19-July-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
હિન્દુ મરણ

ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ

ખેરવા હાલ કાંદિવલી સ્થિત, મહેન્દ્ર પ્રાણજીવન પંચોલી (ઉં. વ. 75) 14-12-18, શુક્રવારના સ્વર્ગલોક પામ્યા છે. તે સ્વ. કોકીલાબેન અને ઈન્દ્રબાળાબેનના પતિ. ભાર્ગવ અને નિમા રાજેશકુમાર ત્રિવેદીના પિતા. પૂર્વી ભાર્ગવ પંચોલી, રાજેશકુમાર બળવંતરાય ત્રિવેદીના સસરા. મુકેશ, અશ્ર્વીન, ભરત, લલિત અને દિપકના મોટા ભાઈ. શિવમના દાદા. ક્રિનાના નાના. પ્રાર્થનાસભા 20મીને ગુરુવારે 4 થી 6. ઠે. શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન ઉપાશ્રય, 4થે માળે, ઓમાનવાલા હોલ, પારેખ ગલીની બાજુમાં, એસ. વી. રોડ, કાંદિવલી (પ.). લૌ. વ્ય. બંધ છે.

ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ (બારીશી)

ભિલોડા હાલ જોગેશ્ર્વરી જયશંકર હીરાલાલ પંડયા (ઉં.વ. 85) તે રમાબેનના પતિ. સંદીપ, કેતન, ભારતીબેન, અલકાબેન, ભાવિકાબેનના પિતા. અ. સૌ. તેજલના સસરા. જાહ્નવી, મીતના દાદા. શશીકાંતભાઈના મોટા ભાઈ તા. 17-12-18 ને સોમવારના દેવલોક પામ્યા છે. સાદડી તા. 19-12-18 ને બુધવારના 5 થી 7 શ્રી સૌરાષ્ટ્ર પટેલ સમાજ પટેલ એસ્ટેટ, જોગેશ્ર્વરી (વેસ્ટ). પિયર પક્ષની સાદડી પ્રહલાદ મોતીરામ ઉપાધ્યાય (રીટોડા) તરફથી સાથે રાખેલ છે. (લૌકિક પ્રથા બંધ છે.)

કચ્છી લોહાણા

સ્વ. ઠા. માવજી પચાણ ગંધા (ઠક્કર) કચ્છ મોડવદરવાળાના પુત્ર ભગવાનદાસભાઈ (ઉં.વ. 92) હાલે કાંદિવલી તે સ્વ. રવજી લધુ માણેક વરસામેડીવાળાના જમાઈ. સ્વ. જવેરબેનના પતિ. અમ્રતલાલભાઈના મોટા ભાઈ. સૌ. નિકુંજબેન પરશોત્તમભાઈ સોમૈયા, સૌ. વસંતબેન ભૂપેન્દ્રભાઈ સદલાણી, સૌ. ભારતીબેન બીપીનભાઈ ઠક્કર, મહેશ-ભારતી, મુકેશ-નુતનના પિતાશ્રી રવિવાર, તા. 16-12-18ના પરમધામવાસી થયેલ છે. બંને પક્ષની પ્રાર્થનાસભા બુધવાર, તા. 19-12-18ના 4 થી 6. સ્થળ: પાવનધામ, મહાવીર નગર, પાવનધામ માર્ગ, બી.સી.સી.આઈ. ગ્રાઉન્ડની સામે, કાંદિવલી વેસ્ટ. લૌકિક વહેવાર સદંતર બંધ છે. બૈરાઓએ તેજ દિવસે આવી જવું.

નવગામ વિશાનગર વણિક

માણસા હાલ મુંબઈ સુરેન્દ્રભાઈ જમનાદાસ કાપડિયાના ધર્મપત્ની અરૂણાબેન સુરેન્દ્રભાઈ કાપડિયા (ઉં. વ. 68) સોમવાર, 17-12-18ના શ્રીજીચરણ પામેલ છે. તે નિપા, પ્રીતિ, અમિતના માતાશ્રી. તે આશિત, સમીર અને નિકીના સાસુ. તે સુધાબેન, રીટાબેન, સ્વ. શોભનાબેન, દિલીપભાઈના ભાભી. સ્વ. તારાબેન રમણલાલ શાહ (પુના નિવાસી)ના દીકરી. બંને પક્ષની પ્રાર્થનાસભા 20-12-18ના સાંજે 5 થી 7. ઠે: માધવબાગ મંદિર, 149, સી. પી. ટેન્ક, મુંબઈ-4. લૌકિક પ્રથા બંધ છે.

