14-October-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
બિગ બી સામેના સાયલીના ખોટા આક્ષેપનો ટ્વીટ વાઇરલ

મુંબઈ: ‘મી ટૂ’ મૂવમેન્ટે બોલીવૂડમાં જાતીય સતામણીના પીડિતોને એક પ્લેટફોર્મ આપ્યું છે જેથી તેઓ આના વિરુદ્ધ અવાજ ઉઠાવી શકે. સોશિયલ મીડિયા પર પણ સતામણીના કિસ્સા બતાવાઇ રહ્યા છે. આમાં એક જૂનો કેસ વાઇરલ થઇ રહ્યો છે. આ પ્રકરણ છે સાયલી ભગતનું. ૨૦૧૧માં સાયલીએ એક ઇવેન્ટમાં તેને ખોટી રીતે સ્પર્શ કરવાનો બિગ બી અમિતાભ બચ્ચન પર આરોપ કર્યો હતો.

વાત એમ છે કે એક ટ્વીટર યૂઝરે આને ટ્વીટ કર્યું, જેને અનેકવાર રિ-ટ્વીટ કરવામાં આવ્યું. આથી તે વાઇરલ થયું હતું. આ અંગે જ્યારે સાયલી સાથે વાત કરવામાં આવી ત્યારે તેણે આખા મામલે ઇનકાર કરી દીધો હતો. સાયલીએ કહ્યું હતું કે હું જાતીય સતામણીની પીડિતા નથી બની. હું સાઇબર ક્રાઇમની શિકાર જરૂર થઇ છું. ખોટી પ્રેસ નોટને મારું નિવેદન બતાવીને ફેલાવવામાં આવી રહી છે. અગાઉ પણ આવી પ્રેસ નોટ વહેતી કરવામાં આવી હતી. ૨૦૧૧માં હાઇ કોર્ટે મારી તરફેણમાં ચુકાદો આપ્યો હતો, જે સાઇબર ક્રાઇમથી જોડાયેલો હતો. અમિતાભ બચ્ચન અને મને બદનામ ન કરો.

ધ ટ્રેન, જેલ જેવી ફિલ્મોમાં અભિનય કરી ચૂકેલી ભૂતપૂર્વ મિસ ઇન્ડિયા સાયલી ભગતે ૨૦૧૧માં એક નિવેદન જારી કર્યું હતું. સાયલીના કહેવા અનુસાર ટીનુ વર્માની ફિલ્મ ધ વિકેન્ડના લોન્ચિંગ વખતે અમિતાભ બચ્ચન ચીફ ગેસ્ટ હતા. જ્યારે તે આશીર્વાદ લેવા માટે નીચે નમી ત્યારે તેમણે તેને ખોટી રીતે સ્પર્શ કરી હતી. ઉપરાંત તેણે અન્ય કલાકારો શાઇની આહુજા, સાજિદ ખાન, આર્ય બબ્બર તથા અન્યો પર જાતીય સતામણીના આરોપ કર્યા હતા.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

vy8v17
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com