19-July-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
અજબ થિયેટરોની ગજબ કહાની

વાહ ક્યા બાત હૈ!-મોસમી પટેલ



થિયેટરમાં તો આપણે બધા જ જતા હોઈએ છીએ, એમાં પાછું અલગ શું હોવાનું, એવો વિચાર આવ્યોને? તો તમે ક્યારેય બાથ ટબમાં બેસીને ફિલ્મ જોઈ છે, કે પછી બૅડરૂમમાં બેસીને ફિલ્મ જોઈ રહ્યા હોવ એવી ફિલિંગ અપાવતા થિયેટર વિશે સાંભળ્યું છે ખરું, નહીં ને? પણ આજે આપણે દુનિયામાં આવેલા અલગ પણ વિચિત્ર કહી શકાય એવા થિયેટરની જ વાત કરીશું.

-------------------------

ઑલમ્પિયા થિયેટર, ગ્રીસ

સૌથી પહેલાં વાત કરીએ ગ્રીસમાં આવેલા ઑલમ્પિયા થિયેટરની. આ થિયેટરમાં આવનાર દરેક માટે અલગ અને પર્સનલ બૅડની વ્યવસ્થા કરવામાં આવી છે, જેના પર આરામથી ઊંઘીને ફિલ્મ જોવાની મજા માણી શકો છો.

---------------------

ઈલેક્ટ્રિક સિનેમા, નોટિંગ હિલ, લંડન

લંડનમાં આવેલું આ ઐતિહાસિક થિયેટર છે અને આખા થિયેટરમાં પહેલી હરોળમાં લાઈનમાં બેડ લગાવવામાં આવ્યા છે, જ્યારે બાકીના થિયેટરમાં સોફા ગોઠવવામાં આવ્યા છે. દરેક સોફાની બાજુમાં એક લૅમ્પ મૂકવામાં આવ્યા છે.

------------------------

બીન બૅગ સિનેમા, મલયેશિયા

મલયેશિયાના બીન બૅગ થિયેટરમાં બીન બૅગ પર બેસીને ફિલ્મ જોઈ શકાય છે. આ થિયેટર લોકોમાં ખાસ્સું લોકપ્રિય છે અને એક બીન્સમાંથી તૈયાર કરવામાં આવેલી સીટ પર બે જણા એક સાથે બેસીને ફિલ્મ જોઈ શકે છે.

------------------------

આઈકિયા બેડરૂમ સિનેમા, મૉસ્કો

મૉસ્કોમાં આવેલું આ આઈકિયા બેડરૂમ સિનેમા તમે જાણે તમારા બેડરૂમમાં બેસીને ફિલ્મ જોઈ રહ્યા છો એવો અહેસાસ કરાવે છે. અહીં તમને સ્લીપર, ધાબળો અને ટેબલ લૅમ્પ જેવી વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

---------------------------

સોલ સિનેમા, ગ્રેટ બ્રિટન

આઠ સીટની કૅપિસીટીવાળા આ હૉલમાં તમે ફિલ્મ જોવાનો આનંદ ઉઠાવી શકો છો. થિયેટરની ખાસ વાત એ છે કે આ સોલાર એનર્જીથી ચાલે છે અને આ એક મોબાઈલ હૉલ છે.

------------------------

બુડા બેડ સિનેમા, હંગેરી

સેન્ટ્રલ યુરોપમાં આવેલો આ એક માત્ર બેડ થિયેટર છે. નવેમ્બર, ૨૦૧૪માં શરૂ કરવામાં આવેલા આ થિયેટરમાં ડબલ બેડ સાઈઝના સોફા છે, જેમાં બેસીને પૂરા પરિવાર સાથે ફિલ્મ જોઈ શકાય છે. આ થિયેટર હંગેરીની રાજધાની બુડાપેસ્ટમાં આવેલું છે.

--------------------------

વેલ્વેટ ક્લાસ, ઈન્ડોનેશિયા

ઈન્ડોનેશિયામાં આવેલા જકાર્તામાં આવેલું આ વેલ્વેટ ક્લાસ થિયેટર તેના નામ પ્રમાણે જ વેલ્વેટની બેઠકો છે. માત્ર બેઠકો જ નહીં આખેઆખો મખમલી ઢોલિયો જ કહોને બૉસ! દરેક ઢોલિયાની સામે જ વૅલ્વેટનું એક ટેબલ પણ ગોઠવવામાં આવ્યું છે જેના પર તમે તમારી ખાવા-પીવાની વસ્તુઓ કે સામાન રાખી શકો છો.

---------------------

મૂવી થિયેટર, પૅરિસ

પૅરિસમાં આવેલું આ થિયેટર દુનિયાના સૌથી બેસ્ટ થિયેટર તરીકે ઓળખાય છે. આ થિયેટરમાં દર્શકો પાણીમા તરતી હોડીમાં બેસીને ફિલ્મ જોવાનો આનંદ ઉઠાવી

શકે છે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

1DPB6TL1
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com