19-July-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
‘ઈસરો’ની સ્વર્ણિમ સફળતા

સાંપ્રત-અપરાજિતાજોભારત ક્યારેય વિશ્ર્વમાં ગર્વથી માથું ઊંચું રાખતું હોય તો બહુધા એ માટે ઈસરો (ઈન્ડિયન સ્પેસ ઍન્ડ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન) કારણરૂપ હશે. આ ગપગોળું કે અતિશયોક્તિ નથી. બલ્કે સચ્ચાઈ છે, હકીકત છે. તાજેતરના વરસોમાં જ્યારે આપણે દુનિયા સામે ગર્વથી માથું ઊંચક્યું છે, એ માટેનો ૯૦ ટકા શ્રેય ‘ઈસરો’ને ફાળે જાય છે. ૧૯૬૯ની ૧૫મી ઑગસ્ટના રોજ સ્થપાયેલા ‘ઈસરો’નું આ સુવર્ણજયંતી વર્ષ છે.

આ સુવર્ણજયંતી ઉપરાંત બીજા ઘણા કારણોસર ‘ઈસરો’ ન્યૂઝમાં, ચર્ચામાં રહેવાનું છે. હકીકતમાં થોડાં વરસોથી ‘ઈસરો’ જાણે સફળતાનું પર્યાય બની ચૂક્યું છે. ૨૦૧૯માં કામિયાબીની આ પરંપરા ચાલુ રહેવાનો વિશ્ર્વાસ છે. સાથોસાથ આ વર્ષે ‘ઈસરો’ની અમુક યોજનાઓ એટલી મોટી છે કે આખી દુનિયાને એની સફળતાનો ફાયદો મળશે. એટલે આખા વિશ્ર્વની મીટ ‘ઈસરો’ ભણી મંડાયેલી છે.

આમ તો ‘ઈસરો’ના ઘણાં અનેક મોટા અને મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ છે, જે ૨૦૧૯માં હકીકતમાં ફેરવાઈ શકે, પરંતુ આમાં સૌથી મહત્ત્વના છે, ‘આદિત્ય-વન’ અને મંગળયાન ટૂ’. આ બન્ને કાર્યક્રમોમાં ‘ઈસરો’ની સફળતાથી ભારતને જ નહીં સમગ્ર વિશ્ર્વને ખૂબ ફાયદો થવાનો છે. આમ જોવા જાવ તો વિજ્ઞાનનો દરેક પ્રોજેક્ટ મહત્ત્વનો, મહત્ત્વાકાંક્ષી અને વૈશ્ર્વિક પણ હોય જ, પરંતુ તાજેતરમાં ‘ઈસરો’એ સફળતાનું સાતત્ય જાળવ્યું છે, એટલે ‘ઈસરો’ તો અમેરિકાના ‘નાસા’ કરતા વધુ વિશ્ર્વસનિય બની ગયું છે.

બહુ જ ઓછા સમયમાં એકસોથી વધુ સેટેલાઈટ અવકાશમાં તરતો મૂકનારું ‘ઈસરો’ દુનિયાનું એકમાત્ર સંગઠન છે. એટલે જ ‘નાસા’ પણ આંખ બંધ કરીને એના પર વિશ્ર્વાસ મૂકે છે અને પોતાના કામમાં ભાગીદાર બનાવે છે.

પૃથ્વીની ભ્રમણકક્ષાની બહારના ‘ઈસરો’ના મિશન દુનિયાના કોઈ પણ અંતરીક્ષ સંગઠનની સરખામણીએ વધુ સફળ રહ્યા છે. ‘ઈસરો’ના ચંદ્રયાન-વન થકી જે સફળતા મળી એ અન્ય કોઈ મુન-મિશનને સાંપડી નથી. આ જ રીતે મંગળ ઓર્બિટર મિશનને પણ ધારણાથી વધુ ફતેહ મળી છે. આ કારણસર જ ચંદ્રયાન-ટૂ પાસેથી ઘણી વધુ અપેક્ષા છે.

