24-October-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
ડેવલપમેન્ટ પ્લાનમાં વધારાની ૩૭૩ સૂચના અને વાંધા
સુધાર સમિતિનો તપાસનો આદેશ

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: મુંબઈના વિકાસ માટેનો ડેલપમેન્ટ પ્લાન મંજૂર થયા બાદ પણ તેના પરનો વિવાદ થમવાનું નામ લેતો નથી. ડેલપમેન્ટ પ્લાનના ડ્રાફ્ટ પર મંગાવવામાં આવેલા વાંધા-વચકામાં લગભગ ૩૭૩ સૂચના વધારાની છે. આ બાબત પ્રકાશમાં આવ્યા બાદ ઉચ્ચ અધિકારીઓ દ્વારા તેની તપાસ કરવાનો આદેશ સુધાર સમિતિએ પાલિકા પ્રશાસનને આપ્યો છે. ૨૦૧૪-૩૪ના ડેલપમેન્ટ પ્લાનની અમલબજવણી હાલમાં ચાલુ કરવામાં આવી છે. આ સુધારિત ડેલપમેન્ટ પ્લાનને સુધાર સમિતિમાં પ્રશાસને સાદર કર્યું હતું. આ પ્લાન બાબતે વાંધા-વચકા નોંધાવવા માટે સાત સભ્યોની નિયોજન સમિતિની નિમણૂક કરવામાં આવી હતી. આ સમિતિમાં પાલિકાના ત્રણ નગરસેવક અને રાજ્ય સરકારના ચાર ઉચ્ચ અધિકારીઓ હતા. આ સમિતિ પાસે બે હજાર ૫૧૧ વાંધા-વચકાની નોંધ થઈ હતી. જોકે રાજ્ય સરકાર પાસે ડેલપમેન્ટ પ્લાન રજૂ કર્યા બાદ વાંધા અને સૂચનાની સંખ્યામાં વધારો થઈને બે હજાર ૮૮૪ પર પહોંચી ગઈ હતી. આ વધારાના ૩૭૩ વાંધા અને સૂચનાઓ કયા રાજ્કીય પક્ષના અધ્યક્ષ, રાજ્કીય નેતા, બિલ્ડર, પ્રધાને મોકલ્યા છે? તેની સંપૂર્ણ માહિતી મુંબઈગરાને મળે તે માટે આ વધારાના વાંધા-સૂચનાઓની તપાસ કરી તેનો અહેવાલ ૧૫ દિવસમાં પાલિકામાં રજૂ કરવાનો આદેશ સુધાર સમિતિના અધ્યક્ષે આપ્યો હતો. ઉ

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

188rr12
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com