ભટ્ટ મેવાડા બ્રાહ્મણ જ્ઞાતિ

ગામ દેશોત્તર મહેશભાઈ વાડીલાલ જોષી (ઉં. વ. 60)નું 15-12-18ને શનિવારે અવસાન થયું છે. સાદડી 19-12-18ના બુધવારે બપોરે 4 થી 7. ઠે: કિર્તીકુમાર નટવરલાલ જોશી, 205/અ, શૈલી એપાર્ટમેન્ટ, ટાંકી રોડ, નાલાસોપારા (પૂર્વ). મોસાળ પક્ષે ડાહ્યાલાલ છગનલાલ જોષી સાદડી સાથે રાખેલ છે. દેશોત્તર ખાતે બેસણું 23-12-18ને રવિવારે સવારે 10 થી 2.

નાથળિયા ઉનેવાળ બ્રાહ્મણ

ડુંગર/કથીવદર હાલ વિરાર દેવકુંવરબેન તથા જેઠાલાલ દયારામ ઓઝાની દીકરી લતાબેન (ઉં. વ. 61) તા.17-12-18, સોમવારના સ્વર્ગવાસી થયેલ છે. તે ભરતભાઈ, નિલેષભાઈ, મનીષભાઈ તથા દક્ષાબેન દીનકરરાય જોષી તથા વિણાબેન વિનોદરાય ચૌહાણના મોટાબેન તેમની પ્રાર્થનાસભા તા. 19-12-18, બુધવારના 4 થી 6. ઠે. વિષ્ણુ પ્રતિભા હોલ, પુરુષોત્તમ પારેખ રોડ, એસ.ટી.સ્ટેન્ડની બાજુમાં, વિરાર (વે.) (ચક્ષુદાન કરેલ છે.)

કપોળ

સિહોરવાળા હાલ વિલેપાર્લા ગં. સ્વ. મંજુલાબેન મનસુખલાલ મહેતા (ઉં. વ. 93) તે તુષારભાઈ, યોગેશભાઈ તથા સુરભીબેનના માતુશ્રી. તે અ. સૌ. ગીતા, અ.સૌ. વર્ષાના સાસુ. તૃષ્ણા રાજીવભાઈ પટ્ટણી તથા ઉર્વી વીરલભાઈ સંપટના દાદી. તે સ્વ. મંગળદાસભાઈ, નવલભાઈ, કનુભાઈ, ચંદ્રકાંતભાઈ તથા સ્વ. પ્રભાબેન ગંગાદાસ પારેખના મોટા ભાભી. પિયરપક્ષે તળાજાવાળા સ્વ. અમીદાસ પોપટલાલ વોરાની દીકરી તા. 17-12-18ના સોમવારે શ્રીજીચરણ પામ્યા છે. તેમની પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

ઔદિચ્ય ગોરવાલ બ્રાહ્મણ

ગામ ગોલ હાલ નાલાસોપારા શશીકાન્ત જીવનલાલ વોરાના પત્ની મમતાબેન (ઉં. વ. 49) તા. 12-12-18, બુધવારના દેવલોક પામ્યા છે. તે જુમીન અને પૂર્વીના માતાજી. તે ઉર્મિલાબેન, ઈશ્ર્વરલાલ અને વિમલાબેનના ભાભી તથા ગોલ નિવાસી છોગાલાલ વૈજનાથ દવેના પુત્રી તથા ગોદાવરીબેન, ભ્રમરલાલ મધુબાળા, મીનાબેન, કૌશલ્યાબેન, કમલાબેન અને રંજનબેનના બહેનની પ્રાર્થનાસભા (સાસરા અને પિયરપક્ષની) તા. 20-12-18, ગુરુવારે સાંજે 5 થી 7 શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન શ્રાવકસંઘ, 5મે માળે (મોટો ઉપાશ્રય), એસ. વી. રોડ, કાંદિવલી (વે.) રાખેલ છે. શંકર મંદિરની સામે. (લૌકિક પ્રથા બંધ છે.)

