|  બ્રહ્માંડ દર્શન-ડૉ. જે. જે. રાવલ
સત્ય એટલે શું? સત્ય કોઇને કહેવાય? સત્ય એટલે જે ભૂતકાળમાં, વર્તમાનકાળમાં અને ભવિષ્યમાં સાચું રહે તે સત્ય. સત્ય પામવાના ઘણા રસ્તા છે જેમ એક બિન્દુથી બીજા બિન્દુએ જવાના ઘણા રસ્તા છે. તે જ રીતે સત્ય પામવાના ઘણા રસ્તા છે. તે જ રીતે ઇશ્ર્વરને પામવાના પણ ઘણા રસ્તા છે. માટે તો ભારતમાં ૩૩ કરોડ દેવતા છે, ૬૫ કરોડ પણ હોઇ શકે. સત્ય, ઇશ્ર્વર, જ્ઞાન, અંતરીક્ષ, બ્રહ્મ, સમય, ધર્મ, આ બધાં એકના એક જ છે. માત્ર નામ જુદાં છે. આ બધાં જ નિરંજન-નિરાકાર છે. આ બધામાં આપણને કોઇ પણ દેખાતું નથી, પણ કાર્ય કરે છે. તમને બુદ્ધિ દેખાય છે? ભાવના, કરુણા, ડહાપણ દેખાય છે? ઊર્જા દેખાય છે? અંતરીક્ષ દેખાય છે? નથી દેખાતાં પણ તેઓ છે અને કાર્ય કરે છે.
એક કોન્સ્ટેબલ, પત્રકાર, સરકારી અધિકારી, વિજ્ઞાની, એન્જિનિયર, ડૉક્ટર, ઉદ્યોગપતિ, રાજકારણી, શિક્ષક, સરકારી ઓફિસનો સામાન્ય ક્લાર્ક, બધાં જ પોતપોતાના કાર્યક્ષેત્ર દ્વારા સત્યને, ઇશ્ર્વરને પામી શકે છે.
દરેકે દરેક બાબતના અને ક્ષેત્રના સત્યો અલગ અલગ હોય છે, તેમ છતાં સત્ય તો એક જ છે. આ બાબત આપણા મનીષીઓ હજારો વર્ષ પહેલાં સમજી ગયા હતા, માટે તો તેઓએ કહેલું, એકદ્ સદ્ વિપ્રા: બહુધા વદ્ન્તિ ા અર્થાત્ સત્ય એક જ છે પણ વિદ્વાનો તેને અલગ અલગ રીતે વર્ણવે છે.
વિજ્ઞાનીની કુદરત તે સામાન્ય માનવીનો ઇશ્ર્વર છે અને વિજ્ઞાનીના કુદરતના નિયમો તે સામાન્ય માનવીના ઇશ્ર્વરના નિયમો છે. કુદરત એ જ ઇશ્ર્વર અને ઇશ્ર્વરનું વિશ્ર્વરૂપ દર્શન.
સત્ય દિક્ - કાળ પર પણ આધાર રાખે છે. એક સાધુ મહાત્મા હતા. જંગલમાં ઝૂંપડું બાંધીને રહેતા હતા. તેમની ઝૂંપડી પાસે એક ઝાડ હતું. તેની ફરતે પથ્થરનો ઓટલો હતો. મહાત્મા સત્યવ્રતી હતા. એક દિવસ મહાત્મા ચિંતન - મનન કરતા ઝાડની નીચે ઓટલા પર બેઠા હતા. ત્યાં એક પચ્ચીસ-ત્રીસ વર્ષનો યુવાન હાંફતો-હાંફતો આવ્યો અને મહાત્માને કહ્યું, મહાત્મા, મારી પાછળ બે ચોરો પડ્યા છે અને મારા કુટુંબના નિભાવ માટે મારી પાસે થોડા પૈસા છે તે લઇને મને મારી નાખવા માગે છે. હું દક્ષિણ દિશામાં જાઉં છું. તે બે ચોરો અહીં આવે અને તમને મારા વિષે પૂછે કે હું કઇ દિશામાં ગયો છું તો કહેજો કે હું ઉત્તર દિશામાં ગયો છું, નહીં તો એટલું તો જરૂર કહેજો કે હું તો ધ્યાનમાં હતો મને ખબર નથી કે તે માણસ કઇ દિશામાં ગયો છે. તો જ હું બચી શકીશ. આમ કહી તે તો હાંફળો-ફાંફળો દક્ષિણ દિશામાં ભાગ્યો.
થોડી વાર પછી બે ચોરો આવ્યાં. તેમનાં હાથમાં ધારિયાં હતાં. તેમણે મહાત્માને પૂછ્યું, સાધુ, એક માણસ અહીંથી નીકળ્યો તે કઇ દિશામાં ગયો છે. સત્યવ્રતી મહાત્માએ તો સાચું કહી દીધું કે તે માણસ દક્ષિણ દિશામાં ગયો છે. તે બંને ચોરો પછી દક્ષિણમાં ગયા અને તે માણસને પકડી ધારિયાથી મારી નાખ્યો અને તેને લૂંટી લીધો.
