણોએ આપણી દુનિયાને ધરમૂળથી બદલી નાખી છે, એટલું જ નહીં આ ઉપકરણોને કારણે આપણી જિંદગી મનોરંજનથી ભરપૂર અને ઝડપી થઈ ગઈ છે. જોકે હવે જોવાની વાત તો એ છે કે આપણી વ્યસ્તતાના મૂળમાં પણ ઈલેક્ટ્રોનિક ઉપકરણો જ છે. આ બધા વચ્ચે આશ્ર્ચર્યની વાત તો એ છે કે ઈલેક્ટ્રોનિક ઉપકરણોને કારણે આપણે આપણી રોજિંદી જિંદગીને જેટલી સરળ બનાવી છે એટલું જ મોટું જોખમ આપણે આપણી જાત અને સમગ્ર સમાજ માટે ઊભું કર્યું છે. ઈલેક્ટ્રોનિક ઉપકરણોએ આપણી પ્રગતિ અને વિકાસને પંખ જ નથી લગાવ્યા બલકે આપણી વિચારવાની અને સમજવાની શક્તિને પણ બદલી નાખી છે. પરંતુ આ જ ઈલેક્ટ્રોનિક ઉપકરણો હવે ઈ-કચરો બનીને આપણા માટે જોખમ બની રહ્યાં છે.

ઈ કચરો એક એવું જોખમ છે, જે આજથી દસ વર્ષ પહેલાં તો જરાય નહોતો દેખાતો પણ, છેલ્લાં પાંચ વર્ષ પહેલાં આ ઈ-કચરો દેખાવાની શરૂઆત થઈ અને આજે તેની ભયાનકતા જોઈને શરીરમાંથી ભયનું એક લખલખું પસાર થઈ જાય છે. જો ટૂંક સમયમાં જ આ ઈ-કચરા પર કાબૂ નહીં મેળવવામાં આવે તો એ દિવસ દૂર નથી કે આ ઈ-કચરો જ તમારી જિંદગીને કચરો બનાવી દેશે. આધુનિકતા અને વિજ્ઞાનનો ફાયદો તો બધા જ લોકો ઉઠાવવા માગે છે, પણ એના વપરાશ પ્રત્યે એેટલી જવાબદારી અને શિસ્ત હોવી આવશ્યક છે. કદાચ આ જ કારણ છે કે આપણા કરતાં વધુ ઈ-કચરો પેદા કરનારા યુરોપ અને અમેરિકા જેવા દેશો તો હજી સુરક્ષિત છે, કે પછી સુરક્ષિત રહી શકશે, પણ આપણે ત્યાં ઈ-કચરા અંગે નાગરિકોમાં અસંવેદનશીલતા અને લાપરવાહી જોવા મળી રહી છે. આ લાપરવાહી આપણને ક્યાંયના નહીં રહેવા દે. આ લાપરવાહી, અસંવેદનશીલતા અને સમાજ પ્રત્યેની આપણી ઉદાસીનતા આપણને ઈ-કચરાના એવા દલદલમાં ફેંકી દેશે જેમાંથી બહાર નીકળવાનું અઘરું થઈ પડશે. એટલું નહીં આ ઈ કચરો આપણા આરોગ્ય અને સુરક્ષિત ભવિષ્ય સામેે કેટલાય સવાલો ઉપસ્થિત કરશે.

ભારતમાં સૌથી વધુ કચરો મુંબઈમાંથી ઉત્પન્ન થાય છે અને આખા વર્ષ દરમિયાન એકલા મુંબઈમાંથી લગભગ ૪.૫ લાખ ટન ઈ-કચરો એકઠો થાય છે અને ત્યાર બાદ વારો આવે છે દેશની રાજધાની દિલ્હીનો. ૨૦૧૬-૧૭માં દિલ્હીમાં ઈ-કચરાનું પ્રમાણ ૮ લાખ ટન જેટલું હતું અને નિષ્ણાતોના જણાવ્યા અનુસાર આવનારા સમયમાં કદાચ આ પ્રમાણ વર્ષના પાંચ લાખ ટન જેટલું થઈ જવાની શક્યતા છે. જો ઈલેક્ટ્રોનિક ઉપકરણોનો ઉપયોગ કરનારાઓ જો ઈ-કચરાના નિકાલ વિશે અત્યારથી નહીં વિચારે તો દિલ્હીનેે ઈ-કચરાની બહુ મોટી કિંમત ચૂકવવી પડશે.

