16-July-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
પ્રજામત

સારા પોલીસો પણ છે

મું. સ. પેપર સાથેની પૂર્તિની પ્રાસંગિક કોલમમાં ‘રિયલ લાઇફ હીરો’ શીર્ષક હેઠળ આપનો છપાયેલ આર્ટિકલ ઘણો જ સ્તુત્ય છે. આ બધી હકીકત પૂરી વિગતો તથા ફોટોઝ સાથે ટેલિવિઝનની કોઈ એક ચેનલને પહોંચતી કરો તેવી મારી આગ્રહ સાથે વિનંતી છે. દેશની જનતા જાણે કે સોનુકુમાર જેવા પરોપકારી પોલીસ અધિકારી પણ સરકારમાં નોકરી કરતા હોય છે. યુપી સરકારના એક પોલીસ કૉન્સ્ટેબલે કોઈ નિર્દોષને ગોળી મારીને તેની હત્યા કરી તે સખત ટીકાને પાત્ર બનેલ છે ત્યારે સોનુકુમારની પ્રેરણાદાયી ફરજપરસ્તીની પણ દેશના લોકો પ્રશસ્તિ કરે તે પણ જરૂરી રહેશે.

- અરવિંદભાઈ કલ્યાણજી

દાદાભાઈ રોડ, વિલેપાર્લે (વેસ્ટ), મુંબઈ-૪૦૦૦૫૬.

વિરોધીઓને ચૂપ કરી દીધા છે!

જે સંગઠનને મતોના સ્વાર્થને કારણે કૉંગ્રેસ દ્વારા સંપૂર્ણ ખોટી રીતે વગોવવામાં આવે છે તેવા સંગઠન આરએસએસે કેરળમાં નોંધપાત્ર પૂર રાહત કાર્ય કરીને કેરળ સહિતના દેશના વિરોધીઓને ચૂપ કરી દીધેલ છે. આરએસએસ છેલ્લાં ૯૩ વર્ષથી દેશમાં જે રીતે ભારતભક્તિથી સેવાકાર્યો કરી રહેલ છે તે હકીકત જ તેના ખોટા વિરોધીઓને ચુપ કરવા પૂરતી છે. આરએસ સંચાલિત સેવા ભારતીના દેશભરના ૬૫૦૦૦ યુવાનો અને ૨૦૦૦૦ યુવતીઓએ કેરળમાં પૂર રાહતનું પ્રશંસનીય કાર્ય કરીને અભિનંદનો પ્રાપ્ત કરેલ છે. સેવા ભારતીના આ યુવાનોએ ખાટલે પડેલાઓને પૂરમાંથી ખાટલા સાથે ઉપાડીને બચાવકાર્ય કરેલ છે. બાળકોને ઝોળીમાં નાખીને પોતાના ખભાનો તરાપો બનાવીને બચાવેલ છે. બુઝુર્ગોની લાકડી ન બની શકાય તેમ લાગ્યું ત્યાં આ સેવા ભારતીના કાર્યકર્તાઓ ૧૫૦૦ બોટ લઈને બચાવકાર્યમાં નીકળી પડયા હતા. આ સેવાભાવી કાર્યકર્તાઓની આંખોમાં ખ્રિસ્તી કે મુસ્લિમના ભેદ નહોતા. હિન્દુ કે બૌદ્ધમાં અંતર નહોતું, પરંતુ પોતાના સ્વજન ગણીને કેરળના હજારો અસરગ્રસ્તોને બચાવી લીધા.કેરળના રાહત કાર્યોમાં સૌપ્રથમ ભારતીય સૈન્ય હતું, ત્યાર પછી આ સેવા ભારતી સંગઠન હતું. રાહતકાર્યમાં કાર્યરત અનેક સ્વયંસેવકોએ પોતાના જાનની આહુતિ પણ આપવી પડી હતી.

આવા આરએસએસને કૉંગ્રેસ સહિતના સેકયુલર પક્ષો પોતાની મતબૅંકના સ્વાર્થે કયાં સુધી ખોટી રીતે વગોવતા રહેશે?