પછી તો સમય વીતતો ગયો અને કાળે કરી એ મહાત્મા મૃત્યુ પામ્યા. યમદૂતો તેના જીવને લઇને યમપુરીમાં ગયા અને તેને યમરાજ સમક્ષ ઊભો રાખ્યો. યમરાજે ચિત્રગુપ્તને કહ્યું, ચિત્રગુપ્ત આ સત્યવ્રતી મહાત્મા સાધુનો શો હિસાબ-કિતાબ છે. ચિત્રગુપ્તે ચોપડો જોઇને કહ્યું, યમરાજ, આને તો નરકમાં ધકેલવાનો છે. સાધુમહારાજે આ સાંભળીને યમરાજને કહ્યું, મહારાજ, મેં તો જીવનમાં સત્યવ્રત ધારણ કરેલું, તો મને નરક શા માટે? યમરાજે વળી પાછું ચિત્રગુપ્તને કહ્યું, ચિત્રગુપ્ત, આ સત્યવ્રતી સાધુમહારાજને નરક શા માટે? તેનો જવાબ આપો. ત્યારે ચિત્રગુપ્તે કહ્યું, મહારાજ તે જે સાચું બોલ્યા તેમાં નિર્દોષ ગરીબ માણસનું મૃત્યુ થયું. માટે એ દોષી છે. અને તેને નરકમાં ધકેલવાનો છે. તો આ કથાનો સંદેશ એ છે કે કોઇ નિર્દોષ માનવીનું સત્ય બોલવાનો આગ્રહ રાખી મૃત્યુ થતું હોય તો એવું સત્ય ન બોલાય, તેઅસત્ય ઠરે છે. શ્રીકૃષ્ણના જીવનમાંથી પણ આ બાબત સ્પષ્ટ બને છે. તેઓ સત્યને કાયમ કરવા અસત્યનો આશરો લેતાં પણ અચકાયા નથી. સત્ય અને અસત્યની આવી માયા છે.
ઘણી વાર સત્ય દેખાતું નથી અને દેખાય છે તે સત્ય હોતું નથી. અખબારોમાં જે બધું આવે છે કે જે બધું આપણે સાંભળીએ છીએ તે સત્ય હોતું નથી.
તર્ક, સત્ય શોધવા ખૂબ જ મદદ કરે છે વિજ્ઞાન, તર્ક પર ચાલે છે.
વિજ્ઞાન, જ્ઞાનનો જ ભાગ છે, પણ તે વિશિષ્ટ જ્ઞાન છે. વિજ્ઞાન એ માટે વિશિષ્ટ જ્ઞાન છે કે તેને સત્ય અને માત્ર સત્ય જ ખપે છે. બીજું તે દરેક વસ્તુની સાબિતી માગે છે.
વિજ્ઞાનીની થીઅરી ગણિત અને ભૌતિકશાસ્ત્રીય ગમે તેટલી સાઉન્ડ હોય પણ છેવટે તેને નિરીક્ષણાત્મક ટેકો હોવો જરૂરી છે,
ઘબતયદિફશિંજ્ઞક્ષફહ તીાાજ્ઞિિ,ં હોય તો જ તે સિદ્ધાંત બને હફૂ બને. થીઅરીની સચ્ચાઇ માટે એટલે કે કસોટી માટે (આગાહી)ની પણ જરૂર હોય છે.
ાયિમશભશિંજ્ઞક્ષત વગરની થીઅરી નીરસ હોય છે.
ખગોળવિજ્ઞાનીઓએ સૂર્ય કરતાં દસ, વીસ, પચાસ કે તેથી વધારે, ગણા પદાર્થવાળા તારામાં જ્યારે તેના કેન્દ્રભાગમાં આણ્વિક ક્રિયા તદ્દન નબળી પડે છે એટલે કે તેમાં અણુઇંધણ ખૂટી જવા આવે છે ત્યારે તે તારામાં ગુરુત્વીયપતન (લફિદશફિંશિંજ્ઞક્ષફહ ભજ્ઞહહફાતય) થાય છે અને તેનું ગુરુત્વાકર્ષણ એટલું તો પ્રબળ બને છે કે તેમાંથી પ્રકાશ પણ નીકળી શકતો નથી. તેને બ્લેકહોલ કહે છે.
વિખ્યાત ખગોળવિજ્ઞાની સ્ટીફન હૉકિંગનું નામ તમે સાંભળ્યું હશે. તેઓ લગભગ એક વર્ષ પહેલાં મૃત્યુ પામ્યા. હૉકિંગે ગ્રેવિટી અને ક્વોન્ટમ ફિઝિક્સને ભેગાં કરી દર્શાવ્યું કે બ્લૅકહોલમાંથી થોડું પણ રેડિયેશન બહાર નીકળે છે. આ બ્લૅકહોલની થીઅરીનું આગળનું સત્ય ગણાય. પણ હૉકિંગના આ રેડિયેશનનું નિરીક્ષણ હજુ સુધી થયું નથી. તેથી તેમને નોબેલ પ્રાઇઝ મળ્યું નહીં. જો એ રેડિયેશનનું નિરીક્ષણ થયું હોત તો તરત જ તેમને નોબેલ પ્રાઇઝ મળત. તેઓ ૯૯ ટકા વિકલાંગ હોઇ તેમને તરત જ નોબેલ પ્રાઇઝ મળી જાત કે એવી સ્થિતિમાં પણ તેમણે ઉચ્ચ પ્રકારનું સંશોધન ચાલુ રાખ્યું.
