25-April-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
ભૂલ

ક્રાઈમ ફાઈલ-રવિ રાજરાતના આઠ વાગ્યા હતા. ગિરધરલાલ નાનકડા સિંગલ બ્ોડમાં પડ્યા હતા. એમની છાતી હાંફી રહી હતી. શ્ર્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. ત્ોમન્ો કેન્સરની બીમારી હતી. આખો દિવસ બદન બળ્યા કરે.

થેરાપી લઈ લઈન્ો શરીરની ચામડી બળી ગયેલી અન્ો વાળ પણ ઊતરી ગયેલા. એમાંય પાછો ટી.બી.નો રોગ લાગુ પડ્યો. ત્ોઓ સાવ પથારીવશ થઈ ગયા. આખો દિવસ ગળફાંમાં લોહી નીકળ્યા કરે. ગામઠી ભાષામાં કહીએ તો એ રીતસરના રીબાઈ રહૃાા હતા. આવા સમયે સ્ોવા કરવા માટે ઉત્તમ વ્યક્તિ એટલે જીવનસાથી. પણ પત્ની તો વરસો પહેલાં એકલા મૂકીન્ો સ્વર્ગ્ો સિધાવી ગઈ હતી.

ગિરધરલાલન્ો એક જ દીકરો. નામ અનિકેત. એક પ્રાઈવેટ કંપનીમાં નોકરી કરે. પગાર

ઠીક ઠીક. એકનો એક દીકરો પણ શ્રવણ જેવો. પિતાની ખૂબ સ્ોવા કરે. આવક સારી નહોતી

ત્ોમ છતાં પણ સારવાર કરાવવામાં જરાય પાછીપાની કરે નહીં. પિતા એનાથી ખૂબ ખુશ

હતા.

નાનું કુટુંબ હતું. ગિરધરલાલ, અનિકેત એની પત્ની રિયા અન્ો નાનકડી દીકરી પ્રિન્સી. બ્ો બ્ોડરૂમ હોલ કિચનના ફ્લેટમાં રહે. અનિકેત બ્ોડરૂમમાંથી બહાર આવ્યો. શર્ટની બાંયનું બટન બંધ કરતાં કરતાં બોલ્યો, ‘પપ્પા, અમે વિશાલના ઘરે જઈએ છીએ. એની સિસ્ટરના લગ્ન છે. મેં આપન્ો વાત કરી હતી. આજે ગરબા છે અન્ો આવતી કાલે લગ્ન! અમે કાલ સાંજ સુધીમાં આવી જઈશું.’

ગિરધરલાલથી બહુ બોલાતું પણ નહોતું. ત્ોમણે લથડાતા અવાજે કહૃાું, ‘ભલે, બ્ોટા! સુખેથી જાવ.’

એટલી વારમાં રિયા એક બાઉલ અન્ો એક ગ્લાસ લઈન્ો આવી. એન્ો ગિરધરલાલના પલંગની બાજુની ટિપોઈ પર મૂકતા બોલી, ‘પપ્પાજી, આમાં આપના માટેનું બદામવાળું દૂધ છે અન્ો બાઉલમાં બાફેલાં મગ છે. આપ શાંતિથી જમી લેજો. આવતી કાલ બપોર માટે ફ્રૂટ્સ પણ મૂકું છું. પાણીનો જગ પણ મૂકું છું.

ગિરધરલાલે કહૃાું, ‘અરે, બ્ોટા! મારી આટલી બધી ચિંતા ના કરો. આજે મગ બાફવાની જરૂર નહોતી. માત્ર દૂધ હોત તો ચાલત. નાહકનું તમારે મોડું થશે. આઠ તો વાગી ગયા છે. હવે તમે જલદી નીકળો. હજુ જતાં કલાક થશે. હું શાંતિથી મારા સમયે જમી લઈશ.’

રિયા હસી, ‘પપ્પા, ચિંતા તો થાય જ ન્ો. તમે અમારો આધાર છો. મારું ચાલે તો હું લગ્નમાં ના જ જાઉં. પણ પછી આમના સંબંધો બગડી જાય.’

‘ચિંતા વિના જાવ બ્ોટા!’ ગિરધરલાલે આશીર્વાદ આપ્યા. અનિકેત, રિયા અન્ો નાનકડી પ્રિન્સી બહાર નીકળ્યા. કાર ગાંધીનગર તરફ દોડાવી મૂકી.

