18-July-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
પુત્રે કુહાડીના ઘા ઝીંકી દાદીને મોતને ઘાટ ઉતારી

થાણે: નજીવી બાબતે થયેલા ઝઘડાને પગલે ઉશ્કેરાયેલા પુત્રે કુહાડીના ઘા ઝીંકી દાદીની હત્યા કરી હોવાની ઘટના બદલાપુર ખાતે બની હતી. પોલીસે આ પ્રકરણે ગુનો દાખલ કરીને પુત્રની ધરપકડ કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર બદલાપુર નજીકના ચમ્તોલી ગામમાં રહેતો ઉમેશ કોંડિલકર (૨૪) તેની દાદી તારાબાઇ કોંડિલકર (૭૦) સાથે નજીવી બાબતને લઇ ઝઘડો કરતો હતો. મંગળવારે રાતે પણ નજીવી બાબતે બંને વચ્ચે ઝઘડો થયો હતો. આ ઝઘડાને પગલે ઉશ્કેરાયેલા ઉમેશે તેની દાદી પર કુહાડીના ઘા ઝીંકી દીધા હતા. ગંભીર રીતે ઘવાયેલી દાદીનું ઘટનાસ્થળે મોત થયું હતું. આ ઘટના બાદ પરિવારના સભ્યએ બદલાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જેને આધારે પોલીસે હત્યાનો ગુનો દાખલ કરીને ઉમેશની ધરપકડ કરી હતી. (પીટીઆઇ)ઉ

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

3427250
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com