29-May-2020

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
એક મંદિર ઐસા ભી!

સફરનામા-દર્શના વિસરીયાદર વખતે ભારતના જ ઓફબીટ અને ખૂબ જ અલગ કહી શકાય એવા સ્થાનોની મુલાકાત લીધા બાદ આજે પહેલી જ વખત આઉટ ઓફ ઈન્ડિયાની ટૂર પર ઉપડીએ શું કહો છો? આજે આપણે ઈન્ડોનેશિયાના બાલીની મુલાકાત લઈશું અને આ બાલી લગભગ દરેક ટ્રાવેલરની ડાયરીમાં ટોપ લિસ્ટ પર હશે રાઈટ? બાલીના ઓફબીટ અને ટૂરિસ્ટ ડેસ્ટિનેશન વિશે આપણે વાત કરીશું.

એવું કહેવાય છે કે ઈન્ડોનેશિયા હિંદુ રાજ્ય હતું. બાલીમાં અનેક મંદિરો આવેલા છે પણ આપણે વાત કરીશું એક અનોખા કહેવાતા મંદિર વિશે. ઈન્ડોનેશિયાના જ એક ટાપુ બાલીથી ૫૦ કિલોમીટર દૂર આવેલા પશ્ર્ચિમમાં સિંગરાજાના એક નાનકડા ગામાં પેમુટેરન પર સમુદ્રની અંદર વિવિધ ભગવાન બૌદ્ધ અને અન્ય હિંદુ દેવી દેવતાઓની મૂર્તિઓ આવેલી છે અને પુરાતત્ત્વશાસ્ત્રીઓ દ્વારા આ મૂર્તિઓ ૫૦૦૦ વર્ષ જૂની છે અને આ સ્થળની મુલાકાત લેવા માટે તમારે સ્કૂબા ડાઈવિંગનો સહારો લેવો પડશે.

આ સ્થળ વિશે કેટલાક લોકોનું એવું પણ માનવું છે કે મહાભારતના કાળમાં ભગવાન શ્રીકૃષ્ણે દ્વારકા નગરી સમુદ્ર કિનારે વસાવવામાં આવી હતી અને સમયાંતરે આ આખી નગરી સમુદ્રમાં સમાઈ ગઈ અને ઈન્ડોનેશિયામાં પાણીની નીચે આવેલી આ હિન્દુ દેવી-દેવતાઓની મૂર્તિઓ જોઈને લોકો એવું માને છે કે આ એ જ ડૂબી ગયેલા દ્વારકાના અવશેષો છે. આ મૂર્તિઓના દર્શન કરવા માટે સ્કૂબા ડાઈવિંગ જ એક ઑપ્શન છે અને એ પણ ખૂબ જ અઘરું છે. તેમ છતાં શ્રદ્ધાળુઓ સ્કૂબા ડાઈવિંગની ટ્રેનિંગ લઈને હજારો વર્ષ જૂની આ મૂર્તિઓેના દર્શન કરવા માટે આવે છે. આ જગ્યાએ પર્યટકોની સંખ્યા વધતી જતી જોઈને અહીં થોડાક વર્ષો પહેલાં પાણીની નીચે ગાર્ડન બનાવવામાં આવ્યું છે અને તેમાં વિવિધ કળાત્મક મૂર્તિઓનો, રંગબેરંગી પથ્થરો, ફૂલ અને છોડવાથી ગાર્ડનની સુંદરતામાં ચાર ચાંદ લગાવવામાં આવ્યા છે.

હિંદુ દેવી-દેવતાઓની મૂર્તિની સાથે સાથે અહીં એક શિવજીની પ્રાચીન મૂર્તિ પણ મળી આવી છે જે જોઈને એવું અનુમાન લગાવી શકાય છે કે એ સમય દરમિયાન અહીં શિવજીની પૂજા થતી હોવી જોઈએ. ચાલો આ અંડરવૉટર ટેમ્પલની મુલાકાત લીધા બાદ હવે વાત કરીએ ઈન્ડોનેશિયાના અન્ય કેટલાક ટૂરિસ્ટ ડેસ્ટિનેશન વિશે.

માઉન્ટ બ્રોમો: જો વાત ઈન્ડોનેશિયાના નેચરલ ટૂરિસ્ટ અટ્રેક્શનની વાત થતી હોય તો સૌથી પહેલું નામ આવે છે પૂર્વ જાવામાં આવેલા માઉન્ટ બ્રોમોનું. અહીં આવેલા અનેક જ્વાળામુખીના પર્વતોમાંથી સૌથી લોકપ્રિય આ પર્વત છે. સફેદ કપાસ જેવા ધૂમાડાઓ વચ્ચે આવેલા આ પર્વતોની સુંદરતાનું વર્ણન કરવા માટે તો શબ્દો શોધવા પડે. અહીંથી સૂર્યોદયનો અદ્ભુત નજારો નજરે પડે છે અને આખા વર્ષ દરમિયાન અહીં આ જ્વાળામુખીને જોવા આવનારા પર્યટકોની સંખ્યા દિવસેને દિવસે વધતી જાય છે.