દશનામ ગોસ્વામી

ગામ કાઠડાના હાલ ગોરેગામ, દેવપુરી કરશનપુરી ગોસ્વામી (ઉં. વ. 80) તા. 17-12-18ના કૈલાસવાસ પામેલ છે. તે ગુણવંતીબેનના પતિ. લક્ષ્મણગીરી તથા (રામગીરી)ના જમાઈ તથા જયરાજભાઈ, ચંચળબેન, સ્વ. જયાબેન તથા પ્રભાબેન તથા સ્વ. હસુમતીબેનના ભાઈ. તેમ જ ભરત, ધીરેન, જયેશના પિતાશ્રી. જાનકીબેન, વીણાબેન, જીગ્નાબેન, શીતલબેનના સસરાજી. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 19-12-18ના 4 થી 6. પ્રાર્થનાસ્થળ: આત્મીયધામ, શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામીનારાયણ મંદિર, એમ. જી. રોડ એક્ષટેન્શન રોડ, કેનેરા બેંકની સામે, (બાંગુરનગર બ્રાંચ), ગોરેગામ (વે.)

ઘોઘારી દશા શ્રીમાળી વણિક જ્ઞાતિ

મોરચંદ (હાલ બોરીવલી) અ. સૌ. જયશ્રીબેન તથા પંકજભાઈ મયુરદાસ ભગતના જમાઈ ધીરજકુમાર માણેકલાલ જૈન (આચ્છા) (ઉં. વ. 35) તે ખુશ્બુના પતિ. તે વૈભવના બનેવી. તે અ. સૌ.યશનીના નણંદોઈ તથા કરેડા રાજસ્થાન નિવાસી શ્રી નેમચંદજી તથા સુશીલના ભાઈ તે બુધવાર, તા. 12-12-18ના તેમના કામોઠે ખાતેના નિવાસસ્થાને શ્રીજીચરણ પામેલ છે. તેમની પ્રાર્થનાસભા તા. 20-12-18ના ગુરુવારે સાંજે 4.30 થી 5.30 ખાતે નીચેના સ્થળે રાખેલ છે. શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન ઉપાશ્રય, ડાયમંડ ટોકિઝની સામે, એલ. ટી. રોડ, બોરીવલી (વે.)

કચ્છી ભાનુશાલી

સ્વ. લક્ષ્મીદાસ જગમલભાઈ જોઈસર જખૌ (ઉં. વ. 75) જામનગર મધ્યે 16-12-’18ના ઓધવશરણ પામેલ છે. પ્રાર્થના પુત્ર - જીતેન્દ્ર. પૌત્રો - દયારામ, શંકરલાલ, ગોવિંદ, ધર્મેશ, શંકરલાલ. જમાઈઓ - દિનેશ લીલાધર ભદ્રા તેરા, ઈશ્ર્વર લીલાધર ભદ્રા તેરા, હેમરાજ પ્રેમજી શેઠીયા સુડધ્રો, શંકરલાલ ખીમજી ભદ્રા જખૌ, ગોપાલ તેજપાલ ભદ્રા રવા, મનોજ ચંદુલાલ ગોરીબારા. સાસરા પક્ષે - તુલસીદાસ રામજી ગજરા રામપર. પ્રાર્થનાસભા રાખેલ નથી. લૌકિક વ્યવહાર બંધ છે.

હાલાઈ બ્રહ્મક્ષત્રિય

કિર્તીકુમાર ખેતશી તેજાણી (ઉં. વ. 72), 17-12-’18ના શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. જયશ્રીબેનના પતિ. સત્યેન, પ્રતિકના પિતાશ્રી. રોનીત, કેદારના દાદા. પ્રીતિ, નેહાના સસરા. ઉષાબેન દુબલ, કૌશલ્યાબેન ઘુમરા, સ્વ. પ્રમોદાબેન વકીલ, નીરૂપાબેન ઘેલાના ભાઈ. સ્વ. છોટાલાલ દામોદર દુબલના જમાઈ. લૌકિક પ્રથા બંધ રાખેલ છે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

hR6064
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com