ગિરધરલાલનો દવાનો સમય નવ વાગ્યાનો હતો. જમતા પહેલાં દવા લેવાની હતી. એ લઈન્ો ત્ોઓ સાડા નવ વાગ્ો જમ્યા. દસ વાગ્ો જમીન્ો પછી લેવાની ગોળી દૂધ સાથે લઈન્ો આંખો મીંચી. પણ રોજ જેમ આજે પણ નીંદર મોડે સુધી ના આવી. છેલ્લાં ત્રણ વર્ષથી બીમારીમાં રિબાતા હતા અન્ો ખાટલામાં હતા એટલે ઊંઘ પણ કેટલી આવે? આખરે રાત્રે દોઢ વાગ્ો એમની આંખમાં આછી આછી નીંદર ડોકાઈ અન્ો બ્ો વાગ્ો ઘસઘસાટ ઊંઘ આવી ગઈ.

અનિકેત જ્યાં રહેતો હતો એ ફ્લેટ ખૂબ જૂનો અન્ો સામાન્ય લોકોની વસાહતમાં હતો. સિક્યુરિટી વગ્ોરેની સગવડ નહોતી. એક ગ્ોટ હતો જે લોકો રાત્રે બંધ કરી દેતા હતા. બરાબર રાતના અઢી વાગ્યા હતા.

એક યુવાન ચોરી-છૂપીથી ફ્લેટનો ગ્ોટ કુદીન્ો અંદર દાખલ થયો. રાતના સન્નાટાન્ો ચીરતા એના પગલાંના અવાજનું ધ્યાન રાખતો એ સીડીના પગથિયા ચડવા માંડ્યો. ત્રીજા માળે ફ્લેટ નંબર ત્રણસો ત્રણના દરવાજા પાસ્ો આવીન્ો એ અટક્યો.

આ દરવાજો બહારથી લોક હતો. એણે એના ખિસ્સામાંથી ડુપ્લીકેટ ચાવી કાઢી અન્ો હળવેકથી ફ્લેટનું બારણું ખોલ્યું. એ ધીમા પગલે અંદર દાખલ થયો. નાઈટ લેમ્પના આછા ઉજાસમાં ડ્રોઈંગરૂમમાં નજર ફેરવી. આથમી ગયેલું જૂનું ફર્નિચર પડ્યું હતું. એ બ્ોડરૂમ તરફ આગળ વધ્યો ત્યાં જ ભૂલથી ફૂલદાની સાથે અથડાયો.

ફૂલદાની પડી ગઈ. અવાજથી ગિરધરલાલની નીંદર ઉડી ગઈ. આટલી અવસ્થા અન્ો ઊંઘમાં પણ એમન્ો ખબર હતી કે દીકરો અનિકેત તો લગ્નમાં ગયો છે. પાછો આવવાનો નહોતો. તો પછી અંદર કોણ છે. ત્ોમણે બ્ાૂમ મારી, ‘કોણ છે અંદર?’

યુવાન ઝડપથી અવાજની દિશા તરફ એ બ્ોડરૂમમાં પ્રવેશ્યો. એન્ો જોઈન્ો ગિરધરલાલની આંખોમાં આશ્ર્ચર્ય અન્ો ગભરાહટ વ્યાપી ગઈ, ‘એય, તું અંદર કેવી રીત્ો આવ્યો?’

બસ ત્ોઓ આટલું જ બોલી શક્યા. પછી ન તો એમના ગળામાંથી અવાજ નીકળ્યો ન શ્ર્વાસ. ચોર બાજ જેમ એમના પર ત્રાટક્યો અન્ો પાસ્ોના ઓશિકાથી એમનું મોં દબાવી દીધું. ગિરધરલાલે શ્ર્વાસ લેવા માટે તરફડિયા મારવા માંડ્યા. એમના પગ પલંગ પર પછડાવા લાગ્યા. થોડીવારની છટપટાહટ પછી એમનો શ્ર્વાસ રૂંધાઈ ગયો. પ્ોલાએ ઓશિકું દૂર કર્યું. નાક પાસ્ો આંગળીઓ મૂકીન્ો શ્ર્વાસ ચેક કર્યો. પછી મનોમન બોલ્યો, ‘મર ગયા સાલા!’

