17-September-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
જૂની લોકલમાંથી ટ્રાન્સ હાર્બર લાઈનના પ્રવાસીઓને મુક્તિ ક્યારે?

મુંબઈ: સબર્બન રેલવેમાં એસી લોકલ ટ્રેનની શરૂઆત થઈ ગઈ છે ત્યારે ટ્રાન્સ હાર્બરમાં આજે પણ જૂની-જર્જરિત લોકલ દોડાવવામાં આવી રહી છે. ટ્રાન્સ હાર્બરની ગૂંગળામણનો અનુભવ કરાવતી ટ્રેનમાં પ્રવાસ કરતા પ્રવાસીઓ હવે ભારે ગરમીના સમયમાં અકળામણ અનુભવી રહ્યા છે અને અત્યંત જૂની ગાડીઓને સુધારી વપરાશમાં લેવાતી અમુક ટ્રેનમાં ફક્ત બે દરવાજા હોવાથી પ્રવાસીઓને ગરમીની સાથે સાથે ધક્કામુક્કીનો પણ સામનો કરવો પડી રહ્યો છે.

થાણેથી નવી મુંબઈની દિશામાં જતા-આવતા પ્રવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જૂની ગાડીઓના ડબ્બા ખૂબ જ નાના, અંધારાવાળા અને અપૂરતી જગ્યા ધરાવતા હોવાથી પ્રવાસીઓને દુષ્કર પ્રવાસનો અનુભવ થઈ રહ્યો છે.

પશ્ર્ચિમ ઉપનગરમાં એસી ટ્રેન દોડે છે જ્યારે મધ્ય રેલવેમાં સિમેન્સ અને બૉમ્બાર્ડિયર જેવી કંપનીની બનાવેલ લોકલ દોડે છે. સ્વચ્છ અને ખુલ્લી જગ્યા, સારી બેઠકવ્યવસ્થાની સાથોસાથ સ્ટેનલેસ સ્ટીલથી તૈયાર કરવામાં આવેલ ડિઝાઈન્સને લીધે ગાડીમાં હવાની અવરજવર રહેતી હોવાથી પ્રવાસીઓ માટે પ્રવાસ સહેલો થઈ પડતો હોય છે. આવી લોકલમાં પ્રવાસ કર્યા બાદ નવી મુંબઈની દિશામાં ટ્રાન્સ હાર્બરથી પ્રવાસ કરવાનો વારો આવતા પ્રવાસીઓમાં નારાજગી જોવા મળી રહી છે.

ટ્રાન્સ હાર્બર માર્ગ પર પ્રવાસીઓની સંખ્યા ઓછી હોવાથી અહીં સિમેન્સ અને બૉમ્બાર્ડિયર લોકલ કાર્યરત નથી કરાઈ એવો દાવો રેલવે પ્રશાસને કર્યો છે, પરંતુ સતત જૂની ગાડીમાં પ્રવાસને કારણે તે પ્રવાસીઓ માટે જોખમી બની શકે છે એવી પ્રતિક્રિયા પ્રવાસીઓ દ્વારા થઈ રહી છે. વારંવાર વિદ્યુત પુરવઠો ખંડિત થતાં ટ્રેન અનેક ઠેકાણે ઊભી રહી જતી હોય છે અને પ્રવાસ દરમિયાન વારંવાર બંધ થતા પંખા અને ડબ્બામાં અપૂરતી હવાને લીધે પ્રવાસીઓ ગૂંગળામણ અનુભવતા હોવાથી તેમનો જીવ જોખમમાં મુકાતો હોવાનું પ્રવાસીઓનું માનવું છે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

345Sw3D
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com