19-July-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
શિયાળામાં પુરુષોની દાઢીની સમસ્યા કેવી રીતે સૂલઝે?

વિશેષ-અનંત મામતોરા



શિયાળામાં વાળમાં ખોડો(ડેન્ડ્રફ)ની સમસ્યા વધી જાય છે. ઘણા પુરુષો આ દિવસોમાં દાઢી વધારતા હોય છે. આમાંથી શિયાળામાં ઘણા પુરુષો દાઢી કરતા જ નથી. ઠંડીથી બચવા કદાચ આવી પ્રથા શરૂ થઇ હશે. ઘણા પુરુષોને રોજેરોજ દાઢી કરવાનો સમય કે અનુકૂળતા મળતી નથી. આ લોકો પણ દાઢી વધારતા થઇ જાય છે. પછી મહિનામાં એક વાર ટ્રીમ કરાવી લે એટલે ચાલી જાય. પણ આ વધતી દાઢીમાં ખોડાની સમસ્યા પણ વધી શકે છે. દાઢી વધાર્યા બાદ કાળું ટી-શર્ટ પહેરી દાઢી ખંજવાળવી. જો અસંખ્ય સફેદ દાણા તેની પર પડતા દેખાય તો સમજવું કે ખોડો થયો છે. વૃદ્ધાવસ્થામાં આ દાણાનો રંગ પીળાશ પડતો હોય છે. ચાલો આપણે જાણીએ ખોડો કેમ થાય છે અને તેને કેવી રીતે દૂર કરી શકાય.

ચહેરા પર વાળમાં ભરાઇ જતાં સૂક્ષ્મ જંતુ જે ડેમોડેક્સ ફોલિક્યુલના નામે ઓળખાય છે એની વસતિ દાઢીના વાળમાં બહુ ઝડપથી વધવા લાગે છે. ગાલ પર વધતા આ જીવડાથી તમને એલર્જી પણ થઇ શકે છે,કારણ કે એ તમારા ગાલ પરની ચામડી પર નિર્ભર રહેતાં હોય છે.

જે પુરુષો દાઢી વધારતા હોય છે તેમનામાં ડેન્ડ્રફનું પ્રમાણ ઘણું વધી જતું જોવા મળ્યું છે માટે પુરુષો માટે ઉત્ત્ામ ઉપાય એ છે કે કલીન શેવ કરો.

જો દાઢી રાખવી જ હોય તો પછી બીજો વિકલ્પ છે ખાસ ડેન્ડ્રફને દૂર કરવા માટેના જ શેમ્પુનો વપરાશ શરૂ કરી દો. શેમ્પુ લગાડતી વખતે એક વાત ધ્યાનમાં રાખવી કે તેને દાઢીમાં લગાવી ઓછામાં ઓછા પાંચ મિનિટ રાખી મૂકો અને પછી પાણીથી ધૂઓ. આનાથી તમારી દાઢી તો સાફ થશે જ, સાથે તેની ચમક પણ વધશે. તમે એક અઠવાડિયામાં બે વાર આવી રીતે દાઢી ધોતા રહેશો તો ખોડાની સમસ્યાથી બચી શકશો અને ચહેરાની ચામડી પણ તાજી અને તંદુરસ્ત રહેશે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

wt12358f
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com