20-September-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
ગ્રાન્ટ રોડમાં મળસકે ફલેટમાં લાગી આગ: ૬૫ વર્ષીય પારસી વૃદ્ધાનું મૃત્યુ

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: ગ્રાન્ટ રોડ પશ્ર્ચિમમાં આવેલી બિલ્ડિંગના ત્રીજા માળના ફલેટમાં લાગેલી આગમાં ગંભીર રીતે દાઝી જતાં ૬૫ વર્ષીય પારસી વૃદ્ધાનું મૃત્યુ થયું હતું. ઑગસ્ટ ક્રાંતિ માર્ગ પર આવેલી નિર્મલ નિવાસ બિલ્ડિંગના ત્રીજા માળેે બુધવારે મળસકે આ દુર્ઘટના બની હોવાનું પોલીસે જણાવ્યું હતું.

ગામદેવી પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેકટર ગોકુલસિંહ પાટીલે ‘મુંબઈ સમાચાર’ને જણાવ્યું હતું કે મૃત્યુ પામેલાં પારસી વૃદ્વાની ઓળખ નરગિસ કાંગા તરીકે થઇ છે અને તેઓ ફ્લેટમાં એકલા જ રહેતાં હતાં.

મળસકે ચાર વાગ્યાને સુમારે ફલેટમાં આગ લાગી હતી અને બહાર નીકળી રહેલા ધુમાડાને જોતાં આસપાસના લોકોએ આની પોલીસને જાણ કરી હતી.

દરમિયાન આગની જાણ અગ્નિશમન દળને થતાં જવાનો ચાર વાહન સાથે તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને પાંચ કલાકની જહેમત બાદ સવારે નવ વાગ્યે આગ પર કાબૂ મેળવ્યો હતો.

અગ્નિશમન દળના જવાનોને ફલેટમાંથી નરગિસ કાંગા મળી આવ્યાં હતાં. તેમને તાત્કાલિક નાયર હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. તેઓ ૯૦ ટકાથી પણ વધુ દાઝી ગયા હતા.

આગમાં ફલેટનું ફર્નિચર, ઇલેક્ટ્રિક ઉપકરણો, કપડાં સહિત તમામ વસ્તુ બળીને ખાખ થઇ ગઇ હતી. આગનું ચોક્કસ કારણ હજી જાણવા મળ્યું નથી, પરંતુ શોર્ટસર્કિટને કારણે આગ લાગી હોવાની શંકા ફાયરબ્રિગેડે વ્યકત કરી હતી.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

G6h0ulB
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com