19-April-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
ચૂંટણીલક્ષી રાજ્યોને મહારાષ્ટ્રના હિસ્સાનો કોલસો અપાતા રાજ્યમાં પાવરકટની સમસ્યા

મુંબઈ: ભાજપ શાસિત રાજ્ય રાજસ્થાન, છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાં થોડા સમયમાં ચૂંટણી થવાની છે ત્યારે રાજ્યના હિસ્સાનો કોલસાનો જથ્થો તે રાજ્યોમાં મોકલવામાં આવી રહ્યો હોવાથી મહારાષ્ટ્રના અનેક ગ્રામીણ ભાગમાં ગંભીર પાવરકટનો સામનો કરવો પડી રહ્યો હોવાનો દાવો રાષ્ટ્રીય કૉંગ્રેસ પક્ષ (એનસીપી)એ કર્યો હતો. આગામી બે મહિનામાં ઉપરોકત રાજ્યમાં ચૂંટણી યોજાવાની છે.

વીજપુરવઠો કરવામાં ન આવતો હોવા મુદ્દે શરદ પવારની પાર્ટીએ રાજયના વીજ ખાતાના પ્રધાન ચંદ્રશેખર બાવનકુળેના રાજીનામાની પણ માગણી કરી છે. એનસીપીના નેતાના જણાવ્યા અનુસાર અગાઉથી જાહેરાત કર્યા વગર દરરોજ ૧૦-૧૨ કલાક માટે વીજપુરવઠો ખંડિત કરવામાં આવે છે.

વીજળીની અછત ન હોવાના બાવનકુળેના દાવાને ફગાવતા એનસીપીના પ્રવકતા નવાબ મલિકે જણાવ્યું હતું કે હાલમાં રાજ્યમાં ૩૦૦૦ મેગા વૉટ વીજળીની અછત છે. રાજ્યના થર્મલ સ્ટેશનમાં કોલસાની અછત નિર્માણ થઇ છે. કોલસાની તંગીને કારણે રાજ્યનું એક પણ થર્મલ સ્ટેશન પૂર્ણ ક્ષમતા સાથે કાર્યરત નથી.

આગામી લોકસભા ચૂંટણી માટે ઉમેદવાર અંગે ચર્ચા કરવા માટે પક્ષના મહારાષ્ટ્રના વરિષ્ઠ નેતાઓની બેઠક એનસીપીના અધ્યક્ષ શરદ પવારે બોલાવી હતી. ચૂંટણીની તૈયારીઓ વહેલી તકે શરૂ થઇ શકે તે માટે ઉમેદવારના નામ નક્કી કરવામાં આવી રહ્યા છે. (પીટીઆઇ)

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

48485v5
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com