19-March-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
તલાટીની ભરતીમાં બનાસકાંઠાના એક જ સમાજના વધુ ઉમેદવારો ઉત્તીર્ણ થતા તપાસની માગ ઊઠી

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદ : લોકરક્ષકની ભરતી માટેની પરીક્ષાનું પેપર લીક થયા બાદ પકડાયેલા મોટાભાગના આરોપીઓ ઉત્તર ગુજરાતના હોવાથી અગાઉની તલાટી-મંત્રી અને મુખ્ય સેવિકાની ભરતી માટેની પરીક્ષાને લઈને પણ સવાલો ઉઠ્યા છે. જેમાં બનાસકાંઠામાં તલાટી અને મુખ્ય સેવિકાના પેપર લીક થયાની ચર્ચાએ વેગ પકડ્યો છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતમાં તાજેતરમાં તલાટીની ભરતી માટેની સ્પર્ધાત્મક પરીક્ષામાં સૌથી વધુ ઉમેદવારો બનાસકાંઠામાંથી પાસ થયા હોવાની ચર્ચા જાગી છે. તલાટીઓની ભરતીમાં પેપર લીક કરી વગદારોની ભરતી થયાના આક્ષેપો પણ થઈ રહ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં મુખ્ય સેવિકાનું પેપર પણ લીક થયું હોવાનું કહેવાય છે. તથા મુખ્ય સૂત્રધારની તલાટી અને મુખ્ય સેવિકાની પરીક્ષા મામલે પણ તપાસની માગ થઇ રહી છે. આ મામલે તટસ્થ તપાસમાં મોટા માથાઓના નામ ખૂલે તેવી શક્યતા છે. તલાટીમાં વડગામના 20 અને જિલ્લાના 37 ઉમેદવારો એક જ સમાજના સિલેક્ટ થયા હતા. સીઆઈડી ક્રાઈમ જો ભરતી સમયની કોલ ડિટેઈલ ચેક કરશે તો મોટો ખુલાસો થઈ શકે છે તેમ લોકો દ્વારા ચર્ચાઇ રહ્યું છે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

r0WhTx6
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com