25-April-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
ક.દ.ડા. વિરચિત ‘ગુજરાતી પિંગળ’

અલભ્ય ગ્રંથવિશ્ર્વ-પરીક્ષિત જોશીનામ- ગુજરાતી પિંગળ

લેખક- કવિશ્ર્વર દલપતરામ ડાહ્યાભાઈ (ક.દ.ડા.)

પ્રકાશક- ગવર્નમેન્ટ સ્ોન્ટ્રલ બુક ડીપો, મુંબઈ પ્રકાશન વર્ષ-૧૮૮૪ આવૃત્તિ- પાંચમી

પ્રત- ૧૦,૦૦૦ કુલ પાનાં- ૮૪ કિંમત- બ્ો આના

ગુજરાતી ભાષામાં પિંગળ વિષયક જૂજ પુસ્તકો ઉપલબ્ધ છે. કવિ નર્મદ અન્ો રા.વિ. પાઠકના પિંગળશાસ્ત્રના પુસ્તકો પણ ઘણાં લોકપ્રિય છે. આવું જ એક લોકપ્રિય પુસ્તક છેે : ગુજરાતી પિંગળ. કવિશ્ર્વર દલપતરામ ડાહ્યાભાઈ (ટૂંકમાં, ક.દ.ડા. તરીકે ઓળખાતા) દ્વારા રચવામાં આવેલું આ પિંગળ એમાં પ્રમુખ છે. મુંબઈ ઈલાકાના સરકારી કેળવણી ખાતા સાથે સંકળાયેલા હોવાન્ો લીધે ખૂબ જ ટૂંકાગાળામાં આ નાનકડાં પણ મૂલ્યવાન પુસ્તકની પાંચમી આવૃત્તિ થઈ ચૂકી હતી. પાંચમી આવૃૃત્તિની પણ પાંચસો કે હજાર નહીં પ્ાૂરી ૧૦,૦૦૦ નકલો પ્રકાશિત થઈ હતી. જોકે એની પાછળનું કારણ એ પણ હોઈ શકે કે ત્યારે આ પુસ્તક સરકારશ્રી દ્વારા પ્રકાશિત કરવામાં આવેલું છે અન્ો મુંબઈ ઈલાકાની શાળાઓના અભ્યાસક્રમમાં હશે અન્ો સ્વાભાવિક રીત્ો પાઠ્યપુસ્તક કે સંદર્ભગ્રંથ તરીકે એની દરેક આવૃત્તિઓની આટલી સંખ્યા હોવી ઘટે. પરંતુ આ કારણોથી આ પુસ્તકની કે એના કવિની મહત્તા કે મહત્ત્વ લગીરેય ઓછાં થતા નથી.

કુલ ૪ પ્રકરણો : સ્ાૂચના પ્રકરણ, માત્રામેળ, અક્ષરમેળ અન્ો સંખ્યાપ્રસ્તારાદિકમાં પથરાયેલા સમગ્ર વિષયન્ો કવિએ કુલ ૧૨ મુદ્દાઓમાં વહેંચીન્ો સુંદર રીત્ો ચર્ચ્યો છે. પ્રકરણના શીર્ષક ઉપરથી, વિદ્યાર્થીઓન્ો અન્ો કાવ્યરસિકોન્ો ઉપયોગી રીત્ો કવિની વિષયન્ો રજૂ કરીન્ો ચર્ચવાની લાક્ષણિકતાનો પણ ખ્યાલ આવે છે. પ્રકરણ ૧ન્ો કવિ સ્ાૂચના પ્રકરણ તરીકે ઉલ્લેખે છે. મજાની વાત એ છે કે સિદ્ધહસ્ત અન્ો સુખ્યાત કવિ દલપતરામ ડાહ્યાભાઈ સ્ાૂચનાઓન્ો પણ વિવિધ છંદના પ્રયોગ દ્વારા લખે છે. છંદની સમજ અન્ો ઓળખ આપતું આ પુસ્તક આખેઆખું છંદબદ્ધ રચાયેલું છે. પિંગળનું મહત્ત્વ અન્ો એની મહત્તા દર્શાવતા કવિ પ્રકરણ ૧ના દોહરામાં લખે છે કે-

‘પિંગળ પાઠ પઢ્યા વિના, કાવ્ય કરે કવિ કોય,

વળિ વ્યાકરણ વિના વદે, વાણી વિમળ ન હોય.

કવિતા કહયે કલ્પના, જન મન રંજન જાણ,

સરસ સરસ રસ શબ્દમાં, અર્થનિ રચના આણ.

શબ્દનિ રચના સરસ ત્ો, અધિક અધિક અનુપ્રાસ,

ઉપમા આદિક અર્થના, અલંકાર આભાસ.

કોમળ લાગ્ો કાનન્ો, મન ઉપજે મીઠાશ,

જુક્તિ સરસ જો જાણિયે, કવિમાં નહીં કચાશ.

