25-April-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
‘ફનવર્લ્ડ’

વાચકોના રસ અને આગ્રહને કાયમ આદર આપતા આપના પ્રિય અખબાર ‘મુંબઇ સમાચાર’એ એક નવું નજરાણું ‘ફનવર્લ્ડ’ શરૂ કર્યું છે. ગમ્મત સાથે જ્ઞાન આપતા આ પાના પર વાચકોને મનોરંજન સાથે વિવિધ જાણકારી મળશે.

ભૂલભૂલૈયા સહિત પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.

વાચકોએ તેમના જવાબ ઇ-મેઇલથી

શુક્રવાર સાંજે ૬:૦૦ સુધી

મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ નીચે જણાવેલા મેઈલ પર મોકલવાના રહેશે.

-------------------------

ફોટોક્વિઝ

આ તસવીર કોની છે એ તમારે જણાવવાનું છે. આ એક ભૂતપૂર્વ ભારતીય ખેલાડી હતા અને કોમેન્ટેટર પણ છે. હાલમાં તેઓ ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કૉચ પણ છે.

-------------------

પેહચાન કૌન?

ભારતીય ફિલ્ડ હૉકી ટીમનો હું ભૂતપૂર્વ કૅપ્ટન હતો, મારી ગણતરી ભારતના અને દુનિયાના શ્રેષ્ઠ ખેલાડીઓમાં થાય છે. ઓલિમ્પિક્સમાં ત્રણ વખત ગોલ્ડ મેડલ જીતનારો હું ભારતીય ખેલાડી છું અને મારા જન્મ દિવસની ઉજવણી ભારતમાં રાષ્ટ્રીય ખેલ દિવસ તરીકે કરવામાં આવે છે.

----------------------

ડાયલૉગબાજી

‘અરે ઓ સાંભા કિતને આદમી થે?’ ફિલ્મ ‘શોલે’નો આ ડાયલૉગ છે એ તો આપણે બધા જ જાણીએ છીએ, પણ હવે તમારે જણાવવાનું એ છે કે ફિલ્મમાં આ ડાયલૉગ કયા અભિનેતા બોલે છે?

-----------------------

બધા કોયડાના સાચા જવાબ મોકલનારા વાચકોનાં નામ

ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોના નામ અહીં આપ્યા છે. અભિનંદન.

(૧) નૂતન વિપીન (૨) સુભાષ મોમાયા (૩) નિખિલ બંગાળી (૪) શ્રદ્ધા આશર (૫) ડો. પ્રકાશ કાટકિયા (૬) ભારતી કાટકિયા

(૭) મનીષા (૮) ફાલ્ગુની શેઠ (૯) મંજુલા દુબલ (૧૦) જયશ્રી દુબલ (૧૧) પરેશ દુબલ (૧૨) દિનકર ચૌહાણ (૧૩) તહેર ઔરંગાબાદવાલા (૧૪) જ્યોતિ લાપસિયા (૧૫) હિમાંશુ લાપસિયા (૧૬) નીપા લાપસિયા (૧૭) પુષ્પા ખોના (૧૮) લજિતા ખોના (૧૯) ડાયના સોનટકે (૨૦) ચંદ્રકાંત દોશી (૨૧) પુષ્પા સુતરિયા (૨૨) વૈભવ મહેતા (૨૩) કિરીટ શાહ (૨૪) હુસૈન કલ્લાવાલા (૨૫) ભારતી ગાલા

(૨૬) મરિયમ કલ્લાવાલા (૨૭) બાનુ જામનગરવાલા (૨૮) રસિક જુઠાણી (કેનેડા) (૨૯) જયશ્રી ગોરડિયા (૩૦) નિરંજના જોષી

(૩૧) રમેશ દલાલ (૩૨) ઈનાક્ષી દલાલ (૩૩) હિના દલાલ (૩૪) શીરીન ઔરંગાબાદવાલા.

---------------------------

આપો જવાબ

૧) આગ્રા શહેર કોણે વસાવ્યું હતું?

૨) મહાત્મા ગાંધી કોનાથી વધુ પ્રભાવિત હતા?

૩) પંજાબ કેસરીના નામે કોણ પ્રખ્યાત હતું?

૪) ચિલ્ડ્રન્સ ડે કયા મહાન પુરુષની યાદમાં ઊજવવામાં આવે છે?

૫) કયા મહાપુરુષના જન્મ દિવસને રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઊજવવામાં આવે છે?

--------------------------

ગયા મંગળવારના જવાબ

ૄ ફોટોક્વિઝ?: યુવરાજ સિંહ

ૄ પેહચાન કૌન?: બિરબલ

ૄ ડાયલૉગબાજી: ટાઈગર ઝિંદા હૈ

ૄ આપો જવાબ: (૧) ૧૯૭૨, (૨) બાબર, (૩) ઔરંગાબાદ, (૪) ફિલીપ,

(૫) મોહમ્મદ હસન

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

bT54D04
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com