16-July-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
મુંબઇ મેવા-મસાલા મહોત્સવ ૧૦મી ઑક્ટોબરથી ૧૮મી ઑક્ટોબર સુધી મસ્જિદ બંદરમાં યોજાશે

મુંબઇ: મુંબઇ મેવા મસાલા મર્ચન્ટ એસોસિયેશનના ઉપક્રમે ‘મુંબઇ મેવા મસાલા મહોત્સવ’ ૧૦મી ઑક્ટોબરથી ૧૮મી ઑક્ટોબર સુધી મસ્જિદ બંદરમાં યોજાશે. ૫૦થી વધારે દુકાનો આ ફેસ્ટિવલમાં ભાગ લઇ રહી છે. આ દુકાનો પર બૅનરો લાગશે, જેમાં સૂત્ર હશે ‘સબસે સસ્તા, સબસે અચ્છા મસ્જિદ બંદરમેં.’

ફેસ્ટિવલમાં ભાગ લેનાર દુકાનદારથી ખરીદી કરનાર ગ્રાહકને દરેક રૂ. ૧,૦૦૦ની ખરીદી પર એક ફ્રી લકી ડ્રો કુપન મળશે. આ કુપનના લકી ડ્રો વેળા રૂ. ૧૦,૦૦,૦૦૦ના ઇનામો ગ્રાહકોને અપાશે. આ ઇનામોમાં રિનોલ્ટ ક્વિક કાર, હૉન્ડા એક્ટિવા, ૧૦ ગ્રામ સોનાનો સિક્કો, લૅપટૉપ, મોબાઇલ વગેરેનો સમાવેશ થાય છે.

મેવા મસાલા મહોત્સવ કમિટીના ચેરમેન યોગેશ ગણાત્રાએ જણાવ્યું હતું કે મસ્જિદ બંદર માર્કેટ એશિયાની સૌથી જૂનામાં જૂની ડ્રાયફ્રૂટ માર્કેટ છે. અત્રે ગ્રાહકોને અન્ય સેન્ટરો કરતાં ૧૦થી ૩૦ ટકા ઓછા ભાવે સારી ગુણવત્તાનો સૂકોમેવો મળી રહે છે. ઓક્ટ્રોય ડ્યૂટી નાબૂદ થવાથી અને જીએસટી અમલીકરણથી અત્રે વેપાર વધ્યો છે. મેવા મસાલા મહોત્સવ કમિટીના સભ્યોમાં યોગેશ ગણાત્રા, જતીન ઠક્કર, રાહુલ શાહ, કિશોર નંદુ અને હીરેન શાહનો સમાવેશ થાય છે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

ow5u0W8q
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com