26-May-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
કલિંગર જ નહીં, તેનાં બી પણ છે ગુણોનો ભંડાર

ઉનાળામાં સૌથી વધુ ખાવામાં આવતું ફળ એટલે કે કલિંગર. તેને ખાવાથી શરીરમાં પાણીના પ્રમાણને ઓછું થવા નથી દેતું. જેમ કલિંગર આપણા શરીરને પાણી પૂરું પાડે છે તેમ જ તેના બી પણ આપણા શરીર માટે ફાયદા કારક હોય છે. આ ફળ એવું છે કે જેને આપણે ફક્ત ઉનાળામાં જ નહીં પરંતુ આખા વર્ષ દરમિયાન ખાઇએ છીએ. મોટા ભાગના લોકો કલિંગરના બીને ફેંકતા હોય છે, પણ તમને ખબર છે કે જેટલું કલિંગર ગુણકારી છે, એટલા જ તેના બી પણ ગુણકારી છે. ચાલો આજે વાત કરીએ કલિંગરના બીના ગુણોની.

---------------------------

બેસ્ટ એન્ટિ ઓક્સિડન્ટ

કલિંગરમાં ઍન્ટીઓક્સિડન્ટનું પ્રમાણ સૌથી વધુ હોવાને કારણે તેના બીનું સેવન કરવાથી ચહેરા પર થતાં પિમ્પલ્સથી છુટકારો મેળવી શકાય છે.

------------------------

ડાયાબિટીઝના દર્દી માટે

બેસ્ટ

જો તમે ડાયાબિટીઝની બીમારીથી પીડાતા હોવ તો કલિંગરના બીને ઉકાળીને જરૂર ખાવા જોઇએ. તે શરીરનો પૌષટિક તત્ત્વો આપે છે ઉપરાંત લોહીમાં સાકરના પ્રમાણને પણ ક્ધટ્રોલમાં રાખે છે.

-------------------------

સ્કિનના બેસ્ટ ફ્રેન્ડ

આ ઉપરાંત કલિંગરના બીમાં લાયકોપેન નામનું એક દ્રવ્ય રહેલું હોય છે, જેના કારણે ત્વચામાં ચમક આવે છે અને શરીરનું વજન ઓછું કરવામાં પણ મદદ કરે છે. પાચન ક્રિયાને સુધારવા માટે પણ આ બીનું સેવન કરવું જોઇએ.

-----------------------

હાર્ટ એટેકમાં પણ કારાગર

હૃદય રોગથી પીડાતા લોકો માટે પણ કલિંગરના બી સૌથી શ્રેષ્ઠ દવા સાબિત થઇ શકે છે અને રૂધિરાભીષણની પક્રિયાને સરળતાથી કાબૂમાં લાવી શકાય છે.

----------------------

કમળાની અસર

દૂર કરે છે

કમળો થાય ત્યારે પણ કલિંગરના બીને દરરોજ થોડી માત્રામાં ખાવાથી તેની અસરને જળમૂળથી ખતમ કરી શકાય છે, તેમ જ તેના ઇન્ફેક્શનથી પણ બચી શકાય છે. કલિંગરના બીનું નિયમિતરૂપે સેવન કરવામાં આવે તો મૂત્રપિંડ સંબંધિત વિકારથી પણ બચી શકાય છે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

5IFf1gP
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com