24-October-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
દિવાળીનું વેકેશન લંબાવવાની શિક્ષકોની માગ

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઇ: છેલ્લાં બે વર્ષથી સ્કૂલના દિવાળી વેકેશનની રજા પર કાપ મુકાઇ રહ્યો છે. આ વર્ષે ૨૨ દિવસના બદલે ૧૫ દિવસનું વેકેશન નક્કી કરાયું છે. જાહેર રજાઓ વચ્ચે આવતી હોવાથી શિક્ષકોએ ૨૧મી નવેમ્બરને બદલે ૨૬મી નવેમ્બરથી સ્કૂલ શરૂ કરવાની માગ કરી છે.

રાજ્ય સરકારે સ્કૂલો માટે સાતમી નવેમ્બરથી ૨૦મી નવેમ્બર સુધી દિવાળી વેકેશન જાહેર કર્યું છે. ૨૩મી નવેમ્બરે ગુરુનાનક જયંતી હોવાથી જાહેર રજા છે. ૨૪મીએ શનિવાર છે, તેથી શિક્ષકોની માગ છે કે ૨૬મી નવેમ્બરથી સ્કૂલ શરૂ કરવામાં આવે. છેલ્લાં બે વર્ષથી શિક્ષકો અને બાળકોની દિવાળીની રજા ઓછી કરવામાં આવી છે. હવે વાઘબારસ કે ધનતેરસથી દિવાળીની રજા મળે છે, તેથી મહિલા શિક્ષકોને દિવાળી પહેલાના ઘરગથ્થું કામકાજ કરવાનો સમય મળતો નથી. શિક્ષકોની માગ છે કે દિવાળી શરૂ થાય તેના ત્રણ-ચાર દિવસ પહેલા દિવાળીના તહેવારની તૈયારી કરવા માટે રજા મળે, એમ ટીચર્સ ડેમોક્રેટિક ફ્રન્ટના રાજેશ પંડ્યાએ જણાવ્યું હતું. ઉ

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

847GX44p
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com