ઉલ્લેખનીય છે કે પહેલી મે, ૨૦૧૨થી રાજધાની દિલ્હીમાં ઈ-કચરા અધિનિયમ ૨૦૧૧ લાગુ કરવામાં આવ્યો છે પણ એ જ દિલ્હીના ૯૬ ટકા લોકોનો મોબાઈલ ફોન, જૂના મોનિટર, કમ્યુટર, લૅપટોપ એ માત્ર તેમના જ નહીં પણ તેમની આસપાસના લોકો માટે પણ જોખમી છે એની જાણ જ નથી. દિલ્હી જ નહીં પૂરા દેશમાં લાગુ કરવામાં આવેલા આ અધિનિયમ બાદ ઈ-કચકાનો નિકાલ હવે ઈલેક્ટ્રોનિક ઉત્પાદકની જવાબદારી બની જશે. અત્યાર સુધી ઈલેક્ટ્રોનિક કચરાનો સુરક્ષિત નિકાલ કરવાની જવાબદારીમાંથી ઉત્પાદકો હાથ પાછા ખેંચી લેતા હતા, જેને કારણે રાજધાની દિલ્હીના કેટલાક ખાસ વિસ્તારમાં ઈ-કચરો એકઠો થતો હતો અને અયોગ્ય રીતે તેનો નિકાલ કરવામાં આવતો હતો. દેશના પાટનગરમાં લગભગ૩૫,૦૦૦ લોકો આ રીતે ઈ-કચરો એકઠો કરે છે. ભારતના દરેક શહેર ઈ-કચરો પેદા કરે છે, પણ દિલ્હી આ બાબતે અન્ય શહેરો કરતાં વધુ અસુરક્ષિત છે, કારણ કે અહીં બીજા શહેરોનો ઈ-કચરો પણ આવે છે. આ રીતે દિલ્હીવાસીઓ પોતાના ઈ-કચરાને કારણે મુશ્કેલીનો સામનો કરી જ રહ્યા છે, પણ તેની સાથે સાથે બીજા શહેરોના ઈ-કચરાનો બોજો પણ ઉઠાવવો પડે છે.

ઈ-કચરામાંથી ઝેરી તત્ત્વો નીકળે છે જેવા કે પારો, કૅડિયમ, સિલિકોન, ઝિંક, કૉપર, ક્રૉમિયમ, સીસુ, નિકલ અને મૅગેનીઝનો સમાવેશ થાય છે. એટલે જ જૂના ઈલેક્ટ્રોનિક ઉત્પાદનોનો અયોગ્ય રીતે નિકાલ કરવાને કારણે લોકોને ખૂબ જ નુકસાન પહોંચે છે. આને કારણે કૅન્સર થવાની શક્યતા પણ રહેલી છે, એવું તારણ નિષ્ણાતો દ્વારા તારવવામાં આવ્યું હતું.

દિલ્હીમાં સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વયારમેન્ટ્સ દ્વારા થોડાક સમય પહેલાં જ એ જગ્યાઓ પર જઈને અધ્યયન કરવામાં આવ્યું હતું જ્યાં જૂના ઈલેક્ટ્રોનિક ઉપકરણોને બાળવામાં આવતા હતા. આવા વિસ્તારની આસપાસની હવા અને જમીનમાં ઝેરી તત્ત્વો જોવા મળ્યા હતા. એટલું જ નહીં આવા વિસ્તારમાં કામ કરનારા લોકોને કૅન્સર થવાનું જોખમ વધુ હતું. ઈ-કચરામાંથી નીકળનારા ઝેરી તત્ત્વો લીવર અને કિડની પર તો વિપરીત અસર કરે જ છે પણ તેની સાથે સાથે ઘણી વખત લકવાની અસર માટે પણ કારણભૂત બને છે.

ભંગારવાળા ઘરે ઘરે ફરીને આ ઈ-કરચો એકઠો કરે છે ત્યારે તેના માલિકોને આ ભંગારના બદલામાં અમુક રકમ ચૂકવે છે, પણ સરકારે ઈ-કચરા સંબંધિત બનાવેલા અધિનિયમમાં ઈ-કચરાના નિકાલની જવાબદારી તેના ઉત્પાદકો પર નાખી છે ત્યારે તેઓ આ કચરો લોકો પાસેથી ફ્રીમાં લેવા માગે છે અને આ પાછળનું કારણ આપતા કંપનીઓ એવું જણાવે છે કે ઈ-કચરાના નિકાલમાં સારી એવી રકમ ખર્ચાઈ જાય છે. પરંતુ આ કંપનીઓ કદાચ એ ભૂલી જાય છે કે જો મોટી કંપની તરીકે તેમને નુકસાન થઈ શકે છે તો એ લોકોનું શું થતું હશે કે જેઓ ઈ-કચરો ખરીદે પણ છે અને તેના બદલામાં પૈસા પણ આપે છે.

રૂ.૫૦૦૦ કરોડ કરતાં ઉપર પહોંચી ગયેલાં દિલ્હીના ઈ-કચરાનો કારોબાર કાયદો બની ગયા બાદ લોકો માટે સુરક્ષિત તો ત્યારે જ થશે કે જ્યારે લોકો જવાબદારીપૂર્વક વર્તશે અને ભવિષ્યની પેઢી પ્રત્યેની પોતાની જવાબદારીઓ પ્રત્યે સજાગ થશે, નહીં તો આપણી આ બેજવાબદારી અને લાપરવાહી આપણને નુકસાન પહોંચાડ્યા વિના નહીં રહે!

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

QvuI1g
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com