26-May-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
ટ્રેડ વૉરની ચિંતા વચ્ચે વૈશ્ર્વિક ધાતુમાં નરમાઈ

મુંબઈ: વૈશ્ર્વિક ફલક પર આજે ફરીથી ટ્રેડ વૉરની ચિંતા સપાટી પર આવતાં કોપર સહિતની ધાતુઓમાં નરમાઈતરફી વલણ રહ્યું હોવાના અહેવાલ સાથે સ્થાનિક ધાતુ બજારમાં ખાસ કરીને કોપરની તમામ વેરાઈટીઓ અને નિકલમાં સ્ટોકિસ્ટોની વેચવાલી તેમ જ સાર્વત્રિક સ્તરેથી માગ પાંખી રહેતાં ભાવમાં કિલોદીઠ રૂ. 1થી 5નો ઘટાડો આવ્યો હતો. જોકે, આજે ટીન અને બ્રાસ યુટેન્સિલ્સ સ્ક્રેપમાં સ્ટોકિસ્ટોની લેવાલીને ટેકે ભાવમાં અનુક્રમે કિલોદીઠ રૂ. 15 અને રૂ. પાંચનો અને ઝિન્ક સ્લેબમાં ઍલૉય ઉદ્યોગની લેવાલીને ટેકે ભાવમાં કિલોદીઠ રૂ. 1નો સુધારો આવ્યો હતો, જ્યારે અન્ય ધાતુઓમાં ટકેલું વલણ રહ્યું હતું. લંડન ખાતે ઝિન્ક સિવાયની તમામ ધાતુઓમાં નરમાઈનો અન્ડરટોન રહ્યો હતો. પ્રાપ્ત અહેવાલ અનુસાર આજે લંડન ખાતે સત્રના આરંભે કોપરના ટનદીઠ ભાવ ગઈકાલના બંધથી 0.3 ટકા ઘટીને 6189.50 ડૉલર આસપાસ રહ્યા હતા, જ્યારે એક્સચેન્જોમાં ઝિન્કનો સ્ટોક ઘટીને 11 વર્ષની નીચી 1,11,750 ટનની સપાટીએ રહેતાં ભાવમાં સુધારો જોવા મળ્યો હતો.

દરમિયાન સ્થાનિક ધાતુ બજારમાં આજે વૈશ્ર્વિક નિરુત્સાહી અહેવાલે સ્ટોકિસ્ટોની વેચવાલી અને નિરસ માગે નિકલના ભાવ કિલોદીઠ રૂ. પાંચ ઘટીને રૂ. 835, કોપર સ્ક્રેપ હેવીના ભાવ કિલોદીઠ રૂ. 3 ઘટીને રૂ. 444, કોપર આર્મિચર અને કોપર યુટેન્સિલ્સ સ્ક્રેપના ભાવ કિલોદીઠ રૂ. 2 ઘટીને અનુક્રમે રૂ. 432 અને રૂ. 415 તથા કોપર કેબલ સ્ક્રેપ, કોપર શીટ કટિંગ્સ અને કોપર વાયરબારના ભાવ કિલોદીઠ રૂ. 1 ઘટીને અનુક્રમે રૂ. 448, રૂ. 430 અને રૂ. 476ના મથાળે રહ્યા હતા.

વધુમાં આજે ટીન અને બ્રાસ યુટેન્સિલ્સ સ્ક્રેપમાં સ્ટોકિસ્ટોની લેવાલીને ટેકે ભાવ અનુક્રમે કિલોદીઠ રૂ. 15 વધીને રૂ. 1405 અને રૂ. પાંચ વધીને રૂ. 340ના મથાળે રહ્યા હતા અને વપરાશકાર ઉદ્યોગની લેવાલીને ટેકે ઝિન્ક સ્લેબના ભાવ કિલોદીઠ રૂ. 1 વધીને રૂ. 216ના મથાળે રહ્યા હતા.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

51734M
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com