24-October-2019

Mobile App
ePaper | Home | Contact Us | Archives   Welcome Guest  | Log In | Register
                     
મહારાષ્ટ્રમાં પાણીની તંગી ‘ગંભીર’ નથી: અધિકારી

મુંબઈ: મહારાષ્ટ્ર રાજ્યમાં પાણીની તંગી હજુ ચિંતાજનક સપાટીએ પહોંચી નથી કે કેન્દ્ર સરકારે રાજ્ય માટે નાણાકીય વળતર આપવા હસ્તક્ષેપ કરવાની નોબત ઊભી થાય, એમ સત્તાવાર ગુરુવારે જણાવાયું હતું.

રાજ્યમાં ચોમાસા દરમિયાન પર્યાપ્ત વરસાદ પડ્યો નથી, તેથી રાજ્યના અમુક ડૅમમાં પાણીની તંગી ઊભી થઈ છે તેમ જ પાકપાણીને મોટા પાયે નુકસાન થયું છે, પરંતુ તેની સ્થિતિ ચિંતાજનક નથી, એવું સત્તાવાર અધિકારીએ જણાવ્યું હતું. જોકે, કેન્દ્ર સરકારે જો ખેડૂતના કુલ વાવણીમાંથી ૩૩ ટકા પાકને નુકસાન થયું હોય તો વળતર પ્રાપ્ત કરવા માટે ખેડૂત પાત્ર ગણાય છે, એવું રાજ્ય સરકારના કૃષિ વિભાગના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું.

અન્ય પરિબળમાં કેન્દ્ર સરકાર કૃષિ સંબંધિત બાબત (જમીનમાં ભેજના પ્રમાણ સહિત વાવણીની ઘટતી ટકાવારી)ની વિચારણા કરે છે. રાજ્યમાં અત્યાર સુધીમાં પાણીની તંગીનું પ્રમાણ ‘ગંભીર’ પરિસ્થિતિએ નોંધાયું નથી. આમ છતાં ઔરંગાબાદના ડૅમમાં ૨૭ ટકા પાણી રહ્યું છે, જ્યાં પર્યાપ્ત વરસાદ નોંધાયો નહોતો. રાજ્યના રિલીફ એન્ડ રિહેબિલિટેશન વિભાગના અધિકારીએ વધુમાં કહ્યું હતું કે જ્યાં ભૂગર્ભ જળ વિભાગના અધિકારી તરફથી આંકડા આપવામાં આવે નહીં ત્યાં સુધી ભૂગર્ભમાંથી પાણીનું સ્તર વધ્યું કે નહીં એ સ્પષ્ટ કરવાનું મુશ્કેલ છે. અત્યારના તબક્કે રાજ્યમાં પાણીની તંગીવાળા વિવિધ વિસ્તારમાં પીવાના પાણીના ૩૨૦ ટૅન્કર મોકલવામાં આવ્યા છે, એવું તેમણે વધુમાં જણાવ્યું હતું.

આપનું મંતવ્ય
Indic Character Map
Name
ફીડબેક
Verification Text  * Type below text for verification

g6u72P4l
ભાષા   યોગ્ય ભાષા પસંદ કરો
Copyright © 2000-2001 Bombay Samachar.
Reproduction in whole or in part without written permission is prohibited.
Designed, Developed & Maintained By : www.soft-mac.com