આમ તો આટલી પંક્તિઓ ધ્યાનમાં રાખીન્ો પિંગળપ્રયોગ કરવામાં આવે તોય કવિતાના બધાં ગુણ સચવાઈ જાય એમ છે. પરંતુ કવિતા કરતાં પહેલાં કવિએ પિંગળન્ો સંપ્ાૂર્ણપણે જાણવા જોઈએ એ હેતુથી, છતાં વિદ્યાર્થીભોગ્ય સાદી, સરળ ભાષામાં આ ગ્રંથની રચના કરી છે. દોહરાથી શરૂ થતા પ્રકરણ ૧માં જ્યારે કવિ શબ્દાલંકાર વિશે લખે છે ત્યારે પાદટીપમાં નોંધે છે કે, કેટલાંક છંદોના નામ એમના ગુણોન્ો મળતા છે. જેમકે, કુંડળી વળે ત્ો કુંડળીઓ, સર્પની ગતિ મુજબ બોલાય એ ભુજંગી, મોતીની માળા પરોવવાની ઢબ પ્રમાણે બોલાય એ મોતીદામછંદ. તો મરહઠા છંદ, મદન ગ્રહા છંદ વગ્ોરે કેટલાંક છંદોના તો નામના અર્થ લખવા પણ મુશ્કેલ છે.

સ્ાૂચના પ્રકરણમાં આગળ કવિ ક્રમાનુસાર મનહર છંદ, ઝમક કે યમક, વરણ સગાઈ કે અક્ષર સગાઈ વિશે પણ છંદબદ્ધ સમજ આપ્ો છે. ત્યારબાદના પ્રકરણોમાં લઘુગુરૂ વિચાર, આઠ ગણ વિશે, અંકસંજ્ઞા, માત્રામેળ છંદો, દોહરા-આર્યા, અક્ષરમેળ છંદો, વૈતાળીય-પુષ્પિતાગ્રા, સંખ્યાપ્રસ્તારાદિક, ભાષા કવિતા વિચાર, કાવ્યદૂષણ, કવિતાના નવરસ વિશે વિગત્ો લખ્યું છે અન્ો અંત્ો કઠણ શબ્દનો કોષ પણ આમેજ કર્યો છે. આ શબ્દો તત્કાલીન ગુજરાતી ભાષાની મધુરતાની સાથે વ્યવહારમાં વપરાતા શબ્દોનો પરિચય આપ્ો છે. જેમાં પહેલો શબ્દ મૂક્યો છે, અંગરાગ એટલે કે કસ્ત્ાૂરી વગ્ોરેનું લેપન. અહિવલ્લી એટલે નાગરવેલ. પિંગળ એટલે એ નામના મુનિએ રચેલું શાસ્ત્ર. કેટલાંક છંદના નામ પણ કઠણ શબ્દના કોશમાં છે. જેમકે, કેકિની શારદા એટલે મોરની વાણી, દ્રુત વિલંબિત એટલે દોડવું અન્ો ઊભા રહેવું, મંદાક્રાંતા એટલે હળવી અન્ો ઉતાવળી ઇત્યાદિ.

પ્રકરણ બીજામાં કવિએ માત્રામેળ છંદ વિશે વિગત્ો વાત મૂકી છે. એમાં એમણે પાંચ માત્રાના ગમક છંદથી શરૂ કરીન્ો વામ છંદ, કંતા છંદ, મધુભાર છંદ, આભીર છંદ, તુરગ છંદ, જળતરણ છંદ સહિત ૧૪ માત્રાના હાકળી છંદ, ગજળ છંદ અન્ો ઉંધોર છંદની સાદોહરણ સમજ આપી છે. આ ઉપરાંત ૧૫થી ૩૨ જેવી વધુ માત્રાના જે કરી છંદ, ચોપાઈ, ચરણાકુળ છંદ, અલક છંદ, પદ્ધરી છંદ, પ્લવંગમછંદ, મહીદીપ છંદ, હીર છંદ, હરિગીત છંદ, ચોપાયા છંદ, રૂચિરા છંદ, સવૈયા છંદ, લીલાવતી છંદ, ત્રિભંગી છંદ વિશે પણ લખ્યું છે. પ્રકરણના અંત્ો ૩૨થી ૧૫૨ માત્રા ધરાવતા છંદો પદમાવતી છંદ, દુમિલા છંદ, ઝૂલણા છંદ, મદનગ્રહા છંદ, દોહરા, સોરઠા, ગાથા કે આર્યા છંદ, ગીતિ-ઉપગીતિ-ઉદગીતિ છંદ, કુંડળઇયા છંદ, છપય છંદ, ચંદ્રાવળા છંદ વિશે પણ વાત કરી છે.