ઓશિકું એમના મોં પર જ દાબીન્ો એ બીજા બ્ોડરૂમમાં આવ્યો. બ્ોડરૂમની તિજોરીની ડુપ્લીકેટ ચાવી પણ એની પાસ્ો હતી. એણે ઝડપથી આખી તિજોરીનો સામાન કાઢવા માંડ્યો. બધો જ સામાન નીચે ફેંકી દીધો. આખરે એના હાથમાં સોનાના દાગીનાનું બોક્સ આવ્યું અન્ો પચાસ હજાર રૂપિયા રોકડા પણ મળ્યા. ત્ોણે પ્ૌસા અન્ો ઘરેણાન્ો સૂંઘ્યાં. જાણે એનો નશો ચડ્યો હોય એમ એ ખુમારીમાં આવી ગયો. ઘરેણાં અન્ો રોકડ રકમ પોતાના થેલામાં મૂકીન્ો એ ઝપડથી બહાર નીકળી ગયો.

***

મિત્ર વિશાલની બહેનના લગ્નમાં અનિકેત અન્ો રિયાનો જીવ નહોતો લાગતો. બંન્ોન્ો બાપુજીની જ ચિંતા હતી. લગ્ન અન્ો ભોજન પ્ાૂર્ણ થયા પછી અનિકેત્ો મિત્ર પાસ્ો રજા પણ માંગી, પણ એણે ના આપી. આથી પરાણે ક્ધયાવિદાય સુધી રોકાવું પડ્યું. સાંજે પાંચ વાગ્યે અનિકેત અન્ો રિયા ગાંધીનગરથી નીકળ્યા. આવીન્ો જોયું તો ઘરના દરવાજાનુંં લોક ખુલ્લું હતું. માત્ર બહારથી જ હડો વાંખેલો હતો. ત્ોમણે આશ્ર્ચર્ય સાથે અંદર પ્રવેશ કર્યો. અંદરનું દૃશ્ય જોઈન્ો એમના પગ તળેથી જમીન સરકી ગઈ.

બાપુજી નિર્જીવ અવસ્થામાં પડ્યા હતા અન્ો ઘરની તિજોરીનો બધો જ સામાન વેરવિખેર પડ્યો હતો. અનિકેત પિતાની લાશ પર ઢળીન્ો રડી પડ્યો, રિયાના ગળામાંથી ચીસ નીકળી ગઈ. આસપાસના પાડોશીઓ ભેગા થઈ ગયા. ફ્લેટમાં હાહાકાર મચી ગયો. તરત જ પોલીસન્ો જાણ કરવામાં આવી.

***

પોલીસ સ્ટેશનના ઈન્સ્પ્ોક્ટર પટેલ. ઈ. પટેલનું શરીર વધી ગયું હતું અન્ો પ્ોટ હતું એના કરતાં પણ ડબલ થઈ ગયું હતું. મોટી મોટી મૂછો અન્ો ભયાનક આંખો. કોન્સ્ટેબલ જીવન પણ એવો જ. એ બંન્ોન્ો જોઈન્ો ભીડ પોતાની મેળે જ આઘીપાછી થઈ ગઈ.

અનિકેત રડતો રડતો સામે આવ્યો, ‘સર, જુઓ મારા બાપુજીન્ો કોઈએ મારી નાંખ્યા અન્ો તિજોરી સાફ કરીન્ો ચાલ્યો ગયો.’

ઈ. પટેલએ કંઈ જવાબ ના આપ્યો. એ આસપાસનું નિરીક્ષણ કરવામાં મશગૂલ હતા.

રિયા બોલી, ‘સાહેબ, અમારે તો માલ-મિલકત પણ ગઈ અન્ો અમારા આધાર સમા બાપુજી પણ ગયા. અમે લૂંટાઈ ગયા સાહેબ.’

ઈ. પટેલે એન્ો પણ કંઈ જવાબ ના આપ્યો. પણ કોન્સ્ટેબલ બોલ્યો, ‘ચિંતા ના કરો બ્ોન. બ્ોમાંથી એક તો પાછા લાવી જ આપીશ.’

કોન્સ્ટેબલના વાક્યથી પાડોશીઓમાં અંદરોઅંદર હાસ્ય સળવળી ઊઠ્યું. પણ રિયા

અન્ો અનિકેતન્ો ખૂબ ગુસ્સો ચડ્યો. પટેલએ ડોળા કાઢીન્ો કોન્સ્ટેબલ સામે જોયું. જીવન ચૂપ થઈ ગયો.

