21-August-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
વિદેશથી મોકલેલી ગિફ્ટ, ૪૦ હજાર પાઉન્ડના ચક્કરમાં મહિલાએ ગુમાવી રોકડ

(અમારા પ્રતિનિધિ તરફથી)

ભાયંદર: મેટ્રિમોનિયલ વેબસાઇટ પર પોતાનું નામ રજિસ્ટર્ડ કરાવનારી મહિલાએ વિદેશથી આવેલી ગિફ્ટ અને ૪૦ હજાર પાઉન્ડ મેળવવાના ચક્કરમાં રૂ. ૧.૬૫ લાખ ગુમાવ્યા હતા. છેતરાયેલી આ મહિલાએ ભાયંદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરીને તપાસ આદરી હતી.

ભાયંદર પશ્ર્ચિમમાં રહેનારી ૩૨ વર્ષની મહિલા મીરા રોડની જાણીતી કોલેજમાં સ્પોર્ટ્સ ઇન્સ્ટ્રક્ટર તરીકે કામ કરે છે. તેણે ૧૦ સપ્ટેમ્બર, ૨૦૧૮ના રોજ મેટ્રિમોનિયલ વેબસાઇટ પર પોતાનું નામ રજિસ્ટર્ડ કરાવ્યું હતું. મહિલાને વ્હૉટ્સઍપ પર ૧૩ સપ્ટેમ્બરે લંડનમાં રહેનારા રાહુલ માર્ક નામના શખસનો મેસેજ આવ્યો હતો. પોતે મરીન એન્જિનિયર છે અને ઓઇલ એન્ડ ગેસ સેક્ટરમાં કામ કરે છે. પત્નીનું મૃત્યુ થયું હોઇ પોતે ૧૦ વર્ષની પુત્રી સાથે રહેતો હોવાનું રાહુલે મેસેજમાં જણાવ્યું હતું. રાહુલે ત્યાર બાદ મહિલા સાથે લગ્ન કરવાની તૈયારી દર્શાવી હતી.

દરમિયાન બંને જણ વ્હૉટ્સઍપ મારફત એકબીજાના સંપર્કમાં રહ્યા હતા. ૧૬ સપ્ટેમ્બરે રાહુલે મહિલાને મેસેજ મોકલ્યો હતો, જેમાં પોતે કુરિયરથી ગિફ્ટ મોકલી હોઇ તેમાં આઇ ફોન, લેપટોપ, ઘડિયાળ, હેન્ડબેગ, હીરાની વીંટી, સોનાની ચેન અને લેપટોપમાં ૪૦ હજાર પાઉન્ડ હોવાનું કહ્યું હતું. રાહુલે કુરિયરની રસિદની કોપી પણ પાઠવી હતી. ત્યાર બાદ ૧૭ સપ્ટેમ્બરે કુરિયર કંપનીમાંથી નેહા ગુપ્તાનો ફોન આવ્યો હતો અને કુરિયર ક્લિયરન્સ પેટે રૂ. ૪૫,૭૦૦ ભરવાનું કહીને મહિલાને એકાઉન્ટ નંબર આપ્યો હતો.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

0sy371
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com