26-May-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
અમદાવાદમાં ટ્રાફિક બ્રિગેડની જગ્યા માટે ફોર્મ મેળવવા બેરોજગારોની લાંબી લાઇનો લાગી

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદ : વાઈબ્રન્ટ ગણાતા ગુજરાતમાં બેરોજગાર યુવાનોની સંખ્યા વધતી જાય છે. સરકારની તલાટીમંત્રી, જુનિયર ક્લાર્કથી લઈને વિવિધ ખાલી જગ્યાઓ માટે 56 લાખ ઉમેદવારોએ ફોર્મ ભર્યાં હતાં. એટલું જ નહિ અમદાવાદમાં ટ્રાફિક બ્રિગેડની 1400 જેટલી જગ્યા માટે ઉમેદવારી ફોર્મ મેળવવા બુધવારે મીઠાખળી ટ્રાફિક ઓફિસની બહાર ત્રણ કિ.મી. સુધી યુવાનોની લાંબી લાઇનો લાગી હતી. ટ્રાફિક બ્રિગેડની 9 પાસ થયેલા ઉમેદવારોની ભરતીમાં સ્નાતક અને અનુસ્નાતક થયેલા પણ ઉમટ્યા હતા. બેરોજગારીની વરવી વાસ્તવિકતા દર્શાવતી આ લાઇનો મીઠાખળી ટ્રાફિક ઓફિસ બહાર લાગી હતી. અમદાવાદ શહેર ટ્રાફિક બ્રિગેડમાં જોડાવવા કીડિયારું ઉભરાયું હોય તેવું લાગી રહ્યું હતુું. અમદાવાદમાં ટ્રાફિક બ્રિગેડ સ્વયંસેવક ભરતીના ફોર્મ મેળવવા લાંબી લાઈનો લાગી છે. જેમાં 1400 ટ્રાફિક બ્રિગેડ સ્વંય સેવકોની ભરતી કરવાની છે. તેમાં 462 મહિલા અને 938 પુરૂષની ભરતી માટે જાહેરાત કરવામાં આવી હતી. જેથી જાહેરાતના પગલે મોટી સંખ્યામાં બેરોજગાર યુવાનો ઊમટ્યા હતા. ચૂંટણીઓ આવતા બેરોજગાર યુવાનોને નોકરી આપવા ભરતીઓ યોજવામાં આવી રહી છે. જેમાં ગુજરાતની બેરોજગારીનું બિહામણું ચિત્ર સ્પષ્ટ દેખાઇ રહ્યું છે. બુધવારે અમદાવાદ શહેરમાં ટ્રાફિક બ્રિગેડની ભરતી માટે ફોર્મ વિતરણ કરવામાં આવ્યુ હતું ત્યારે હજારો બેરોજગાર યુવાનોએ ફોર્મ લેવા માટે લાંબી લાઇનો લગાવી હતી. આ લાઇનો ત્રણ કિલોમીટર સુધી થઇ હતી. અમદાવાદની બે જગ્યાઓ ઉપર આ ફોર્મ આપવામાં આવે છે. યુવક-યુવતીઓની કતારો લાગતા ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો હતો.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

M4jk45
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com