21-August-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
ક્રૂડના ભાવ ઘટતાં ડૉલર સામે રૂપિયામાં ત્રણ પૈસાનો સુધારો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: રિઝર્વ બૅન્ક ઑફ ઈન્ડિયાની મોનેટરી પૉલિસી કમિટીએ વ્યાજદર યથાવત્ રાખવા લીધેલો નિર્ણય તેમ જ આજે વિશ્ર્વ બજારમાં ક્રૂડતેલના ભાવમાં ઘટાડો આવ્યાના નિર્દેશો સાથે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયામાં ગઈકાલના બંધથી સાધારણ ત્રણ પૈસાનો સુધારો આવ્યો હતો. જોકે, આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ રહ્યું હોવાથી રૂપિયામાં સુધારો મર્યાદિત રહ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

પ્રાપ્ત આંકડાકીય માહિતી અનુસાર આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના 70.49ના બંધ સામે નરમાઈના ટોને 70.70ના મથાળે ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં 70.75 અને ઉપરમાં 70.38ની રેન્જમાં રહ્યા બાદ સત્રના અંતે 70.46ની સપાટીએ બંધ રહ્યો હતો. બજારનાં સાધનોએ જણાવ્યું હતું કે આજે બ્રેન્ટ ક્રૂડના ફેબ્રુઆરી વાયદાના ભાવ 1.87 ટકા ઘટીને બેરલદીઠ 60.92 ડૉલર આસપાસ રહેતાં સ્થાનિક તેલ આયાતકારોને સ્ટોક વધારવાનો મોકો મળ્યો હતો. જોકે, આજે મુખ્યત્વે તેલ આયાતકારો વતી સ્ટેટ બૅન્ક ઑફ ઈન્ડિયાની ડૉલરમાં લેવાલી રહી હોવાનું સૂત્રોએ જણાવતાં ઉમેર્યું હતું કે ઈક્વિટી માર્કેટની નરમાઈ તેમ જ વૈશ્ર્વિક સ્તરે ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ રહ્યું હોવાથી સ્થાનિકમાં રૂપિયામાં સુધારો મર્યાદિત માત્રામાં જોવા મળ્યો છે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

Y60AEyHN
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com