21-August-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
રાજ્યમાં સ્વાઇન ફલૂ વકર્યો: ૧૦ મહિનામાં ૧૯૯ મોત

મુંબઈ: રાજ્યના હવામાનમાં સતત થતા ફેરફારને કારણે સ્વાઇન ફલૂ વકર્યો હોવાથી મહારાષ્ટ્રમાં જાન્યુઆરીથી ઑકટોબર દરમિયાન અંદાજે ૧૯૯ દર્દીના મૃત્યુ થયા હોવાનું આરોગ્ય પ્રધાન ડૉ. દીપક સાવંતે જણાવ્યું હતું. નાગરિકોને શરદી, તાવ, ગળામાં દુ:ખાવો જણાય તો સ્વયં ઉપચાર કરવાને બદલે દવાખાનામાં જઇને દવા લેવી તેમ જ દવા લીધા બાદ પણ સારું લાગે નહીં તો ડૉકટરની સલાહ અનુસાર ટૅમિફલૂની ગોળી ચાલુ કરવાનું આહવાન આરોગ્ય પ્રધાને કર્યું હતું.

રાજ્યમાં ઠેકઠેકાણે સ્વાઇન ફલૂના શંકાસ્પદ ૧૬,૦૦૦ દર્દી દાખલ છે અને તેમની ખાનગી અને પાલિકા હૉસ્પિટલમાં સારવાર શરૂ છે. રાજ્ય સરકારે સંક્રમિત રોગના નિયંત્રણ માટે નિમણૂક કરેલી સમિતિની તાજેતરમાં થયેલી બેઠકમાં વેન્ટિલેટર પર રાખવામાં આવેલા સ્વાઇન ફલૂના દર્દી પર કરવામાં આવતી સારવારમાં એકસૂત્રતા આવે તે માટે સારવાર અંગે પ્રોટોકોલ તૈયાર કરવા અંગે ચર્ચા થઇ. આગામી બે દિવસમાં આ પ્રોટોકોલ રાજ્યની તમામ ખાનગી અને સરકારી હૉસ્પિટલને મોકલવામાં આવશે. તે અનુસાર સ્વાઇન ફલૂના દર્દીની સારવાર કરવી આવશ્યક રહેશે.



આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

1g328i
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com