ઈસરોનું ચંદ્રયાન-ટૂ તો ચંદ્રયાન-વન કરતા વધુ અપેક્ષા જગાડનારું મિશન હોય એ સ્વાભાવિક છે. આને જીએસએલવી માર્ક-થ્રી થકી પ્રક્ષેપિત કરાશે. આમાં ‘ઈસરો’એ બનાવેલું લ્યુનાર ઓર્બિટર એટલે કે ચંદ્રયાન તથા એક રોવર અને એક લેન્ડર સામેલ હશે. આ બધાનું નિર્માણ ‘ઈસરો’ જ કરશે અને ૨૦૧૯માં જ આ મિશન સંપન્ન કરવાની યોજના છે.

જો કે, ‘ઈસરો’ દ્વારા આ મિશન માટે વધુ પડતા દાવા કરાયા નથી, પરંતુ વિજ્ઞાનીઓ માને છે કે જો મિશન સંપૂર્ણપણે સફળ થાય તો અંતરિક્ષમાં વિવિધ સામગ્રીના અને ઉપયોગી અને પરીક્ષણ સાથે નડનારી સમસ્યાઓનો કયાસ મળશે. ઝાઝુ ન બોલવા છતાં ‘ઈસરો’ના વિજ્ઞાનીઓ આ મિશન અંગે ખાસ્સા એવા ઉત્સાહી છે.

આ જ પ્રમાણે આખી દુનિયા ૨૦૧૯માં ભારતના મંગળયાન-ટૂને ઘણી અપેક્ષા સાથે નિહાળી રહી છે. મંગળ ગ્રહ માટે ભારતનું આ બીજું મિશન હશે, જે આ વર્ષના અંતે કે ૨૦૨૦માં લોંચ કરાશે. આમાં ‘ઈસરો’ પોતાની તક્નિકી તાકાત કામે લગાડી દેશે, બલ્કિ પોતાના બજેટનો મોટો ભાગ ખર્ચી નાખશે. આ મિશનમાં ભારતનું મંગળયાન પણ ઓર્બિટર, લેન્ડર અને રોવર લઈને જશે. ભારતે આ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ માટે ૨૦૧૬માં ફ્રાંસ સાથે કરાર પણ કર્યા હતા એટલે આ કામગીરીમાં ફ્રાંસનો સહકાર પણ

મળવાનો છે.

આ વરસ ‘ઈસરો’ માટે વૈજ્ઞાનિક હરણફાળની સાથોસાથ આર્થિક માપદંડેય મહત્ત્વનું બની રહેશે. કારણ એટલું જ કે ૨૦૧૮ના વરસની સફળતાએ એની કમાણીનું કદ ઘણું મોટું કરી નાખ્યું છે. સેટેલાઈટ લોન્ચિંગના બજાર ૨૦૧૮ના અનુમાનો મુજબ કૂદીને ૧૮ લાખ કરોડ રૂપિયાના બજેટને આંબી ગયું છે. આ હિસાબે તો ૨૦૧૯ વધુ મહત્ત્વપૂર્ણ છે, કારણ કે ગયા વર્ષે તો ‘ઈસરો’એ સેટેલાઈટ લોન્ચિંગમાં એક પછી એક નવા વિક્રમ રચ્યા હતા. આવામાં સ્વાભાવિકપણે લાગે કે અંતરિક્ષ પ્રક્ષેપણ બજારમાં ‘ઈસરો’ના પોતાના હિસ્સામાં ૩૦ થી ૩૫ ટકાનો વધારો થઈ શકે એમ છે. જો આ માર્કેટમાં ૪૦ ટકાથી વધુ છે અને ભારત સક્ષમ હોવા છતાં અત્યાર સુધી કુલ માર્કેટના પાંચ ટકાથી વધુ ભારત મેળવી શક્યું નથી. અત્યારે આશા સેવાય છે કે ૨૦૧૯માં અંતરિક્ષ બજારમાં ભારતીય હિસ્સો મોટે પાયે ઊછળીને ૧૫ થી ૨૦ ટકા વચ્ચે હોઈ શકે છે.

આ બધુ નિહાળતા ૨૦૧૯ દરેક દૃષ્ટિકોણથી ‘ઈસરો’ માટે સ્વર્ણિમ સ્વર્ણિમ બની રહેવાનું. જય હો.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

311735
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com