19-July-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
૨૮ ખુલ્લા મેદાનનો કબજો હજી સુધી પાલિકાને મળ્યો નથી

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: જોગેશ્ર્વરી અને ગિરગામમાં પ્લોટના થયેલા કૌભાંડ પ્રકાશમાં આવ્યા બાદ હવે મુંબઈના ૨૮ ખુલ્લા પ્લોટ પાલિકાના હાથમાંથી નીકળી જવાની શકયતા નિર્માણ થઈ છે. છેલ્લા દસ વર્ષમાં જમીનના માલિકોએ મોકલેલી ખરીદીની સૂચનામાંથી ૯૮ પ્લોટની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે, બાકીના પ્લોટ તાબામાં લેવાની પ્રશાસન તરફથી જે પ્રકારે બેદરકારી દર્શાવવામાં આવી રહી છે તેની સામે ગુરુવારે સુધાર સમિતિમાં સભ્યોએ નારાજગી વ્યકત કરી હતી. મુંબઈના આરક્ષિત પ્લોટના માલિકો ખરીદીની સૂચના બહાર પાડયા બાદ દસ વર્ષના સમયગાળામાં તમામ પ્રક્રિયા પૂરી કરીને જમીનના પ્લોટ તાબામાં લેવા પડે છે પણ અનેક વખત પ્રશાસનની બેદરકારીને કારણે ખરીદી સૂચના રદ થવાથી જમીન મલિકોને તેને ફાયદો થાય છે, અને આવા અનેક જમીનના પ્લોટના કૌભાંડ પ્રકાશમાં આવ્યા બાદ તમામ પ્લોટની માહિતી કૉંગ્રેસના નગરસેવક અશરફ આઝમીએ મગાવી હતી.

તે મુજબ પાલિકા પ્રશાસન તરફથી ગુરુવારે સુધાર સમિતિમાં જવાબ આપવામાં આવ્યો હતો, જેમાં છેલ્લા દસ વર્ષમાં ૧૨૬ ખરીદી સૂચના પાલિકા પાસે આવી હતી, તેમાંથી ૯૮ પર અત્યાર સુધી અમલ કરવામાં આવ્યો છે. ૨૮ પ્લોટ હજી સુધી પાલિકાના તાબામાં આવ્યા નથી. આ પ્લોટની કિંમત ઓપન માર્કેટમાં કરોડો રૂપિયાની હોવાનું કહેવાય છે ત્યારે તે હાથમાંથી નીકળી જાય નહીં તેવી વિનંતી અશરફ આઝમીએ કરી હતી.

પાલિકા કમિશનર અજોય મહેતાએ આ વર્ષે ખુલ્લા આરક્ષિત પ્લોટ માટે બજેટમાં બે હજાર કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે. અત્યાર સુધી પ્લોટ કબજામાં લેવા માટે ૭૫૦ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હોવાનો પ્રશાસને દાવો કર્યો છે.

અહીં ઉલ્લેખનીય છે કે જોગેશ્ર્વરીના જમીનના કૌભાંડમાં ચાર અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, તેમાંથી ૧૮ લોકોની તપાસ ચાલી રહી છે. જેમાં ડૅવલપમેન્ટ પ્લાન અને લીગલ ખાતાના પ્રમુખ અધિકારીઓનો સમાવેશ થાય છે. તો ૨૦૦૯માં દિંડોશીમાં આવેલા પ્લોટ પર પ્રોજેક્ટ અફેક્ટેડ પીપલ(પીએપી) માટે મોટી વસાહત બાંધવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ પ્રોજેક્ટ ફાસ્ટ ટ્રેક પર નાખીને જલદી કરવાનો આદેશ તત્કાલીન એડિશનલ કમિશનરે આપ્યો હતો, આ પ્રોજેકટ માટે ક્ધસલ્ટન્ટ પણ નિમવામાં આવ્યો હતો. અમુક મહિના આ પ્રસ્તાવ લંબાઈ ગયો હતો. આ પ્રકરણમાં પણ ડૅવલપમેન્ટ પ્લાનિંગ અને લીગલ ડિપાર્ટમેન્ટના અધિકારીઓની મિલીભગતને કારણે અટવાઈ ગયો હતો.





આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

00331XA
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com