25-April-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
રેલવે અકસ્માતમાં ૧૩ જણનાં મોત

મુંબઈ: લોકલ ટ્રેન મુંબઈગરાની લાઈફલાઈન છે પણ હાલ તે જીવલેણ સાબિત થઈ રહી છે તેવું લાગી રહ્યું છે. બુધવારે ૧૦ ઑક્ટોબરના રેલવેના વિવિધ અકસ્માતમાં ૧૩ લોકોના મૃત્યુ થયા હતા અને આઠ લોકો જખમી થયા હતા. મૃત્યુ પામેલ પ્રવાસીઓમાં એક મહિલા અને ૧૨ પુરુષોનો સમાવેશ છે. કુર્લામાં બે, કલ્યાણમાં એક મહિલા અને બે પુરુષ, વાશીમાં એક પુરુષ, મુંબઈ સેન્ટ્રલમાં એક, ચર્ચગેટમાં એક, બોરીવલીમાં ત્રણ લોકો મૃત્યુ પામ્યા હતા. મધ્ય અને પશ્ર્ચિમ રેલવેના લોકલ અકસ્માતમાં આઠમી ઑક્ટોબરે ૧૧ લોકોના મૃત્યુ બાદ હવે ફરી એકવાર ૨૪ કલાકમાં ૧૩ લોકોના મૃત્યુનો બનાવ બન્યો હતો.

--------------

મ્હાડાના ઘરોની કિંમત ઘટાડાશે!

મુંબઈ: મુંબઈમાં મ્હાડાનું ઘર લેનારાઓ માટે ખુશખબર છે. મ્હાડાના ઘરોની કિંમત ઓછી કરવામાં આવશે એવું મ્હાડાના અધ્યક્ષે જણાવ્યું હતું. ગત સમયમાં મ્હાડાના લોઅર પરેલના ઘરોની કિંમત કરોડોમાં હતી તેથી નાગરિકોએ તેમાં રસ લીધો નહોતો. કરોડોની કિંમતના ઘર સામાન્ય વર્ગના લોકોને પોસાય તેમ નહોતા તેથી નાગરિકો તેના પ્રત્યે ઉદાસીન બન્યા હતા. હવે આ પાર્શ્ર્વભૂમિ પર જે ઘરો નથી વેચાયા તેની કિંમત ઘટાડીને તેને મુંબઈગરાઓને પરવડે તેવા ભાવે વેચવામાં આવશે એવો નિર્ણય લેવામાં આવ્યો છે.

ગયા વર્ષે મ્હાડા તરફથી લોઅર પરેલમાં હાઈ ઈન્કમ ગ્રુપ માટે ઘરની કિંમત બે કરોડ રૂપિયાની આસપાસની હતી. ૪૪.૨૧ ચોરસમીટરના ઘરની કિંમત ૧,૯૫,૬૭,૧૦૩ રૂપિયા હતી. તો ૩૩.૮૨ ચોરસ મીટરના ઘરની કિંમત રૂપિયા ૧,૪૨,૯૬,૫૧૭ હતી. હાઈ ઈન્કમ ગ્રુપ માટે લગભગ દોઢ કરોડની કિંમતના ૩૪ ઘર લોઅર પરેલમાં હતાં. ગત કેટલાક વર્ષોમાં મ્હાડાના ઘરની કિંમત મધ્યમવર્ગીયના ગજા બહાર જતાં દિવાળી પૂર્વે મ્હાડાના એક હજાર ઘરની લૉટરીની સાથે હવે આ ઘરોની કિંમતમાં કેટલો ઘટાડો થશે તે જોવાનું રહેશે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

u45808g3
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com