ટોબા લેક: ઈન્ડોનેશિયાના કુદરતી સુંદરતાથી ભરપૂર સ્થળની વાત થઈ રહી હોય અને તેમાં જો ટોબા લેકનું નામ ન આવે તો જ નવાઈ. ૧૦૦ કિલોમીટર લાંબા અને ૩૦ કિલોમીટરનો વિસ્તાર ધરાવતા આ તળાવની સુંદરતા જોઈને આંખોને ટાઢક થઈ જાય. ૫૦૦૦ મીટરની ઊંડાઈવાળા આ તળાવને દાનો ટોબા લેક પણ કહેવામાં આવે છે. સ્થાનિકોના મતે આ તળાવ ૭૦,૦૦૦ વર્ષ જૂનું છે અને આ તળાવ પરથી સતત ઊઠી રહેલો ધુમાડો જ્વાળામુખીના વિસ્ફોટ સમાન જ લાગે છે.

કોમોડો ડ્રેગન નેશનલ પાર્ક: કોમોડો ડ્રેગન નેશનલ પાર્કનો સમાવેશ યુનેસ્કોની હેરિટેજ યાદીમાં કરવામાં આવ્યો છે. કોમોડો ડ્રેગન એ એક વિશાળકાય ગરોળી છે અને જેની લંબાઈ ૧૦ ફૂટ અને વજન ૧૫૦ કિલોની આસપાસ હોય છે. આ ડ્રેગનની જીભ સાપ જેવી હોય છે. ૧૯૮૦માં આ નેશનલ પાર્કની સ્થાપના કરવામાં આવી હતી અને તેનો મુખ્ય હેતુ હતો કોમોડો ડ્રેગનને બચાવવાનો.

રાઈસ ગાર્ડન: ચોખા એ ઈન્ડોનેશિયાનો મુખ્ય આહાર હોવાની સાથે સાથે અહીંના રાઈસ ગાર્ડનની મુલાકાત લેનારાઓની સંખ્યા પણ ઓછી નથી. પર્વતોના ઢાળ પર વ્યવસ્થિત રીતે કરવામાં આવેલી ખેતી ઈન્ડોનેશિયાની સુંદરતામાં ચાર ચાંદ તો લગાવે જ છે પણ પર્યટકોને પણ પોતાની તરફ આકર્ષિત કરે છે.

પારંપારિક ગામ: તના ટોરાજા ઈન્ડોનેશિયાના દક્ષિણમાં આવેલા સુલાવેસી પ્રાંતમાં આવેલો એક પર્વત છે. પર્વતો વચ્ચે જોવા મળતી પારંપરિક્તા અને શાંતિ ખરેખર અદ્ભુત છે અને ઈન્ડોનેશિયાનો લોકપ્રિય વિસ્તાર છે. તના ટોરાજા તેની સંસ્કૃતિ, પારંપરિક ગામ અને આકર્ષણ માટે પ્રખ્યાત છે. ઈન્ડોેનેશિયા આવીને જો તના ટોરાજા નહીં દેખા તો કુછ નહીં દેખા.

સી ગાર્ડન: ઈન્ડોનેશિયાના રાજા અમ્પૅટ ટાપુ ગોતાખોરી માટે પ્રખ્યાત છે અને માત્ર ઈન્ડોનેશિયા જ નહીં પૂરી દુનિયામાં આ ટાપુ ગોતાખોરી માટે પ્રસિદ્ધ છે. આ ટાપુ ઈન્ડોનેશિયામાં સૌથી મોટા સી ગાર્ડન તરીકે પ્રખ્યાત છે અને અહીં ૧૦૦૦થી વધુ પ્રકારની માછલી, છોડવા, સમુદ્રી વનસ્પતિ, કાચબા વગેરે જોવા મળે છે. અહીં આવનારા પર્યટકોની સંખ્યા ખૂબ જ વધારે છે.

----------------------------

કેવી રીતે પહોંચશો?

બાય ટ્રેન: બાય ટ્રેન બાલી જવાનો તો કોઈ ચાન્સ જ નથી બૉસ!

બાય ફ્લાઈટ: મુંબઈથી બાલી જવા માટે સીધી ફ્લાઈટની ફ્રીક્વન્સી એટલી બધી નથી અને આર્થિક રીતે પણ બજેટ ઉપર નીચે થવાના પૂરેપૂરા ચાન્સ છે એટલે પહેલાં મુંબઈથી દિલ્હી અને દિલ્હીથી પછી બીજી ફ્લાઈટ લઈને ઈન્ડોનેશિયા પહોંચી શકાય છે.

રોટી, કપડાં ઔર મકાન: ઉપર કહ્યું એમ ઈન્ડોનેશિયાનો મુખ્ય આહાર ચોખા છે એટલે અહીં ચોખામાંથી જ તૈયાર કરવામાં આવેલી વિવિધ વાનગીઓ તમારા ભાગે આવશે અને એક ટૂરિસ્ટ ડેસ્ટિનેશન હોવાને કારણે અહીં રહેવા ખાવા-પીવાની ખાસ કોઈ સમસ્યા જોવા મળતી નથી.

બાલી જવા માટેનો સૌથી બેસ્ટ ટાઈમ તો મેથી ઑક્ટોબરનો છે, કારણ આ સમયગાળા દરમિયાન અહીંનું વાતાવરણ સૂકું હોય છે. નવેમ્બર, ડિસેમ્બરમાં અહીં છૂટાછવાયા વરસાદના ઝાપટા પડે છે. આ સમયગાળા દરમિયાન અહીંનું દિવસનું મહત્તમ તાપમાન ૩૧ ડિગ્રી અને રાતનું લઘુતમ તાપમાન ૨૪થી ૨૫ ડિગ્રીની વચ્ચે જ હોય છે.આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

6Y41Hx3
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com