17-February-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
મુંબઇ આર્ટ ફેરમાં ગુજરાતી આર્ટિસ્ટ કાનન ખાંટના પેઇન્ટિંગ્સનું એક્ઝિબિશન

મુંબઇ: ઇન્ડિયા આર્ટ ફેસ્ટિવલ દ્વારા ૧૨મી ઑક્ટોબરથી ૧૪મી ઑક્ટોબર દરમિયાન વરલી સ્થિત નેહરુ સેન્ટરમાં યોજાઇ રહેલા મુંબઇ આર્ટ ફેરમાં મુંબઇના ગુજરાતી આર્ટિસ્ટ કાનન ખાંટના પેઇન્ટિંગ્સનું એક્ઝિબિશન થશે.

કાનન ખાંટ કારર્કિદીની શરૂઆતમાં ‘ફેમિના’ મેગેઝિનમાં આર્ટિસ્ટ તરીકે જોડાયા હતા અને ત્યાં પાંચ વર્ષ સુધી ફરજ બજાવ્યા પછી બે દાયકા અગાઉ તેમણે ઇન્ડિવિઝયુઅલ આર્ટિસ્ટ તરીકે પેઇન્ટિંગ્સ બનાવવાનું શરૂ કર્યું હતું. તેમના પેઇન્ટિંગ્સ વિદેશમાં વસતા અનેક કલાપ્રેમીના ઘર સુધી પહોંચ્યા છે.

નેહરુ સેન્ટરમાં યોજનારા મુંબઇ આર્ટ ફેરમાં ભારતના શહેરી અને ગ્રામીણ વિસ્તારની પ્રતિભાશાળી આર્ટિસ્ટથી માંડીને જોગેન ચૌધરી, સુદીપ રોય, ચરણ શર્મા, પૂજા ઇરાના અને સીમા કોહલી જેવા નામાંકિત આર્ટિસ્ટ ભાગ લઇ રહ્યા છે.

કલાપ્રેમીઓ માટે મુબંઇ આર્ટ ફેર ૧૨મી ઑક્ટોબરે બપોરના એક વાગ્યાથી સાંજના સાત વાગ્યા સુધી અને ૧૩મી તથા ૧૪મી ઑક્ટોબરે સવારના અગિયાર વાગ્યાથી સાંજના સાત વાગ્યા સુધી ખુલ્લું રહેશે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

81qv403I
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com