17-September-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
ગોખલે બ્રિજ ફરીવાર શરૂ કરાતા અંધેરીવાસીઓને રાહત મળશે

મુંબઈ: અંધેરીમાં પૂર્વ-પશ્ર્ચિમના છેવાડે આવતા-જતા લોકોને થોડા જ સમયમાં રાહત મળવાની છે. ગોખલે બ્રિજનો એક ભાગ જે ત્રીજી જુલાઈના ટ્રાફિકને કારણે બંધ કરવામાં આવ્યો હતો તેને ફરીવાર ખોલવાનો નિર્ણય લેવાયો છે. પશ્ર્ચિમ રેલવે પ્રશાસન દ્વારા તેને હળવા વાહનોની અવરજવર માટે ખોલવામાં આવશે. ગોખલે બ્રિજની ફૂટપાથનો એક ભાગ પડવાને કારણે બ્રિજના તાત્કાલિક સમારકામનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ફૂટપાથનો ભાગ પડ્યા બાદ ફ્લાઈઓવરનો કેટલોક ભાગ બંધ કરાયો હતો. આ દરમિયાન એસ. વી. રોડથી વેસ્ટર્ન હાઈવે તરફ જતો રસ્તો અવરજવર હેતુ ચાલુ હતો. ગત ૧૨મી સપ્ટેમ્બરથી પશ્ર્ચિમ રેલવે દ્વારા ગોખલે બ્રિજના ફૂટપાથવાળા ભાગનું નિર્માણ કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું હતું. નિર્માણ કાર્યની સાથોસાથ બ્રિજના કેટલાક ભાગોને મજબૂત કરવાનું કામ પણ હાથ ધરાયું હતું. બ્રિજના બંને બાજુ ૯.૭ મીટર પહોળા છે, તેમાંથી બંને તરફ ત્રણ મીટર ભાગ ચાલવા માટે બનાવવામાં આવી રહ્યો છે. અહીં રેલવેએ ખુલાસો કર્યો હતો કે માત્ર હળવા વાહનો જ અહીંથી અવરજવર કરી શકશે. બ્રિજ પર ચાલીને જનારા લોકો માટે ટ્રાફિકની લાઈન વચ્ચે બેરીકેડ્સ લગાવવામાં આવશે જેથી બંને ભાગ વર્ગીકૃત રહે.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

4jht2T
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com