19-July-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
પ્રજામત

દશેરા પહેલા દિવાળી

તાજેતરમાં પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીના પરિણામો જાહેર થયા. સત્તાની સેમીફાઈનલમાં સત્તાધારી ભાજપને ઝાટકો લાગ્યો. કૉંગ્રેસે સપાટો બોલાવ્યો. રાહુલજીની મહેનત સફળ થઈ. સમય પરિવર્તનશીલ છે. દેશની જાગૃત જનતા પણ પરિવર્તન ઈચ્છે છે જેની આ સાબિતિ છે.

ત્રણ રાજ્યોમાં ભાજપને ભારે ઠેસ પહોંચી છે. કૉંગ્રેસે પોતાનું આક્રમક વલણ બતાવ્યું છે. મોદીજી અને અમિત શાહનો જાદુ કારગત નીવડ્યો નથી એ પરિણામો બતાવે છે.

પંજાની પકડ હવે મજબૂત બનતી જાય છે. હવે લક્ષ્ય લોકસભાની ચૂંટણી પર કેન્દ્રિત કરવું જોઈએ. જનતાના મિજાજને પારખી કૉંગ્રેસ જનતાની અપેક્ષાઓ પૂરી કરવા અને આપેલા વચનો નિભાવવા કટિબદ્ધ થવું ઘટે. જો આવું થશે તો દિલ્હી દૂર નથી. બધા પક્ષો એક મંચ ઉપર આવશે તો દિલ્હી કબજે થઈ શકશે. મોંઘવારી, નાણાભીડ, વેપારધંધા ઉપર નૉટબંધીની અસર, જગતના તાતને કરવા પડતા આપઘાત, શિક્ષિત બેરોજગારી જેવા અનેક કારણો સત્તાપક્ષને ગ્રહણ રૂપે નડ્યા છે.

રાહુલજીએ કમાલ કરી છે! દશેરા પહેલા જ જાણે દિવાળી કરાવી દીધી. સમય કોઈ એકનો થયો નથી અને થશે પણ નહીં, એ ભૂલવું ન જોઈએ.

સમય- સમય ભલવાન હૈ- નહીં મનુષ્ય બલવાન.

કાળે અર્જુન લૂંટ્યો એજ ધનુષ્ય એજ બાણ

કૉંગ્રેસ આવેલી તકને ઝડપી લે એજ વર્તમાન સમયનો તગાદો છે.

- પ્રતાપ વી. ઠક્કર

મણીભુવન, ગણેશ ગાવડે રોડ, મુલુંડ (પ).

નરેન્દ્ર મોદી શિવલિંગ પર

બીલીપત્ર જેવા છે

થરુરની વિદ્વતાની નમોએ પ્રશંસા કરી હતી. એના ઈતિહાસના જ્ઞાનને આવરી લેતાં યુનોમાં એમના પ્રવચનને એમણે બિરદાવી અભિનંદન આપ્યાં હતાં. પણ આત્મશ્ર્લાધાથી ઘેરાયેલા થરુર એમની વિવેકક્ષમતા ભૂલી મોદીને શિવલિંગ પર બેઠેલા વીંછી કહે છે ત્યારે એમના વ્યકિત્વની ક્ષુદ્રતા પર હાસ્યાસ્પદ વિધાનો સ્વયંસિદ્ધ પુરાવા આપે છે. સુશીલકુમાર શિંદેની પુત્રી- વિધાનસભ્ય પ્રજાતિ શિંદેએ ડેન્ગ્યુ મચ્છર સાથે સરખાવ્યા છે, પણ જ્યારે ડેન્ગ્યુ તાવમાં વ્યક્તિ સપડાય છે ત્યારે એ તાવ મૃત્યજન્ય નીવડી શકે છે. વાસ્તવમાં નમો એ શિવલિંગ પર શ્રદ્ધાળુઓએ મૂકેલા બીલીપત્ર છે, જે શિવનું ત્રિનેત્ર પણ કહેવાય છે. પોતાના દાંપત્ય જીવનને જાળવી નહીં શકનારા નેતાઓ રાષ્ટ્રના વિધાયકોની ભૂમિકામાં બેવકૂફી ભર્યાં નિવેદનો કરે છે ત્યારે એમની સત્તાલાલસા રઘવાઈ બની વિવેક ભૂલી ભટકી રહી છે. આંખોના નખરાં અને અટકચાળા અને બેફામ બકવાસથી જનતાનો વિશ્ર્વાસ અને મત જીતી શકાતા નથી. બીજા પ્રત્યે આંગળી ચિંધનારે એ પણ ભૂલવું ન જોઈએ કે બાકીની આંગળીઓ પોતા તરફ પણ ચિંધાય છે.

- રેણુકા રશ્મિકાંત ત્રિવેદી (દવે)

લલ્લુભાઈ પાક, અંધેરી (પ.), મું.-58.એક નમ્ર સૂચન

મું.સ.ની રોજેરોજની પૂર્તિમાં પાના નં. 6 ઉપર ફન વર્લ્ડ કોલમ આપો છો. બહુ રસપ્રદ કોલમ છે. જાણે ગાગરમાં સાગર. પરંતુ ક્વીઝ, પ્રશ્ર્નો વિગેરે માટે તે પછીના અઠવાડિયા સુધી તેના સાચા ઉત્તર જાણવા રાહ જોવી પડે છે અને તે અગાઉના પ્રશ્ર્નો ટેલી કરવા ગયા હપ્તાની પૂર્તિ દર વખતે સચવાઈ નથી રહેતી. નમ્ર સજેશન કે, પછીના જવાબ તે જ પૂર્તિના અન્ય પાનાં પર અથવા બીજા દિવસની આવૃત્તિમાં આપવામાં આવે તેવું જરૂરથી વિચારવું જોઈએ.

- અરવિંદભાઈ કલ્યાણજી

દાદાભાઈ રોડ, વિલેપાર્લે (વેસ્ટ), મુંબઈ-400056.આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

KcXjf1W
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com