નોબેલ પ્રાઇઝ મરણોત્તર અપાતું નથી, થીઅરીનું સત્ય,નિરીક્ષણાત્મક રીતે સાબિત થવું જ જોઇએ. આમ વૈજ્ઞાનિક સત્ય, જ્યારે તેનાથી ઊંચું સત્ય શોધાય ત્યારે બદલાય છે.
ભારતીય-અમેરિકી ખગોળવિજ્ઞાની સુબ્રમણ્યન ચંદ્રશેખર ૧૯૩૩માં ગ્રેવિટી, વિશિષ્ટ સાપેક્ષવાદ અને ક્વોટન્મ ફિઝિક્સની મદદથી થીઅરી આપી કે જો સૂર્ય કરતાં દોઢ ગણા પદાર્થના તારાના ગર્ભભાગમાં જ્યારે અણુઇંધણ ખૂટવા આવે છે ત્યારે તેમાં ગુરુત્વીયપતન થાય છે અને તારાના ૧૪ લાખ કિલોમીટરના વ્યાસમાંથી તેનો વ્યાસ માત્ર ૧૪૦૦૦ કિલોમીટર બને છે. આવા લગભગ નિસ્તેજ તારાને વ્હાઇટ ડ્વાર્ફ સ્ટાર કહે છે. અને તારાના સૂર્યમાં જે પદાર્થ છે તેના દોઢ ગણા પદાર્થને ચંદ્રશેખર લિમિટી કહેવામાં આવે છે. ચંદ્રશેખરની આ થીઅરી લગભગ ૩૦ વર્ષ પછી નિરીક્ષણાત્મક રીતે સાબિત થઇ અને તે માટે તેને ૧૯૮૩માં, પચાસ વર્ષ પછી નોબેલ પ્રાઇઝ મળ્યું.
બે વર્ષ પહેલાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ, બેંગલુરુના વિજ્ઞાનીઓએ જોયું કે ચંદ્રશેખરે તેના કાર્યમાં ગ્રેવિટી, વિશિષ્ટ સાપેક્ષવાદ અને ક્વોન્ટમ ફિઝિક્સનો ઉપયોગ કર્યો છે પણ દરેક તારાને ચુંબકીયક્ષેત્ર પણ હોય છે, તેનો ઉપયોગ નથી કર્યો તે સંપૂર્ણ વાસ્તવિકતા (યિફહશિું) નથી. તેઓએ મેગ્નેટિકફિલ્ડની અસરને ગણતરીમાં લઇ ચંદ્રશેખરના કાર્યને ફરીથી રચ્યું તો માલૂમ પડ્યું કે તારામાં જો સૂર્યમાં જે પદાર્થ છે તેનાં કરતાં અઢી ગણો પદાર્થ હોય ત્યારે તે વ્હાઇટ ડ્વાર્ફ (શ્ર્વેતપટુ શ્ર્વેતવામન) બને. આમ ચંદ્રશેખરની નોબેલ પ્રાઇઝ વિનિંગ થીઅરી પણ વિસ્તૃત થઇ. આમ વૈજ્ઞાનિક સત્ય બદલાઇ શકે છે. જેમ જેમ જ્ઞાનની ક્ષિતિજ વિસ્તૃત થાય તેમ તેમ વૈજ્ઞાનિક સત્ય બદલાય.
ધર્મના કહેવાતા ધુરંધરો માને છે કે કુરાન, બાઇબલ, ગીતાનાં સત્યો બદલાતાં નથી. માટે તે અચળ છે અને વિજ્ઞાનનાં સત્યો બદલાતાં રહે છે, માટે તે સત્ય નથી. અરે ભાઇ પૂરું બ્રહ્માંડ ક્ષણે ક્ષણે બદલાય છે. તો તે પ્રમાણે સત્યો પણ બદલાય જને ? પ્રાચીન સમયમાં લોકો ઉઘાડા પગે ફરતાં, ચાલીને ફરતાં, તેમનાં ઘરો, ખાણીપીણી અને વસ્ત્રો કેવાં હતાં અને હાલમાં કેવાં છે. મનુસ્મૃતિ અને તુલસીદાસે રામાયણ લખી ત્યારે જુદો જમાનો હતો, અને હાલમાં જુદો છે. બ્રહ્માંડ પરિવર્તનશીલ છે. માટે બ્રહ્માંડનાં સત્યો પણ બદલાવાં જ જોઇએ. (ક્રમશ:) |