ડ્રોઈંગરૂમમાં હજુ ઘણા બધા લોકો એક ખૂણામાં ઊભા હતા. ઈ. પટેલે બધાન્ો બહાર મોકલી દીધા. એ પછી બંન્ોએ બ્ોડરૂમ અન્ો ડ્રોઈંગરૂમમાં નજર દોડાવી. ત્ોમના હાથમાં ગ્લોવ્ઝ પહેરેલા હતા ત્ોમ છતાં એ બિનજરૂરી જગ્યાએ સ્પર્શ નહોતા કરતાં. ત્ોમણે દૂર ઊભા રહીન્ો ગિરધરલાલની લાશન્ો તાક્યા કરી.

ગિરધરલાલ ચત્તાપાટ પડ્યા હતા, ત્ોમના ડોળા ફાટી ગયા હતા અન્ો મોંમાંથી ફીણ નીકળીન્ો ગાદલામાં રેલાઈ ગયાના નિશાન પણ હતા. ત્ોમના પગ તરફડીન્ો અવળા થઈ ગયા હતા. પટેલ સમજી ગયા કે ગિરધરલાલનું ગળું દબાવીન્ો ત્ોમની હત્યા કરવામાં આવી છે. એ પછી ત્ોઓ બીજા બ્ોડરૂમમાં ગયા. તિજોરીનો બધો જ સામાન વેર-વિખેર પડ્યો હતો. એમાંથી મહત્ત્વની ચીજો ગાયબ હશે એ સમજતા ત્ોમન્ો વાર ના લાગી.

ત્ોમણે કોન્સ્ટેબલન્ો સ્ાૂચના આપી, ‘જીવન, તાત્કાલિક ફોરેન્સિક લેબની ટીમ, ફિંગર પ્રિન્ટ એકસપર્ટ અન્ો ફોટોગ્રાફરન્ો બોલાવી લે. અન્ો સિવિલ હોસ્પિટલમાં પણ ફોન કરીન્ો લાશના પોસ્ટમોર્ટમની વ્યવસ્થા કર.’

પોસ્ટમોર્ટમ શબ્દ સાંભળતા જ અનિકેત ડૂસકું મૂકીન્ો રડી પડ્યો. નાનકડી પ્રિન્સી પપ્પાન્ો વળગી પડી. પટેલએ ત્ોમના પાડોશીન્ો બોલાવીન્ો પ્રીન્સીન્ો એમની સાથે મોકલતા કહૃાું, ‘બ્ોટા, તું આંટી સાથે થોડીવાર બ્ોસ. અમે હમણા આવીએ છીએ.’

પ્રિન્સી બહાર ગઈ પછી ઈ. પટેલે અનિકેત અન્ો રિયાની પ્ાૂછપરછ કરી. બંન્ો મિત્રના ઘરે લગ્નમાં ગયા હતા એ બધી જ વાત પટેલન્ો કરી દીધી. ત્ોમના બાપુજી કેન્સરથી પીડાતા હતા એ વાત પણ કરી. પટેલે પ્ાૂછ્યું, ‘તિજોરીમાં કેટલી રોકડ અન્ો ઘરેણા વગ્ોરે હતા? એના બિલ છે તમારી પાસ્ો?’

રિયા બોલી, ‘સાહેબ, સાત્ોક તોલા સોનું હતું અન્ો પચાસ્ોક હજાર રૂપિયા રોકડા. બિલ તો સાચવ્યા નથી. અમારા માટે એ અમારી જીવનમૂડી હતી સાહેબ. અમે તો જીવનદાતા પણ ગુમાવ્યા અન્ો જીવનમૂડી પણ.’ આટલું બોલીન્ો રિયા રડી પડી.

ઈ. પટેલ બોલ્યા, ‘બહેન, અમે તમન્ો જીવનદાતા તો પાછા નહીં લાવી આપી શકીએ પણ એટલું નક્કી છે કે આ જેણે કર્યું છે એનું જીવન જરૂર હરામ કરી નાંખીશું.’ (ક્રમશ:)ઉ

(કોણ હશે ગુન્ોગાર? શું માત્ર ચોરી કરવા માટે જ એણે હત્યા કરી હશે કે બીજું કંઈ રહસ્ય પણ હશે? હત્યારા પાસ્ો ઘરની ડુપ્લીકેટ ચાવી ક્યાંથી આવી? એ કોઈ જાણભેદુ હશે કે પાડોશીમાંથી કોઈ? આવા બધા જ સવાલના જવાબ આવતા રવિવારે!)

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

15040mX8
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com