- પ્રવીણ રાઠોડ

સોલા હાઉસિંગ, અમદાવાદ-૩૮૦૦૬૩.

દલિત નાયકોની સાચી કદર

દલિત પાસી કોમ્યુનિટી યુપીમાં દલિતોમાં ૪૦% જાટવ અને ૨૧% પાસી છે અને પાસી જ્ઞાતિ બિહાર, એમપી, રાજસ્થાન, ગુજરાતમાં બહોળા પ્રમાણમાં ફેલાયેલી છે. યુપીમાં પાસી દલિતોની વસતિ ૨૧% છે. જેઓ આજે પણ નરકનું જીવન જીવી રહ્યા છે, પણ આ પાસી દલિતોની આ હાલત કરી કોણે?

પાસી એક મહાન લડવૈયાઓની કોમ્યુનિટિ હતી. મહારાજ બીજલી પાસી, મહારાજ લખન પાસી, મહારાજ સુહેલદેવ, ચેતન, દાલદેવ વગેરે રાજાઓ કે જેઓ યુપીના અવધથી લઈને બિહાર સુધી રાજ કરી ચૂકયા છે. શું તેઓ દલિત હતા?

પાસી એટલે પસીના એટલે પરસેવો એટલે કે પરશુરામના પરસેવાના ટીપાંમાંથી પેદા થયેલા લોકો કે જેઓ પોતાને વિષ્ણુ ભગવાનનો છઠ્ઠો અવતાર માને છે. પાસીઓ અને ભારતના એન્થ્રોપોલોજિસ્ટ એવો દાવો કરે છે કે આ લોકો ક્ષત્રિય સમુદાયનો ભાગ હતા. પાસી કોમ્યુનિટીના પરાક્રમો અને તેઓએ અંગ્રેજો અને મુસ્લિમ આક્રમકો સામે આપેલી ટક્કર પણ એ બાબતનો નિર્દેશ આપે છે. ૧૮૫૭માં પાસી કોમ્યુનિટીએ યુપીમાં અંગ્રેજોને પુષ્કળ નુકસાન પહોંચાડયું હતું. જેને લીધે આ લોકો ઉપર અંગ્રેજોએ ક્રિમિનલ ટ્રાઇબલ એક્ટ ઘડી ‘લૂંટારુ કોમ’ જાહેર કરી અને તેઓ પાસેથી તેઓના ઘર, જમીનો, બાળકો બધું છીનવી લીધું. તેઓ ઉપર કોઈ પણ કામ પર પ્રતિબંધ લાદ્યો જેના પરિણામે ૧૦૦ વર્ષમાં આ સમાજ બધી રીતે પડી ભાંગ્યો. આ લોકોના કોઈ પણ મહાન રાજાઓ અને તેઓએ દેશ માટે આપેલા બલિદાનને માયાવતી અને બીજા બધા જ પક્ષોએ સદંતર અવગણ્યા ત્યાં સુધી કે યુપીમાં આ કચડાયેલા બિનજાટવ દલિતોને કેટલીક સક્ષમ જાટવ દલિતની કોમ્યુનિટીને લીધે અનામતની નોકરી મેળવવામાં તકલીફ પડે છે. એવું નથી કે પાસીઓએ આ માટે અવાજ નથી ઉઠાવ્યો, પણ માયાવતી પોતે જાટવ હોવાને લીધે આ લોકોનો અવાજ કાન પર લીધો નહીં.

યોગી આદિત્યનાથે પાસીઓના સાચા મહાન ભારતીય ઈતિહાસને યુપીના પાઠયપુસ્તકોમાં યોગ્ય સ્થાન અપાવ્યું અને તેઓને નોકરીઓમાં યોગ્ય સ્થાન મળે તે માટે જરૂરી પગલાઓ ઉઠાવ્યાં છે.

- અવિનાશ મહાજન

મુ. મોતા, તા. બારડોલી, જિ. સુરત.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

8Q52205E
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com