પ્રકરણ ૩જામાં કવિએ અક્ષરમેળ છંદો વિશે ઉદાહરણ સહિત વિગત્ો વાત કરી છે. જેની ઉપર ઉડતી નજર નાંખીએ તોય આપણા છંદવારસાની સમૃદ્ધિનો ખ્યાલ આવે. કવિએ આ પ્રકરણમાં શ્રી છંદ, કામા કે સ્ત્રી છંદ, મંદર છંદ, મધુ છંદ, વર છંદ, સમુહી છંદ, હંસા છંદ, વિલાસ છંદ, પ્રિયા છંદ, હારી છંદ, સમોહા છંદ,

ચતુરંશા છંદ, શેષા છંદ, વિમોહા છંદ, શંખધારી કે સોમરાજી છંદ, તિલકા છંદ, માલતી છંદ, સમાનિકા છંદ, કળિતા છંદ, કુમારલલિતા છંદ, મદલેખા છંદ, શીર્ષા છંદ, ચિત્રપદા છંદ, કેતુમાળ છંદ, માલની છંદ, તુંગા છંદ, કમળ છંદ, વિદ્યુન્માળઆ છંદ, ખંજા છંદ, મલ્લિકા છંદ, નગસ્વરૂપિણી કે પ્રમાણિકા છંદ, માણવકાક્રીડિત છંદ, અનુષ્ટુપ, રત્નકરા છંદ, તોમર છંદ, સારંગી છંદ, બિંબા કે લલિતતિલકા છંદ, મણિબંધ છંદ, મહાલક્ષ્મી છંદ, પવિત્રા છંદ, રૂપમાળા છંદ, પાવક છંદ, સંગતિકા છંદ, ચંપક માળા છંદ, બિંન્દુ છંદ, સંજુક્તા છંદ, દોધક છંદ, ઇન્દ્રવજ્રા-ઉપ્ોન્દ્રવજ્રા છંદ, ઉપજાતિ, ચપળા છંદ, સુમુખી છંદ, ગ્રાહિ છંદ, અનુકૂળા છંદ, સ્વાગતા છંદ, શાલિની છંદ, રથોદ્ધતા છંદ, સ્ોનિકા છંદ, લલિત છંદ, મોદક છંદ, દ્રુતવિલંબિત છંદ, ચંદ્રવર્ત્મ છંદ, તોટક છંદ જેવા છંદોની ચર્ચા કરી છે. ત્યારબાદ કવિએ જે છંદોની વાત કરી છે એમાં મોતીદામ છંદ, સ્ત્રગ્વિણી, ભુજંગી, કુસુમ વિચિત્રા છંદ, તામર છંદ, પ્રિયંવદા છંદ, પ્રમિતાક્ષરા છંદ, શૈલ છંદ, તરલનયન છંદ, વંશસ્થ છંદ, વૈશ્ર્વદેવી છંદ, ઈન્દ્રવંશા છંદ, તારક છંદ, કલહંસ છંદ, મત્તમયૂર કે માયા છંદ, પ્રભાવતી છંદ, કંદુક છંદ, વસંતતિલકા છંદ, લીલા છંદ, પડઘમી છંદ, ચામર છંદ, નિશિપાળ છંદ, માલિની છંદ, માળા કે સ્ાૃણિ છંદ, સારંગી છંદ, નલિની કે ભ્રમરાવળી છંદ, હંસ છંદ, ચંચળા છંદ, વિશેષ કે નીલ છંદ, નારાચ છંદ, રૂપમાળી છંદ, શિખરિણી, મંદાક્રાંતા, પ્ાૃથ્વી, હરિણી, ચર્ચરી કે વિબુધપ્રિયા છંદ, ચંદ્રક્રીડા છંદ, ઝૂલણા, શાર્દૂલ વિક્રીડિત, શંભુ છંદ, ગીતક કે મુનિશેખર છંદ, સ્ત્રગ્ધરા, મદિરા છંદ, હંસી છંદ, કેકનીશારદા છંદ, સર્વગામી કે અગ્ર છંદ, વર્ણવાઘેશ્ર્વરી છંદ, ઇન્દ્રવિજય કે મત્તગયંદ છંદ, મલ્લિકા છંદ, કિરીટ છંદ, વૈકુંઠ ધામા છંદ, દુમિલા છંદ, સુખદા કે વિષ્ણુ કે સુરેશ્ર્વર છંદ, કળાકુશળ કે લવિંગલતા છંદ, અરવિંદમુખી છંદ, કિશોર છંદ, મનહર, ઘનાક્ષરી છંદ, વૈતાળીય છંદ અન્ો પુષ્પિતાગ્રા છંદનો સમાવેશ થાય છે.

માત્રામેળ કરતાં અક્ષરમેળ છંદોની સંખ્યા અન્ો ઉપયોગ પ્રમાણમાં વધુ છે. કાવ્યરસિકજનોન્ો સુવિદિત છે જ કે એમાં તાત્ત્વિક ફેર માત્રા અન્ો અક્ષરના મેળ બાબત્ો છે. એમાં વધુ બારીકીઓ પણ છે પરંતુ એના માટે તો પિંગળશાસ્ત્રનો અભ્યાસ કરવો પડે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

eYN6e4
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com